________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
છે એમ જે મનાયું છે. તે પણ ખોટું છે. બૌદ્ધો વડે વાસના સ્વભાવાત્મક અદૃષ્ટ છે એમ જે મનાયું છે. તે પણ મિથ્યા છે. અને બ્રહ્મવાદી એવા મીમાંસકો વડે અવિદ્યાસ્વરૂપ આ અદૃષ્ટ છે એમ જે કહેવાયું છે. તે પણ મિથ્યા છે. આ ચારે પક્ષોના મતોનું ઉપરની ચર્ચાથી ખંડન થયું છે. એમ સમજી લેવું. ઘણા વિસ્તારથી જો આ ચારે પક્ષોનું ખંડન (નિષેધ) અહીં કરાય. તો કેવળ ગ્રંથના વિસ્તાર માટે જ થાય તેમ છે. તેથી કરેલ નથી. ॥ ૭-૫૬॥
अथात्मन एव विशेषणान्तरमाहुः -
-
तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ७-५७ ॥
અવતરણાર્થઃ– હવે આ આત્માનાં જ બીજાં કેટલાંક વિશેષણો સમજાવે છે.
સૂત્રાર્થ- પ્રાપ્ત કર્યું છે પુરુષ અથવા સ્ત્રીનું શરીર જેણે એવા તે આત્માની સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા દ્વારા સર્વકર્મોના નાશ સ્વરૂપ એવી સિદ્ધિ (મુક્તિ) થાય છે. II ૭-૫૭ના
૩૧૧
तस्याऽनन्तरनिरूपितरूपस्याऽऽत्मनः, उपात्तपुंस्त्रीशरीरस्य स्वीकृतपुरुषयोषिद्वपुषः, एतेन स्त्रीनिर्वाणद्वेषिणः काष्ठाम्बरान् शिक्षयन्ति । सम्यग्ज्ञानं च यथावस्थितवस्तुतत्त्वावबोधः, क्रिया च तपश्चरणादिका, ताभ्याम् ॥
તત્ત્વ=તે આત્માની મુક્તિ થાય છે. કે જે આત્માની હમણાં ૫૬મા સૂત્રમાં જ ઘણી ઘણી ચર્ચાના નિરૂપણ દ્વારા સત્તા (અસ્તિત્વ) પ્રગટ કરવામાં આવી (આવ્યું) છે.
આ મનુષ્યભવમાં જે આત્મા સ્ત્રીના આકારનું અથવા પુરુષના આકારનું શરીર પામ્યો છે, એટલે કે જે સ્ત્રી છે, અથવા પુરુષ છે. તેની જ મુક્તિ થાય છે. અહીં સ્ત્રી આકારે શરીરવાળા આત્માની પણ મુક્તિ થવાનું વિધાન કરવા દ્વારા સ્ત્રીજીવોની મુક્તિ માનવામાં અતિશય દ્વેષવાળા એવા કાષ્ઠાંબરોને (દિગંબરોને) ગ્રંથકારશ્રી શિખામણ=સદુપદેશ આપે છે કે ભાઇ ! સ્ત્રીની પણ મુક્તિ થઇ શકે છે.
તથા સમ્યજ્ઞાન એટલે કે યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ=અર્થાત્ જે વસ્તુ જેમ છે તે વસ્તુને બરાબર તે રૂપે અને તેમજ જાણવી. અને સમ્યક્ ક્રિયા એટલે કે સમભાવ પૂર્વક તપ અને ચારિત્રની આસેવના કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org