________________
૩૨૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ कर्मनिर्माणम् । कारणाभावात् तादृशसुखोत्पाद एव नास्तीति चेत् । न, सकलकर्मोपरमस्यैव तत्कारणस्य सद्भावात् ।
નૈયાયિક– હે જૈન ! તમારી ઉપરોક્ત વાત સાચી નથી. સર્વથા સુખના ક્ષયવાળી અમે માનેલી તેવા પ્રકારની મુક્તિમાં પંડિત પુરુષોને લાભાતિરેક (પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના) થશે જ. અમે તૈયાયિકો બુદ્ધિ આદિ નવ ગુણોના ક્ષય સ્વરૂપ મુક્તિ માનીએ છીએ. તેમાં સુખનો પણ ક્ષય છે. તેથી સર્વથા સુખના અભાવવાળી મુક્તિ પંડિતોને નહી ગમે, પણ અલ્પ સુખની માત્રા વાળો સંસાર ગમશે. આવી તમારી જૈનોની વાત ઉચિત નથી. કારણકે પંડિત પુરુષો વિચારક હોય છે. તેથી તેઓ આવો વિચાર કરે છે કે
સર્વથા દુઃખના સંસ્પર્શથી શૂન્ય અર્થાત્ અલ્પ પણ દુઃખ નથી જેમાં એવા શાશ્વતિક (વૈકાલિક) સુખમાત્રના જ સંભોગવાળું સ્થાન મારે મેળવવું છે. પરંતુ તેવા પ્રકારના કેવળ એકલા સુખવાળા સ્થાનનો અસંભવ છે. તથા જ્યાં સુખ અને દુઃખ આ બન્ને મિશ્ર છે. ત્યાં તે બેમાં દુઃખ તો અવશ્ય હેય જ છે. અને વિવેકપૂર્વક કેવળ એકલા દુઃખ દુઃખનો જ ત્યાગ કરાય અને સુખ સુખ જ લેવાય એવું અશક્ય હોવાથી એક જ પાત્રમાં મિશ્ર થયેલા વિષ અને મધ હોય તો જેમ વિષની ખાતર મધ પણ ત્યજી દેવાય છે. તેવી રીતે જુદું પાડીને દુઃખ ત્યજાય તેમ ન હોવાથી દુઃખવાળું સુખ પણ ત્યજાય જ છે. આ રીતે સંસાર સુખ-દુઃખની મિશ્રતાવાળો છે. તેમાં કેવળ એલું દુઃખ જ ત્યજવા જેવું છે. સુખ લેવા જેવું છે. પરંતુ વિવેક પૂર્વક ભેદ કરવો અશક્ય હોવાથી દુઃખના ત્યાગની ખાતર સુખ પણ ત્યજાય જ છે. તેથી સંસાર છોડવા જેવો જ છે. અને મુક્તિ નવ ગુણોના ક્ષયવાળી હોવાથી ભલે તેમાં સુખ નથી. તો પણ દુઃખ તો બીલકુલ નથી જ ને ? આમ સમજીને પંડિત પુરુષો અમારી માનેલી મુક્તિ મેળવવા ઇચ્છે છે.
તે પંડિત પુરુષો આવા પ્રકારના નિર્ણય ઉપર આવે છે કે સંસાર કરતાં નૈયાયિકોએ માનેલો મોક્ષ જ સારો છે. કે જ્યાં આ આટલો મોટો દુઃખનો પ્રબંધ (વિસ્તાર) તો લુપ્ત થાય છે. (પછી ભલેને ત્યાં સુખ ન હોય). આટલો મોટો દુઃખનો ભાર જ જતો રહેતો હોય તો ક્યારેક ક્યારેક આવનારા સુખનો લવલેશ પણ જતો કરવો (ત્યજી દેવો) જ સારો. પરંતુ તે સુખનો લવલેશ મેળવવા માટે આટલો મોટો દુઃખભાર વહોરી લેવો તે સારું નથી. આ રીતે વિચારીને નિર્ણય ઉપર આવેલા પંડિત પુરુષો નવ ગુણોના ક્ષયવાળી અને તેથી જ સુખ વિનાની અમારી મુક્તિ મેળવવાની ઇચ્છા રાખશે અને પ્રયત્નશીલ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org