________________
૩૯૬
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ આમ તત્વ હેતુનો ઉપન્યાસ કરીને, પટ અને કૂટ આદિનાં દૃષ્ટાન્ત આપીને વળી તે દૃષ્ટાન્તભૂત પટ કેમ બન્યો ? કૂટ કેમ બન્યું ? આમ પટ-કૂટાદિની ઉત્પત્તિ તથા તેના પ્રકારો વગેરેનું વર્ણન કરવા લાગી જાય તો વાદીને બોલવાની પ્રથમકક્ષા (પહેલીવાર) જ સમાપ્ત ન થાય. તેને લગતા જુદા જુદા વિષયોની વાતોમાં અને વાતોમાં ઉતરી જાય વાદીનું આ બોલવું જ અસ્થાને હોવાથી પૂર્ણ ન થાય તો પછી પ્રતિવાદીને બોલવાનો અવકાશ જ ક્યાં રહે ? તે માટે અનુમાનનાં સાધન-દૂષણને કહેવાને બદલે આવી વિષયાારની વાતોમાં ન ઉતરવું. આવી વાતોમાં ઉતરવાથી સભ્યોને ઉગ ઉત્પન્ન થવાનો અને પોતાને અપયશ મળવાનો ભય છે. માટે પરને બોધ કરવા જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું. અધિક ન બોલવું અને સભાસદોને નિરસતા થાય તેવું વર્તન ન કરવું. આ જ વાત ટીકાકારશ્રી જણાવે છે
किञ्च, परप्रतिपत्तये वचनमुच्चार्यत इति यावदेव परेणाऽऽकाङ्क्षितम् , तावदेव युक्तं वक्तुम् । लोकेऽपि वादिनो: करणावतीर्णयोरेकः स्वकीयकुलादिवर्णनां कुर्वाण: पराक्रियते, प्रकृतानुगतमेवोच्यतामिति चानुशिष्यते ॥
| વિવેચન– વળી જે કોઈ વચન બોલવામાં આવે છે તે પરને સમજાવવા માટે જ બોલવાનું હોય છે માટે જ્યાં સુધી સાંભળનારા એવા પર જીવો સાંભળવાની અપેક્ષા રાખે ત્યાં સુધી જ બોલવું ઉચિત છે. વાદસ્થાનમાં વાદ કરવા માટે ઉતરેલા વાદી અને પ્રતિવાદી, આ બન્નેમાંથી જો કોઈ એક પોતાનાં કુલ-જાતિ-વિદ્યા આદિનું વર્ણન કરવા ઉતરી જાય તો તેવું કરતા એવા તેને અટકાવાય છે. અને “પ્રસ્તુત પ્રસંગને અનુસરનારું જ કહો” એમ શિખામણ અપાય છે. માટે બીનજરૂરી અને અધિક વચનો વાદસ્થાનમાં બોલવાં નહીં.
किं पुनस्तदवदातमिति चेत्, यस्मिन्नभिहिते न भवति मनागपि सचेतसां चेतसि क्लेशलेशः । एते हि महात्मानो निष्प्रतिमप्रतिभाप्रेयसी परिशीलनसुकुमारहृदया: स्वल्पेनाप्यर्थान्तरादि संकीर्तनेन प्रकृतार्थप्रतिपत्तौ विध्नायमानेन न नाम न क्लिश्यन्ति ।
“મવાર" એટલે નિર્દોષ વચન બોલવું. ત્યાં પ્રશ્ન થાય છે કે “અવદાત” કોને કહેવાય ? “અવદાત” એ શું છે ? તો જણાવે છે કે જે વચન બોલાયે છતે સચેતસ (સમજા-ડાહ્યા-બુદ્ધિશાળી અને સરળ) એવા શ્રોતાવર્ગના ચિત્તમાં અલ્પમાત્રાએ પણ ક્લેશ ન થાય, ઉગ ન થાય, કંટાળો અને અણગમો ન થવા પામે, તેટલું જ અને તેવું જ બોલવું, તેને અવદાતવચન કહેવાય છે. કારણકે આ સાંભળનારા સભ્યો (મહાત્માઓ) અનુપમ એવી જે પ્રતિભા છે. તે પ્રતિભારૂપી પ્રેયસીના પરિશીલનથી સુકોમળ હૃદયવાળા છે. તેથી પ્રસ્તુત અર્થ જણાવવામાં અત્યન્ત અલ્પમાત્રાએ પણ જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org