________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૨૪,૨૫,૨૬
૨૯
છે. અથવા ક્ષણાત્તરવર્તીિ અન્ય જ્ઞાન વડે પ્રકાશિત થાય છે. અથવા શેય વડે જ્ઞાનનો બોધ થાય છે. અથવા અર્થપત્તિ વડે જ્ઞાનનો બોધ થાય છે. ઇત્યાદિ માને છે. તે પણ ખોટું હોવાથી જ્ઞાનને અસ્વસંવિદિત માનવું એ અનાત્મપ્રકાશકનું ઉદાહરણ છે. આ બીજું સ્વરૂપાભાસનું ઉદાહરણ છે.
કેટલાક દર્શનકારો જ્ઞાનને પ્રમાણ માને છે. પરંતુ માત્ર સ્વપ્રકાશક જ માને છે. પરને નથી જણાવતું, અથવા પર એવું જોય જ સંસારમાં નથી, ઇત્યાદિ માને છે. એટલે પર એવા શેયનો અનવભાસ કરતું જ્ઞાન છે. આ પ્રમાણે બાહ્ય ઘટ-પટાદિ પદાર્થોનો અપલાપ કરનારા યોગાચાર અને માધ્યમિક બૌદ્ધોનું સ્વરૂપાભાસનું ત્રીજું ઉદાહરણ છે.
“આ કંઇક છે” આવા પ્રકારનો સામાન્ય માત્રનો બોધ કરાવનાર દર્શન એ પણ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક નથી માટે પ્રમાણ નથી. છતાં કેટલાક દર્શનકારો નિર્વિકલ્પકને જ પ્રમાણ માને છે. તેથી દર્શનાત્મકશાનને પ્રમાણ માનવું એ નિર્વિકલ્પક રૂપે સ્વરૂપાભાસનું ચોથું ઉદાહરણ છે
તથા વિપર્યય-સંશય અને અનધ્યવસાયાત્મક જે જ્ઞાન છે તે પણ ભ્રમાત્મક હોવાથી પ્રમાણ ગણાય નહીં. તેથી આવા ભ્રમાત્મક જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે તો તે સમારોપ સ્વરૂપે સ્વરૂપાભાસ છે. તે પાંચમું ઉદાહરણ છે. ૫ ૬-૨૫ /
અહીં કોઈક એવો પ્રશ્ન કરી શકે છે કે- અજ્ઞાનને, અસ્વપ્રકાશકને, સ્વમાત્ર પ્રકાશકને, નિર્વિકલ્પક-જ્ઞાનને અને સમારોપને શા માટે સ્વરૂપાભાસતા કહેવાય છે ? તો તેમાં યુક્તિ જણાવતાં કહે છે કે
સૂત્રાર્થ- ઉપરોક્ત પાંચે ભાવોથી સ્વ-પરનો નિર્ણય કરાવે એવા પ્રમાણભૂતા જ્ઞાનની અનુપપત્તિ છે. માટે તે સાચું સ્વરૂપ નથી પરંતુ સ્વરૂપાભાસ છે. I૬-૨દા
ટીકાર્થ- ઉપરોક્ત પાંચે ભાવોથી જ્ઞાનનો અને શેયનો એમ ઉભયનો યથાર્થ નિર્ણય જે રીતે થતો નથી. તે રીતે સૂત્ર ૨૪-૨૫માં બતાવી ગયા જ છીએ.
(૧) જે સન્નિકર્ષાદિ અજ્ઞાનાત્મક (જડ) છે. તે અજ્ઞાનાત્મક હોવાથી સ્વપરનો નિર્ણય કરાવતા નથી. સન્નિકર્ષને પ્રમાણ માનીએ તો પણ જ્ઞાનને જ પ્રમાણ માનવું પડે છે. કારણકે વિષયના જ્ઞાન વિના સન્નિકર્ષ પણ અબોધક જ છે. જેમ અપરિચિત માણસની સાથે ચક્ષુનો સનિકર્ષ થાય, તો પણ બોધ થતો નથી તેથી જ્ઞાનને જ પ્રમાણ માનવું જોઈએ.
(૨) જો જ્ઞાન અસ્વપ્રકાશક હોય તો તે ઘટ-પટની જેમ પર પ્રકાશ આપી શકે નહીં. તથા જેમ દીપક પોતાને જણાવતો છતો પરનો પ્રકાશક થાય છે. તેમ જ્ઞાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org