________________
10
પરિચ્છેદ ૬-૧૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉપરના નવમા સૂત્રમાં જે વાત સમજાવવામાં આવી છે. એ જ વાત ગ્રંથકાર દશમા સૂત્રમાં વધારે સ્પષ્ટ સમજાવે છે.
સૂત્રાર્થ- જે આત્મા પ્રમાણ-જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ આત્મા ઉપાદાન કરે છે. ત્યાગ કરે છે. અને ઉપેક્ષા કરે છે. આ પ્રમાણે વ્યવહાર કુશળ સમસ્ત પુરુષો વડે અખલિતપણે અનુભવ કરાય છે. I ૬-૧૦ ||
ટીકાર્થ- સ્વ-પર વ્યવસાયી એવું જ્ઞાન થયું તે પ્રમાણ છે. અને તે જ્ઞાન થવાથી ઉપાદાનાદિ બુદ્ધિ થવી એ પ્રમાણનું ફળ છે. જે આત્મા રજુ કે સર્પનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ આત્મા ઉપાદેય વસ્તુ સમજીને ગ્રહણ કરવા જાય છે. હેય વસ્તુ સમજીને ત્યજવાનો પ્રયત્ન કરે છે. અને ઉપેક્ષણીય વસ્તુ જણાય તો ઉપેક્ષા કરે છે. તેથી પ્રમાણ અને પ્રમાણ-ફળ એ બન્ને પર્યાયોનો આધાર એક જ પ્રમાતા (આત્મા) હોવાથી અવશ્ય કથંચિત્ જ ભિન્ન છે. એકાન્ન ભિન્ન નથી. કારણકે પ્રમાણપણાના પર્યાયરૂપે જે પરિણામ પામે છે તે પ્રમાતા અન્ય હોય, અને ઉપાદાન, હાન તથા ઉપેક્ષા બુદ્ધિના પર્યાય સ્વભાવે જે પરિણામ પામે છે તે આત્મા ભિન્ન હોય, આવો અનુભવ કોઈપણ સમજદાર આત્માને થતો નથી. “આ સર્પ છે એવું જ્ઞાન ચૈત્રને થતું હોય અને ભાગંભાગ મૈત્ર કરતો હોય” આવું કોઇપણ સ્થાને અનુભવાતું નથી. તેથી પ્રમાતા દ્રવ્ય બને અવસ્થામાં એક હોવાથી પ્રમાણ અને પ્રમાણ-ફળ કથંચિત્ અભિન્ન પણ છે. ૬-૧૦
यथोक्तार्थानभ्युपगमे दूषणमाहुः इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लव: प्रसज्येत ॥६-११॥
टीका- इतरथेत्येकस्यैव प्रमातुः प्रमाणफलतादात्म्यानङ्गीकारे इमे प्रमाणफले स्वकीये, इमे च परकीये इति नैयत्यं न स्यादिति भावः । तदित्थमुपादानादौ व्यवहिते फले प्रमाणादभेदस्यापि प्रसिद्धेर्न तेन प्रकृतहेतोर्व्यभिचार इति સિદ્ધમ્ / ૬-૨૨
ઉપર સૂત્ર ૬ થી ૧૦માં સમજાવેલ પ્રમાણ અને પ્રમાણ-ફળનો સ્યાદ્ ભેદભેદ રૂપ અર્થ જો ન સ્વીકારવામાં આવે (અને એકાન્ત ભેદ જ જો સ્વીકારવામાં આવે) તો શું દૂષણ આવે ? તે દૂષણ ગ્રંથકારશ્રી સમજાવે છે
સૂત્રાર્થ- જો આ પ્રમાણે માનવામાં ન આવે તો સ્વસંબંધી અને પરસંબંધી પ્રમાણ તથા પ્રમાણફળની જે વ્યવસ્થા છે. તેનો વિનાશ જ પ્રાપ્ત થાય. ૬-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org