________________
૩૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ - अत्र ब्रूमः-यदवादि-सन्तानत्वादिति, तत्र किमिदं सन्तानत्वं नाम ? किमुपादानोपादेयभावप्रबन्धेन प्रवर्तमानत्वम् , कार्यकारणभावप्रबन्धेन प्रवृत्तिः, अपरापरपदार्थोत्पत्तिमात्रता वा । आद्यः पक्षः सावद्यः, आश्रयासिद्धस्वरूपासिद्धयोरापत्तेः, बुद्धयादिनवक्षणानामुपादानोपादेयभावरूपतया सन्तानस्य सौगतानामेव संमतत्वात् , आत्मनः समवायिनः, आत्ममनःसंयोगादसमवायिनः, अदृष्टादेनिमित्ताच्च तैरात्मगुणोत्पादप्रतिपादनात् । एतेन द्वितीयपक्षोऽपि व्यपास्तः, बुद्ध्यादिक्षणानां कार्यकारणभावमात्रस्याऽपि तैरस्वीकारात्, प्रलयप्रलीनबुद्ध्यादेरप्यात्मनः पुनर्बुद्धयाद्युत्पादाङ्गीकारात् । तृतीयपक्षेऽपि व्यभिचारः, अपरापरेषामुत्पादुकानां पटकटकपाटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात् ॥
ઉત્તર- અમે (જૈન) ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપીએ છીએ કે તમોએ “સત્તાન–ીન્'' આવો જે હેતુ કહ્યો છે. તે હેતુનો શો અર્થ છે ? અર્થાત્ આ સંતાનત્વ એટલે શું છે ? (૧) શું ઉપાદાન-ઉપાદેય ભાવનું પરંપરાએ પ્રવર્તવું તે સંતાન છે ? કે (૨) કાર્ય-કારણ ભાવનું પરંપરાએ પ્રવર્તવું તે સંતાન છે ? કે (૩) અપર અપર (એટલે કે નવા નવા) પદાર્થની ઉત્પત્તિ-ધારા તે સંતાન છે ? આ ત્રણ પ્રકારના અર્થોમાંથી કયા અર્થવાળો સંતાનશબ્દ તમે કહો છો ?
જો પ્રથમપક્ષ કહો એટલે કે ઉપાદાન-ઉપાદેયભાવે પ્રવર્તતી પરંપરા એ સંતાન છે. પૂર્વેક્ષણ ઉપાદાન અને ઉત્તરક્ષણ ઉપાદેય આ રીતે પ્રવર્તતી આ પરંપરાની ધારા એ જ સંતાન છે. આમ જો કહો તો આ પક્ષ સાવદ્ય (દોષયુક્ત) છે. આશ્રયાસિદ્ધ અને સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ લાગવાની આપત્તિ આવે છે. બુદ્ધિ આદિ નવ ગુણોમાં ઉપાદાન-ઉપાદેયભાવે સંતાનપણું બૌદ્ધો જ માને છે. તમારા (નૈયાયિક અને વૈશેષિકોના) મતમાં આવું સંતાનપણું માનેલું નથી કારણકે તમારા મતમાં તો સમવાયીકારણ આત્મા, અસમવાયીકારણ આત્મા-મનનો સંયોગ, અને નિમિત્તકારણ અદૃષ્ટાદિ માનેલાં છે. આ ત્રણ પ્રકારનાં કારણો વડે આત્મામાં બુદ્ધિ આદિ ગુણોની ઉત્પત્તિ જણાવેલી છે. પણ ઉપાદાન-ઉપાદેય ભાવે ગુણોની ઉત્પત્તિ જણાવી નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ યુક્ત બુદ્ધિ આદિ નવ ગુણોનો સંતાન, આ નામનો પક્ષ જ તમારા મતે નથી. તેથી આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે. તથા આવા અર્થવાળો સંતાન–હેતુ બુદ્ધિ આદિ ગુણોના સંતાન રૂપ પક્ષમાં અવિદ્યમાન હોવાથી સ્વરૂપા સિદ્ધ હેવાભાસ પણ થાય છે.
આ રીતે પ્રથમપક્ષના ખંડન વડે જ બીજો પક્ષ પણ ખંડિત થયેલો જ જાણવો. કારણકે બુદ્ધિ આદિ નવગુણોમાં નૈયાયિક-વૈશેષિકો વડે જેમ ઉપાદાન-ઉપાદેય
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org