________________
૬૬
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ સાધ્યની સિદ્ધિ કરનાર તે હેતુ બનવો જોઇએ. તેથી માત-પિતાનું બ્રાહ્મણ્ય એ હેતુ, પુત્ર નામના પક્ષમાં ન હોય છતાં પુત્રપક્ષમાં જેમ બ્રાહ્મણત્વ સિદ્ધ કરે છે. તેમ નટ અને ભટ આદિ ગમે તે પુરુષોમાં પણ આ હેતુ બ્રાહ્મણત્વ સાધ્યને કેમ સિદ્ધ કરતો નથી ? પૂછનારનો આશય એ છે કે જો હેતુને પક્ષવૃત્તિ ન માનો અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ તે સાધ્યનો ગમક બને છે એમ માનશો તો જેમ પક્ષમાં હેતુ ન હોવા છતાં પક્ષમાં સાધ્ય સિદ્ધ કરે છે તેમ વિપક્ષમાં પણ સાધ્યનો ગમક બનવો જોઇએ. અને તે હેતુ પક્ષની જેમ અન્યત્ર (વિપક્ષમાં) પણ સાધ્ય-સાધક થવો જોઇએ.
ઉત્તર-પુત્રના બ્રાહ્મણ્યને અને માત-પિતાના બ્રાહ્મણ્યને જેવો અવિનાભાવ-સંબંધ છે. તેવો નટ-ભટમાં અવિનાભાવ સંબંધ નથી. માટે આ હેતુ ત્યાં બ્રાહ્મણત્વ સાધ્યને સિદ્ધ કરતો નથી. જો ત્યાં પણ માત-પિતાનું બ્રાહ્મણત્વ હોય તો સિદ્ધ કરે જ. અર્થાત્
જ્યાં હેતુ અને સાધ્યનો અવિનાભાવ-સંબંધ હોય ત્યાં પક્ષવૃત્તિ ન હોય તો પણ સાધ્યસાધક થાય છે. આ સાચો ઉત્તર છે.
પરંતુ નિયાયિકાદિ) આ દર્શનકાર પક્ષધર્મતાને બહુ મહત્ત્વ આપે છે. અને તેને હેતુનું લક્ષણ માને છે. અને તેના જ કારણે વ્યધિકરણમાં રહેનારા હેતુને હેત્વાભાસ માની લે છે. તેથી “પક્ષધર્મતા”એ આવશ્યક નથી એ સમજાવવા ઉપરોક્ત પ્રશ્ન કરનારાને જ ગ્રંથકાર સામો પ્રશ્ન પૂછે કે–“જો” “પક્ષધર્મતા” જ સાધ્યની ગરમક બનતી હોય તો “મળે પર્વતો વદ્વિમાન, પર્વતવ્યતાવત્તા' પર્વતીય દ્રવ્યતા આ પર્વતમાં હોવાથી આ પર્વત વહ્નિવાળો છે. આવું અનુમાન કેમ સિદ્ધ થતું નથી ? પર્વતીય દ્રવ્યતા વિવક્ષિત પર્વતમાં વિદ્યમાન હોવાથી “પક્ષધર્મતા” છે જ. અને જ્યાં પક્ષધર્મતા હોય ત્યાં હેતુ સાધ્યનો ગમક હોય છે. એવો તમારો મત છે. તો અહીં પક્ષધર્મતા રૂપ બનેલો આ દ્રવ્યતાહેતુ તે પર્વતમાં ચિત્રભાનુને (વહિને) કેમ સિદ્ધ કરતો નથી ? માત-પિતાનું બ્રાહ્મણત્વ એ હેતુમાં પક્ષધર્મતા નથી માટે ગમક ન બનવો જોઈએ એમ તમે અમને (જૈનોને) પૂછો છો એટલે પક્ષધર્મતા હોય તે જ ગમક બને એમ તમારું માનવું થયું, તો પર્વતગત દ્રવ્યતામાં પક્ષધર્મતા છે. તો તે હેતુ વતિનો ગમક બનવો જોઈએ. પ્રશ્ન તો બન્ને સ્થાને સમાન જ છે. જો પક્ષધર્મતા હોય તે જ હેતુ ગમક માનો તો પર્વતીય દ્રવ્યતાને પણ વહ્નિની ચમક માનો. અને પક્ષધર્મતા એ ગમક નથી એમ માનો તો માત-પિતાનું બ્રાહ્મણત્વ એ પણ સાધ્યમમક હોઈ શકે છે એમ માનો. ઉત્તર તો બન્ને બાજુ સમાન જ છે.
પ્રશ્ન– મવાળે, પક્ષધર્મતા હોવા છતાં પણ વ્યભિચારવાળી હોવાથી દ્રવ્યતા એ વહ્નિની ગમક ન બને. અર્થાત્ વહ્નિ સાધ્ય વિના પણ દ્રવ્યતા પર્વતોમાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org