________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૪૦
પરંતુ આ બૌદ્ધના મતમાં તો તદ્ભાવેવ તે જ્ઞાનધારારૂપ આત્મતત્ત્વ માનેલું હોવા છતાં પણ તેષાં=તે બૌદ્ધોને સ્મરણ અને પ્રત્યભિજ્ઞા ઘટતાં નથી.
કહેવાનો સાર એ છે કે જેની પાસે ધન નથી તે તો દાન, પુણ્ય અને વિષયસુખનો અનુભવ ન કરે એ વાત સ્વાભાવિક છે. તેમાં કંઇ આશ્ચર્ય હોતું નથી. પરંતુ જેની પાસે ઘણું ધન છે. છતાં દાનાદિ પુણ્યકાર્યો પણ ન કરે અને કંજુસાઇથી અથવા શારીરિક રોગાદિથી વિષયસુખ પણ ન માણી શકે તે માણસ વધારે પાપિષ્ટ અને આશ્ચર્યકારી કહેવાય. તેમ અહીં લોકાયતિક એટલે કે ચાર્વાક તો આત્મા માનતો જ નથી માટે સ્મરણાદિ ન ઘટે આ વાત સ્વાભાવિક છે. પરંતુ બૌદ્ધો આત્મદ્રવ્ય માનતા હોવા છતાં ત્યાં યુક્તિયુક્ત રીતે સ્મરણાદિ ઘટતાં નથી. એથી એ મહાપાપી છે. તે આ પ્રમાણે છે
પૂર્વ ક્ષણની બુદ્ધિ દ્વારા જે અનુભવ કરાયો છે. તે વિષયની સ્મૃતિ ઉત્તરક્ષણની બુદ્ધિઓમાં થશે નહીં. કારણકે પૂર્વક્ષણવર્તી બુદ્ધિથી ઉત્તરક્ષણની બુદ્ધિ સર્વથા ભિન્ન છે. જેમ સન્તાનાન્તરની બુદ્ધિ અત્યન્ત ભિન્ન છે તેમ. ચૈત્રની બુદ્ધિથી મૈત્રની બુદ્ધિ જેમ અત્યન્ત ભિન્ન હોવાથી ચૈત્રે કરેલા અનુભવનું ચૈત્રને સ્મરણ થતું નથી. તેવી જ રીતે કેવળ એકલા ચૈત્રની પણ પ્રતિસમયે પૂર્વ પૂર્વ ક્ષણવર્તી સર્વે બુદ્ધિઓ અત્યન્ત નાશ પામતી હોવાથી અને ઉત્તર ઉત્તર ક્ષણવર્તી સર્વે બુદ્ધિઓ અપૂર્વ જ ઉત્પન્ન થતી હોવાથી એકાન્તે ભિન્ન થવાથી ત્યાં પણ સ્મરણાદિ ઘટશે નહીં. કારણકે ભિન્ન એવા ચૈત્રવડે જોવાયેલો પદાર્થ તેનાથી ભિન્ન એવા ચૈત્રવડે સ્મરણ કરાતો નથી. આ વાત જગત્પ્રસિદ્ધ છે. અને જો આ રીતે સ્મરણ કરાય તો એક વ્યક્તિએ જોયેલા પદાર્થનું સર્વવ્યક્તિઓ વડે સ્મરણ કરાવું જોઇએ. પરંતુ એમ થતું નથી. તેવી જ રીતે ચૈત્ર નામની એક વ્યક્તિ માત્રમાં પણ પૂર્વ ક્ષણવર્તી બુદ્ધિ દ્વારા જે અનુભવ કરવામાં આવ્યો, તેનું સ્મરણ ઉત્ત૨ક્ષણવર્તી બુદ્ધિને થશે નહીં અને સ્મરણ ન થવાથી પ્રત્યભિજ્ઞાનો જન્મ તો સંભવે જ કેમ ?
કારણકે પ્રત્યભિજ્ઞાની ઉત્પત્તિ જ સ્મરણ અને અનુભવ એમ ઉભયવડે થાય છે. તે આ પ્રમાણે-પદાર્થ માત્રને જોવાં દ્વારા (અનુભવવા દ્વારા) આત્મામાં જામેલા પૂર્વ સંસ્કારવાળા એવા પ્રમાતાને તે જ આ પદાર્થ છે'' એવા આકારે આ પ્રત્યભિજ્ઞા ઉત્પન્ન થાય છે. હવે પ્રતિક્ષણવર્તી બુદ્ધિઓ અત્યન્ત ભિન્ન-ભિન્ન હોવાથી સ્મરણ પણ ન ઘટે અને સ્મરણ તથા અનુભવ એમ ઉભય વડે થનારી પ્રત્યભિજ્ઞા પણ ન ઘટે. બૌદ્ધોને આ દોષ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org