________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨
૪૦૩ ભાવિમાં સંભવનારા કંટકોનો ઉદ્ધાર સ્વયં કરવો જ જોઈએ અને પોતાની નિર્મળ પ્રતિભા સભ્યોને અને સભાપતિને દેખાડવી જ જોઇએ.
ઉત્તર- વાદી પોતાના હેતુમાં કંટકોદ્ધાર ધારો કે ન કરે તો તેના હેતુમાં સાધ્યસાધવાનું સામર્થ્ય છે કે નહીં? આવો સંદેહ થાય. આમ તમે જે કહ્યું, તે સંદેહ કોને થાય? શું વાદીને સંદેહ થાય ? પ્રતિવાદીને સંદેહ થાય ? કે સભ્યોને સંદેહ થાય ?
જો વાદીને પોતાને પોતાના હેતુમાં સંદેહ હોય અને તે દૂર કરવા માટે કંટકોદ્ધાર કરવો જોઇએ આવો પહેલો પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણકે હેતુમાં કદાચ સામર્થ્ય ન હોય તો પણ “મારો હેતુ સાચો જ છે” તે હેતુ સાથ-સાધવાના સામર્થ્યવાળો જ છે. તેવા નિર્ણય પૂર્વકના અભિમાનથી (પાવરથી) જ વાદસભામાં વાદ રજા કરે છે. પ્રતિવાદીએ જ દોષો જણાવવાના હોય છે. અને પ્રતિવાદી દોષો જણાવે તો જ તે દોષોનો ઉદ્ધાર કરવાનો હોય છે. પ્રતિવાદી જો કોઈ દોષો ન જણાવી શકે તો સામર્થ્ય વિનાના હેતુથી પણ સાધ્ય-સિદ્ધિ થઈ જાય છે. સામર્થ્ય જણાવવું પડતું નથી. તો પછી જે હેતુમાં સાધ્ય સાધવાનું સામર્થ્ય છે. તે હેતુમાં પ્રતિવાદીને કે સભ્યોને હેતુના સામર્થ્યનો સંદેહ હશે આમ મનમાં માનીને તે સામર્થ્યને પ્રમાણથી પ્રદર્શન કરવાનું વાદીને કેમ કરવું પડે ? અર્થાત્ આવું સામર્થ્ય પ્રગટ કરવાનું રહેતું જ નથી. સભ્યો કે પ્રતિવાદી હેતુમાં સંદેહ જણાવે તો જ વાદીએ સામર્થ્ય પ્રગટ કરવું પડે. અન્યથા હેતુ સામર્થ્યવાળો જ છે આમ માનીને જ વાદી પ્રવર્યો છે. તેથી હેતુનું સામર્થ્ય કંટકોદ્ધાર કરવા પૂર્વક જણાવવાની જરૂર નથી.
પ્રશ્નતત્રજ્યાં વાદીએ કહેલો હેતુ સામર્થ્યવાળો જ છે. અને પ્રતિવાદીએ કોઈ દોષો તેમાં જણાવ્યા નથી, ત્યાં પણ હેતુનું સામર્થ્ય બીજા-બીજા પ્રમાણોથી કંટકોદ્ધાર કરવા પૂર્વક જો જણાવવામાં ન આવે તો હેતુમાં શંકાશીલતા રહે.
ઉત્તર- જો આ રીતે હેતુમાં સામર્થ્ય હોવા છતાં કંટકોદ્ધાર કરવા પૂર્વક સામર્થ્યનું પ્રદર્શન પ્રમાણાન્તરથી વાદી ન કરે તો શંકાશીલતા રહે છે. આમ તમે કહો છો તો, પ્રમાણાન્તરથી તેનું સામર્થ્ય જણાવ્યું છતે તે પ્રમાણાન્તરમાં જે હેતુ મૂકશો, ત્યાં પણ સામર્થ્ય જણાવવા બીજું પ્રમાણાન્તર લાવવું પડશે અને તે બીજા પ્રમાણાન્તરમાં હેતુનું સામર્થ્ય જણાવવા ત્રીજાં પ્રમાણાન્તર લાવવું પડશે. આમ થવાથી “અનવસ્થા” દોષ આવશે. માટે વાદીએ જણાવેલા પ્રથમ પરાર્થાનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવા કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. “સામર્થ્ય છે જ” આમ સ્વયં જણાય છે. ફક્ત પ્રતિવાદી આદિ વડે જો કોઈ દોષો મૂકાય તો જ તેનો ઉદ્ધાર કરવાનો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org