________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
એટલે ચૈતન્યગુણનો સમવાય-સંબંધ એવો અર્થ છે. તે ચૈતન્યગુણનો સમવાય-સંબંધ છે જે આત્માને તે આત્મા ચૈતન્યના સમવાય-સંબંધવાળો છે. એટલે ચેતન છે. માટે “અમે નૈયાયિકો આત્માને અચેતન માનીએ છીએ' એવી તમારી જૈનોની વાત ખોટી છે. આત્મામાં અચેતનત્વ હેતુ સિદ્ધ થતો નથી, એટલે અસિદ્ધહેત્વાભાસ તમારા અનુમાનમાં થાય છે. અમે નૈયાયિકો તો આત્માને ચૈતન્ય-સ્વરૂપવાળો એવો ચેતન અર્થાત્ ચૈતન્યતામય માનતા નથી. પરંતુ ચૈતન્યના સમવાય-સંબંધવાળો એવો આ ચેતન છે એમ કહીએ છીએ. જેથી અચેતનત્વ હેતુ આત્મામાં અસિદ્ધ છે.
૨૫૮
જૈન– તદ્દનુચિતમ્=તે વાત ઉચિત નથી. જો આત્મા સ્વયં જડ-સ્વરૂપ હોય અને સમવાય-સંબંધથી ચૈતન્ય તેમાં આવેલ હોય તો આ રીતે તો આકાશાદિ જડદ્રવ્યોને પણ ચેતનતાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. કારણકે ચૈતન્યધર્મને જોડનારો એવો સમવાય-સંબંધ તો આકાશ વગેરે જડ-દ્રવ્યોમાં પણ સમાન જ રહેલો છે. કારણકે “સમવાય” આખા જગતમાં તે પોતે અવિશિષ્ટપણે (એટલે કે એકસરખો સમાનપણે) રહેલો છે. એટલે કે કોઇપણ જાતની વિશેષતા (ભેદભાવ) વિના સર્વત્ર સમાનપણે વિદ્યમાન છે. વળી તે એક જ છે. તેથી તે સમવાય જ્ઞાનગુણને આત્મામાં જ જોડે અને આકાશાદિ અન્ય જડ-દ્રવ્યોમાં ન જોડે એવું પ્રતિનિયત (અમુક દ્રવ્યમાં જ જ્ઞાનને જોડવાનું) કારણ તેમાં ન હોવાથી આ સમવાય તો જ્ઞાનને આત્મામાં પણ જોડશે. અને આકાશાદિ અન્ય-દ્રવ્યોમાં પણ જોડશે. એમ સર્વત્ર જોડશે. તેથી પ્રતિનિયમન કરનારૂં બીજું કોઇ કારણ ન હોવાથી આ સમવાય-સંબંધ જ્ઞાનને આત્મામાં જ સમવેત કરે અને આકાશ આદિ અન્ય-દ્રવ્યમાં સમવેત ન કરે એવી વિશેષ વ્યવસ્થા ઘટી શક્તી નથી. માટે સર્વત્ર જ્ઞાન સમવેત થવું જોઇએ. અને આમ માનવાથી આકાશાદિમાં પણ ચૈતન્યમય સ્વરૂપતાની પ્રાપ્તિ આવશે.
ननु यथेह कुण्डे दधीति प्रत्ययाद् न तत्कुण्डादन्यत्र तद्दधिसंयोगः शक्यसम्पादन:, तथेह मयि ज्ञानमितीहेदंप्रत्ययाद् नात्मनोऽन्यत्र गगनादिषु ज्ञानसमवाय इति चेत्, तदयौक्तिकम्, यतः खादयोऽपि ज्ञानमस्मास्विति प्रतियन्तु स्वयमचेतनत्वात्, आत्मवत् । आत्मनो वा मैव प्रतिगुः, तत एव खादिवत् । इति जडात्मवादिमते सन्नपि ज्ञानमिहेतिप्रत्ययः प्रत्यात्मवेद्यो न ज्ञानस्यात्मनि समवायं नियमयति, विशेषाभावात् ॥
રૈયાયિક—“આ કુંડામાં દધિ છે” એવું જે જ્ઞાન થાય છે. તેનાથી સમજાય છે કે ધિ કુંડામાં જ છે. કુંડાથી અન્યત્ર નથી. આવા પ્રકારનો પ્રત્યય (આ અહીં જ છે) વાળો બોધ જ વસ્તુને એક-સ્થાને છે અને અન્યત્ર નથી એમ નિયમિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org