________________
૩/૪
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ अथ यथैकप्रदेशसंभवानामपि बदरीकण्टकानां कौटिल्यार्जवादिर्विशेषः यथा वैकसरसीसंभूतानामपि पङ्कजानां नीलधवलपाटलपीतशतपत्रसहस्रपत्रादिर्भेदः, तथा शरीरिणामपि स्वभावादेवाऽयं विशेषो भविष्यति, तदशस्यम् । कण्टकपङ्कजादीनामपि प्राणित्वेन परेषां प्रसिद्धेस्तदृष्टान्तावष्टम्भस्य दुष्टत्वात् । आहारक्षतरोहदोहदादिना वनस्पतीनामपि प्राणित्वेन तैः प्रसाधनात् ॥
- નાસ્તિકવાદી– હે જૈન ! એક સ્ત્રીથી જન્મેલા બે બાળકોમાં જે વિશેષતા છે તે સ્વાભાવિક છે. અર્થાત્ કર્મ વિના પણ હોઈ શકે છે. તેથી એક સ્ત્રીના બે બાળકોમાં વિશેષતા બતાવવાના ઉદાહરણથી કંઇ કર્મની સિદ્ધિ થઈ જતી નથી. જેમ એક જ પ્રદેશમાં એટલે કે એક જ વૃક્ષ ઉપર ઉત્પન્ન થયેલાં બોર પણ હોય છે અને કાંટા પણ હોય છે. આ બન્ને એક જ બોરડીના ઝાડ ઉપર થાય છે. છતાં બોરમાં આર્જવતા (કોમળતા) અને કાંટામાં કૌટિલ્યતા (વક્રતા) એમ ભેદ હોય જ છે. અને આ વૃક્ષ તથા તેના ઉપર આવેલાં બોર અને કાંટા નિર્જીવ છે એટલે કર્મ જેવું કોઈ તત્ત્વ તેમાં નથી. છતાં એકસ્થાનમાં ઉત્પન્ન થયેલા બોર અને કાંટામાં કોમળતા અને વક્રતાનો ભેદ છે. તેવી રીતે એક જ સ્ત્રીથી જન્મેલા બે બાળકોમાં પણ અદૃષ્ટ વિના જ ભેદ છે. એમ માની શકાય છે. ત્યાં અદૃષ્ટને માનવાની કંઈ જરૂર નથી.
વળી એક જ સરોવરમાં ઉત્પન્ન થયેલાં કમળોમાં (પુષ્પોમાં) કોઈ નીલું, કોઈ ધોળું, કોઈ રંગબેરંગી, અને કોઈ પીળું એમ વર્ણભેદ, તથા કોઇ શતપત્ર, અને કોઈ સહસ્ત્રપત્ર એમ પત્રભેદ વગેરે અદૃષ્ટ વિના જ સહજ રીતે હોય છે. તેવી જ રીતે પ્રાણીઓમાં પણ કર્મ નામના કારણ વિના સ્વાભાવિક રીતે જ આ ભેદ છે. આમ માનોને ! કર્મ માનવાની શી જરૂર.
જૈન– તદ્દામ–તમારી તે વાત બરાબર નથી. બોરડીના વૃક્ષ ઉપર થયેલા બોર અને કાંટા, તથા સરોવરમાં થયેલાં કમળો આ સર્વે વસ્તુઓ નિર્જીવ નથી પરંતુ સજીવ જ છે. આવી માન્યતા રેષાં તમારી અપેક્ષાએ પર એવા અમારી= જૈનોની છે. તેથી બોર-કંટકના અને સરોવરજન્ય કમળના ઉદાહરણનું આલંબન લઈને તમે જે કહો છો, તે ખરેખર દૂષિત છે. કારણકે તમે તેને નિર્જીવ કહો છો પરંતુ નિર્જીવ નથી. સજીવ છે. વનસ્પતિમાં પણ (૧) આહારાદિનું ગ્રહણ હોવાથી, (૨) ક્ષતરોદ-ભાંગ્યાતુટ્યાનું ફરીથી વધવાપણું-જોડાવાપણું વગેરે હોવાથી, અને (૩) કોદ-દોહા થવાઇચ્છા થવી ઇત્યાદિ જીવના ધર્મો હોવાથી, વનસ્પતિમાં પણ પ્રાણિત્વ છે. એમ અમોએ શાસ્ત્રોથી સિદ્ધ કરેલ છે. એટલે કે વનસ્પતિનું નિર્જીવપણું તમે ભલે માનો પરંતુ તમારાથી પર એવા જૈનોને એટલે કે અમને આ માન્ય નથી. તથા ઉપરોક્ત દલીલોથી પણ સજીવ સિદ્ધ થાય છે. તેથી તમારી વાત સિદ્ધ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.