SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૩ છે. તેથી ઉપરોક્ત દિશાના અનુસારે સભ્યોની અને સભાપતિની અપેક્ષા રહેતી નથી. તેથી બે અંગ જ હોય છે. II ૮-૧૨૫ अवतरण - तृतीयेऽङ्गनियममाहुः तृतीये प्रथमादीनां यथायोगं पूर्ववत् ॥ ८-१३॥ અવતરણાર્થ– ત્રીજા વાદી હોય ત્યારે અંગનિયમ જણાવે છે– સૂત્રાર્થ- ત્રીજા વાદી (પરત્ર તત્ત્વનિર્ણિનીપુ ક્ષાયોપશમિકજ્ઞાનશાલી) હોય ત્યારે સામે પ્રતિવાદી પ્રથમાદિ યથાયોગ્ય હોય છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. II૮-૧૩] ૩૭૯ परत्र तत्त्वनिर्णिनीषौ क्षायोपशमिकज्ञानशालिनि वादिनि, निवेदितरूपाणां प्रथमद्वितीयतृतीयतुरीयाणां प्रतिवादिनाम् उक्तयुक्त्यैव प्रथमस्य चतुरङ्गः, द्वितीयतृतीययोः कदाचिद् द्व्यङ्गः, कदाचित् त्र्यङ्गः, तुरीयस्य तु द्व्यङ्ग एव वादो भवति । निःसीमा हि मोहहतकस्य महिमा, इति कश्चिदात्मानं निर्णीततत्त्वमिव मन्यमानः समग्रपदार्थपरमार्थदर्शिनि केवलिन्यपि तन्निर्णयोपजननार्थं प्रवर्तत इति न कदाचिदसम्भावना, भगवांस्तु केवली प्रबलकृपापीयूषपूरपूरितान्तःकरणतया तमप्यवबोधयतीति को नाम નાનુમતે ? ।।૮-૨૨૫ વિવેચન– ચાર પ્રકારના વાદીમાંથી ત્રીજા નંબરના પરમાં તત્ત્વનો બોધ કરાવવાની ઇચ્છાવાળા ક્ષાયોપશમિક જ્ઞાનવાળા વાદી જ્યારે હોય ત્યારે સામે ઉપર કહેલા સ્વરૂપવાળા પહેલા-બીજા-ત્રીજા અને ચોથા પ્રતિવાદી સાથે યથાયોગ્ય રીતે વાદ થાય છે. ત્યાં ઉપર કહેલી નીતિથી જો (૧) જિગીષુ નામનો પ્રથમ પ્રતિવાદી હોય તો તે જિતવાની ઇચ્છાવાળો છે. તેથી ચારે અંગોની આવશ્યકતા રહે છે. (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ નામના બીજા અને (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીષુ ક્ષાયોપશમિક જ્ઞાની નામના ત્રીજા પ્રતિવાદી હોય ત્યારે કયારેક બે અંગો અને ક્યારેક સભાપતિ વિનાનાં ત્રણ અંગો પણ હોય છે. અને (૪) જ્યારે પ્રતિવાદી તરીકે કેવલી ભગવાન નામના ચોથા પ્રતિવાદી હોય ત્યારે વાદી-પ્રતિવાદી રૂપ બે જ અંગવાળો વાદ થાય છે. વધારે અંગની જરૂરીયાત રહેતી નથી. પ્રશ્ન- વાદી ત્રીજા નંબરના હોય અને પ્રતિવાદી ચોથા નંબરના હોય તો વાદ જ કેમ સંભવે ? કારણકે પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ક્ષાયોપશમિક જ્ઞાનવાળા વાદી હોય, તે કેવલીની સામે વાદમાં કેમ ઉતરે ? કારણકે છદ્મસ્થને તત્ત્વ સમજાવવાનું હોય, કેવલીને તો કંઇ સમજાવવાનું સંભવે જ નહી. તો ત્રણ નંબરના વાદી ચાર નંબરના પ્રતિવાદીને “કેવલી છે” આમ જાણવા છતાં વાદ કેવી રીતે કરે ? અર્થાત્ આ ભાંગો ન સંભવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy