________________
પરિચ્છેદ ૬-૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
હવે પ્રમાણ અને ફળના વ્યવહારની કાલ્પનિકતાને જો પ્રમાણથી કહે તો પણ તન-તે બરાબર નથી, યત: કારણકે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિકમાત્ર જ છે. એવું કાલ્પનિકતાને જણાવનારું તેઓનું પ્રમાણ (કાલ્પનિકતાને કહેનારું તેઓનું વાક્ય) શું સાંવૃત (કાલ્પનિક) છે ? કે અસાંવૃત (અકાલ્પનિક-સાચું) છે? જો તેઓનું વાક્ય સાંવૃત (કાલ્પનિક) છે તો અપારમાર્થિક (કલ્પનામાત્રકૃત) એવા તસ્મા-તેઓના વાક્યથી પારમાર્થિક એવું સર્વ પ્રમાણ-ફળના વ્યવહારનું કાલ્પનિકત્વ કેમ સિદ્ધ થાય ? આશય એ છે કે જૈનોએ કહેલો પ્રમાણ-ફળનો વ્યવહાર કલ્પનામાત્ર છે એવું તે વાદીનું કહેવું છે. એટલે પ્રમાણ-ફળના વ્યવહારની કાલ્પનિકતા તો સાચી જ છે. તેને સમજાવવા તે વાદીએ જે પ્રમાણ આપ્યું તે વાક્ય જો સાંવૃત હોય એટલે મિથ્યા હોય= કાલ્પનિક માત્ર જ હોય તો તેવા મિથ્યા-કાલ્પનિક વાક્યથી આ કાલ્પનિકતા યથાર્થ કેમ સિદ્ધ થાય ? તેથી વાદીનું વાક્ય કાલ્પનિકમાત્ર થવાથી તે કંઈ સાધી શકશે નહીં, માટે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે એ સાબિત થશે નહિં. તેથી સમસ્ત એવો પ્રમાણ-ફળનો વ્યવહાર પારમાર્થિક જ સિદ્ધ થશે. સાચો જ છે એમ સાબિત થશે. (કારણકે આ વ્યવહાર જુઠો જ છે એમ કહેનારાનું વાક્ય જુદું ઠરે તો તેનો અર્થ એ કે આ વ્યવહાર સાચો છે).
૨૪
હવે જો તે વાદી એમ કહે કે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે એવી
કાલ્પનિકતાને જણાવનારૂં મારું વાક્ય સ્વયં અસાંવૃત (સાચું જ છે. પ્રમાણભૂત જ) છે. તર્દિતો સર્વ પ્રમાણ-ફળનો વ્યવહાર કાલ્પનિક છે. આવી કાલ્પનિકતાને જણાવનારી તમારી પ્રતિજ્ઞા ખંડિત જ થઇ. કારણ કે બીજો બધો વ્યવહાર ભલે કાલ્પનિક હોય. પરંતુ કાલ્પનિકતાને જણાવનારું તમારું વાક્ય તો સાચું જ છે એટલે અકાલ્પનિક જ છે. તેથી “સર્વ વ્યવહાર કાલ્પનિક છે” એ વાત, અસાંવૃત (અકાલ્પનિક) એવા તમારા વાક્યની સાથે વ્યભિચાર પામે છે. સર્વવ્યવહારોની સાંવૃતતાનું ગ્રાહક એવું તમારું વાક્ય અસાંવૃત તમે માન્યું. તેથી તે અસાંવૃત થવાથી તેની સાથે વ્યભિચાર આવ્યો. આ પ્રમાણે પ્રમાણ અને ફળના સર્વ વ્યવહારોને સાંવૃત (કાલ્પનિક) કહેનાર વાદીને પોતે માનેલી માન્યતાની સિદ્ધિનો પરમાર્થથી વિરોધ અત્યન્ત સ્પષ્ટ જ છે.
સારાંશ કે સર્વને કાલ્પનિક કહેનારું પોતાનું પ્રમાણભૂત વાક્ય જો કાલ્પનિક માને તો કાલ્પનિક એવા તે પ્રમાણ વાક્યથી સર્વ વ્યવહારોની કાલ્પનિક્તા સિદ્ધ ન થાય. અને જો પોતાના પ્રમાણ વાક્યને પારમાર્થિક માને તો એક પણ પ્રમાણ વાક્ય પારમાર્થિક તો થયું જ. એટલે સર્વ વ્યવહાર કાલ્પનિક છે. એ વાત વ્યભિચારવાળી જ બની. આ રીતે સર્વને શૂન્ય માનનારા વાદીઓ પોતાની વાતને શૂન્ય માને તો તેનાથી શૂન્યતા સિદ્ધ ન થાય. અને પોતાની વાતને અશૂન્ય માને તો વ્યભિચારદોષ આવે. એમ કોઇ પણ રીતે પોતે માનેલી કાલ્પનિક્તાની વાત સિદ્ધ થતી નથી. માટે અમારો પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org