SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ તાગા=બન્ને ગુણો દ્વારા સર્વકર્મોના ક્ષયાત્મક એવી સિદ્ધિ એટલે કે મુક્તિ થાય છે. ननु सम्यग्दर्शनमपि कृत्स्नकर्मक्षयकारणमेव । यदाहुः-"सम्यग्दर्शनज्ञानचारित्राणि મોક્ષમા' રૂત્તિ, તત્ તથમિદ નોપવિષ્ટમ્ ? | ઉત્તે-સવ્ય જ્ઞાનોપદ્દિાનેવ તયાक्षिप्तत्वात् , द्वयोरप्यनयोः सहचरत्वात् । सम्यग्ज्ञानस्य क्रियातः पृथगुपादानाद् या क्रिया सम्यग्ज्ञानपूर्विका सैव तत्कारणम्, न पुनर्मिथ्यात्वमलपटलावलुप्तविवेकविकलानां मिथ्याज्ञानपूर्विका कन्दफलमूलशैवालकवलनादिका ॥ પ્રશ્ન-જૈન શાસ્ત્રોમાં જેમ સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયા આ બે કારણો મુક્તિનાં કહ્યાં છે. તેમાં ત્રીજાં સમ્યગ્દર્શન પણ સર્વકર્મોના ક્ષય (સ્વરૂપ મુક્તિ)નું કારણ કહેલું જ છે. તે આ પ્રમાણે–તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતિજી મ. શ્રી કહે છે કે–“સતિનજ્ઞાનચરિત્રાMિ મોક્ષમા'=સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણે મુક્તિનો માર્ગ છે. તો તે સમ્યગ્દર્શન પણ મુક્તિનું કારણ છે. તેને અહીં કેમ ન કહ્યું ? ત્રણ કારણો ન કહેતાં બે જ કારણો કેમ કહ્યાં ? ઉત્તર- સમ્યજ્ઞાનના કથન વડે જ સમ્યગ્દર્શનનો ઉલ્લેખ પણ સમજી લેવો. કારણકે તે બન્ને સહચારી છે. આ જીવ જ્યારે સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે જ સમયે સમ્યજ્ઞાન પણ સાથે જ પામે છે. તેથી એકના કથન વડે બન્ને સમજી લેવાં. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહચારી હોવાથી એકના ઉલ્લેખમાં બીજું સમજી લેવું. સમ્યજ્ઞાનની ક્રિયાથી ભિન્ન ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે જે ક્રિયા સમ્યજ્ઞાન પૂર્વકની હોય છે. તે જ મુક્તિનું કારણ બને છે. પરંતુ મિથ્યાત્વરૂપી મલના સમૂહથી અવલુપ્તતાના કારણે જ વિવેક વિનાના બનેલા પુરુષોની મિથ્યાજ્ઞાન પૂર્વકની કંદ, ફળ, મૂલ અને શેવાલનું (કવલન=) ભક્ષણ કરવું ઇત્યાદિ સ્વરૂપ પાપની ક્રિયા સર્વ કર્મના ક્ષય સ્વરૂપ મુક્તિનું કારણ બનતી નથી. સમ્યજ્ઞાનપૂર્વકની હેયોપાદેયભાવોના હાનોપાદાન રૂપ વિવેકપૂર્વકની ધર્મક્રિયા જ મુક્તિહેતુ બને છે. कृत्स्नस्याऽष्टप्रकारस्यापि, न तु कतिपयस्य, जीवनमुक्तेरनभिधित्सितत्वात् । कर्मणो ज्ञानावरणादेरदृष्टस्य, न तु बुद्ध्यादिगुणानामपि, नापि ज्ञानमात्रसंतानस्य । क्षयः सामस्त्येन प्रलयः स्वरूपं यस्याः सा तथा । एतेन नैयायिकसौगतोपकल्पितમુpપ્રતિક્ષેપ: I wવંવિધા સિદ્વિપક્ષો મવતિ | મૂલસૂત્રમાં 7 શબ્દનો જે ઉલ્લેખ કર્યો છે. તેથી સઘળાં એવાં આઠે પ્રકારનાં પણ કર્મોનો ક્ષય એ જ મુક્તિનું કારણ છે. પરંતુ કેટલાક જ કર્મોનો ક્ષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy