________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬,
૨૫૭ આત્માથી એકાન્ત ભિન્ન એવું જ્ઞાન “સમવાયસંબંધ વડે” આ આત્મામાં જોડાયેલું છે. એટલે આત્મા ચૈતન્યવાળો જણાય છે. ગુણ અને ગુણી અત્યન્ત ભિન્ન છે. માટે આત્મા ચૈતન્ય-સ્વરૂપ નથી પરંતુ સમવાય-સંબંધથી ચૈતન્યવાળો છે. આવું માને છે તેનું ખંડન કરવા માટે ચૈતન્યસ્વર: એવું પ્રથમ વિશેષણ છે. તે હવે સમજાવે છે. તથા આ જ બન્ને દર્શનકારો (અનુક્રમે અક્ષપાદઋષિ અને કણાદ ઋષિ) આ આત્માને પરિવર્તનવાળો પરિણામી નહી પરંતુ એકાત્તે નિત્ય (કૂટસ્થ નિત્ય) માને છે. તેના ખંડન માટે બીજાં રિપામી એવું વિશેષણ છે. તથા કપિલઋષિએ બતાવેલા સાંખ્યદર્શનના અનુયાયીઓ પણ આત્માને અપરિણામી (કૂટસ્થ નિત્ય) માને છે. તેના ખંડન માટે મૂલસૂત્રમાં પરિણી પદનો ઉલ્લેખ કરેલ છે. તે પદ પણ હવે સમજાવે છે.
__ अथ चैतन्यस्वरूपत्वपरिणामित्वविशेषणाभ्यां जडस्वरूपः कुटस्थनित्यो नैयायिकादिसम्मतः प्रमाता व्यवच्छिद्यते । यतो येषामात्माऽनुपयोगस्वभावस्तावत्, तेषां नासौ पदार्थपरिच्छेदं विदध्याद्, अचेतनत्वाद् आकाशवत् । अथ नोपयोगस्वभावत्वं चेतनत्वम्, किन्तु चैतन्यसमवायः, स चात्मनोऽस्तीत्यसिद्धमचेतनत्वमिति चेत्, तदनुचितम्, इत्थमाकाशादेरपि चेतनत्वापत्तेः । चैतन्यसमवायो हि विहायःप्रमुखेऽपि समानः, समवायस्य स्वयमविशिष्ट स्यैकस्य प्रतिनियमहे त्वभावादात्मन्येव ज्ञानं समवेतं नाकाशादिष्विति विशेषाव्यवस्थितेः ॥
હવે પ્રથમનાં બે વિશેષણો સમજાવે છે કે ચૈતન્ય સ્વરૂપત્ય અને પરિણામિત્વ આવા પ્રકારનાં મૂળસૂત્રમાં કહેલાં આત્માનાં લક્ષણાત્મક એવાં બે વિશેષણો દ્વારા નૈયાયિકાદિ દર્શનકારોને માન્ય એવા પ્રમાતાનો (પ્રમાતાના સ્વરૂપનો) વ્યવચ્છેદ (ખંડન) કરાય છે. નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો આત્માને ઉપયોગ સ્વભાવથી રહિત એટલે જડ-સ્વરૂપવાળો અને કૂટસ્થનિત્ય માને છે તેનું આ બે વિશેષણથી ખંડન થાય છે. આત્મા જડ-સ્વરૂપ નથી પરંતુ ચૈતન્યસ્વરૂપ છે. અને કૂટસ્થનિત્ય નથી પરંતુ પરિણામી છે.
આવા કથનથી જેઓ ચૈતન્ય-સ્વરૂપ અને પરિણામી નથી માનતા. તેઓનું ખંડન થાય છે. કારણકે જેઓના મતે આ આત્મા અનુપયોગ સ્વભાવવાળો છે. તેઓના મતે આત્મા પદાર્થોનો બોધ કરી શકશે નહીં. તેનું અનુમાન આ પ્રમાણે છે. असौ पदार्थपरिच्छेदं न कुर्यात्, अचेतनत्वात् आकाशवत् ॥
નૈયાયિક– હે જૈનો ! ચેતન એટલે ઉપયોગ-સ્વભાવાત્મક એવો અર્થ નથી. અર્થાત્ આ આત્મા ઉપયોગ-સ્વભાવાત્મક છે માટે ચેતન છે એમ નથી. પરંતુ ચેતન
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org