SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૫ ૧૩ टीका-ये हि साध्यसाधनभावेन प्रतीयेते, ते परस्परं भिद्यते यथा कुठारच्छिदे, साध्यसाधनभावेन प्रतीयेते च प्रमाणाज्ञाननिवृत्त्याख्यफले ॥ ६-१४ ॥ પ્રમાણ અને અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતર ફળભૂત પ્રમાણફળ એકાતે અભિન્ન હોવાથી વ્યભિચાર દોષ આવશે. આવા પ્રકારની બૌદ્ધોએ શંકા ન કરવી. એમ ઉપર કહ્યું. તેથી પ્રશ્ન થાય છે કે આવા પ્રકારની શંકા બૌદ્ધોએ જૈનોની સામે કેમ ના ઉઠાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ૧૩ / ૧૪ સૂત્રમાં જણાવે છે કે સૂત્રાર્થ- તે અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતરફળ પણ પ્રમાણથી કથંચિત્ ભિન્નપણે જ રહેલું છે. કારણકે પ્રમાણ અને પ્રમાણફળ સાધ્ય-સાધનભાવે પ્રતીત થાય છે. I ૬-૧૩/૧૪ ટીકાર્ચ- “આ સર્પ છે” એવા પ્રકારનું થયેલું પ્રમાણભૂતજ્ઞાન, અને સર્પના અજ્ઞાનની નિવૃત્તિ રૂપ પ્રમાણફળ આ બન્ને કથંચિત્ ભિન્ન પણ છે. એટલે કે સર્વથા અભિન્ન નથી. કારણ કે જો સર્વથા અભિન્ન જ હોય તો એક કારણ (સાધન) અને એક કાર્ય (સાધ્ય) એ સ્વરૂપે પ્રતીત જ ન થાત. પરંતુ કાર્ય-કારણ સ્વરૂપે પ્રતીત થાય છે. તેથી સર્વથા અભિન્ન નથી. પરંતુ કથંચિત્ જ અભિન્ન છે. તે કથંચિત્ પણું કેવી રીતે છે ? તે સમજાવે છે કે “આ સર્પ છે” એવું જ્ઞાન પ્રથમ પ્રગટે છે એટલે તેનાથી અજ્ઞાનનિવૃત્તિ થાય છે. એક કારણ બને છે. બીજાં કાર્ય બને છે. જે બે ભાવો કાર્ય-કારણપણે (એટલે સાધ્ય-સાધનપણે) પ્રતીત થતા હોય તે અવશ્ય પરસ્પર ભિન્ન હોય છે. જેમકેકુહાડો અને કુહાડાથી થતી છેદન ક્રિયા. આ બન્ને સાધન-સાધ્યરૂપે જણાય છે. માટે પરસ્પર ભિન્ન છે. એ જ રીતે પ્રમાણભૂતજ્ઞાન, અને પ્રમાણના ફળભૂત અજ્ઞાનનિવૃત્તિ પણ સાધન-સાધ્યભાવે જ પ્રતીત થાય છે. તેથી અવશ્ય એ પણ કથંચિત્ ભિન્ન છે. તેથી અમારો (જૈનોનો) હેતુ સ્યાદ્ ભિન્ન-ભિન્નત્વ સાધ્ય માત્ર વૃત્તિ જ છે, પરંતુ એકાન્ત અભિન્ન એવા સાધ્યાભાવવવૃત્તિ નથી. તેથી તે બૌદ્ધો! અમને (જૈનોને) વ્યભિચાર દોષ આવતો નથી. + ૬-૧૩/૧૪/ अस्यैव हेतोरसिद्धतां परिजिहीर्षवः प्रमाणस्य साधनतां तावत् समर्थयन्तेप्रमाणं हि करणाख्यं साधनम् स्वपरव्यवसितौ साधकतमत्वात् ॥६-१५॥ टीका-यत् खलु क्रियायां साधकतमम् , तत् करणाख्यं साधनम्, यथा પરધ:, સાથ#તમે ઘ વપ૨વ્યવસિત પ્રમાામિતિ || ૬-૬ ૧. અહીં સર્વત્ર સાથ્ય સાધનમાd ની સાથે યથાસંખ્ય ન સમજવું સામાન્યપણે સર્વત્ર વિધાન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy