________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
વાદી કે પ્રતિવાદી બન્ને વક્તાઓ પોતપોતાના પક્ષના અતિશય આગ્રહી છે. વળી જિગીષુભાવ છે. એટલે વિરામ ન પામવાની વૃત્તિવાળા છે. તેથી પોતાના કથન કરેલા હેતુમાં દોષો દેખીને નવા નવા હેતુઓ કલ્પે તો કથાનો પાર જ ન આવે અને શ્રોતા વર્ગ ઉદ્વેગ પામી જાય. તેથી હેતુમાં દોષ જ્યારે ઉદ્ભાવિત કરાયો. ત્યારે તે દોષનું નિવારણ કરવું એ જ પોતાના પક્ષની સિદ્ધિનો ઉપાય છે. જો ઉદ્ભાવન કરેલા દોષનું નિવારણ તમે ન કરો અને નવા નવા હેતુઓ રજુ કરો તો તેનો અર્થ એ થાય છે કે સામેની વ્યક્તિ દ્વારા પોતાને અપાયેલો દોષ તો પોતે સ્વીકારી જ લીધો છે. એટલે પરાભવ તો સિદ્ધ થઇ જ ચૂક્યો છે પછી અધિક બોલવાનો કંઇ અર્થ નથી.
તે કારણથી આખી વાતનું રહસ્ય અહીં આ પ્રમાણે છે કે- વાદકથામાં વાદી દ્વારા પ્રથમ કહેવાયેલા સાધનવચનને અને તેની સામે પ્રતિવાદી દ્વારા કહેવાયેલા
દૂષણવચનને ત્યજીને બીજા હેતુને કે બીજા દોષને કહેવો જોઇએ નહીં. અર્થાત્ બીજા હેતુને કે બીજા દૂષણને કહીને નિરર્થક વાદકથા લંબાવવી જોઇએ નહીં.
विरुद्धत्वोद्भावनवत् प्रत्यक्षेण पक्षबाधोद्भावनेऽप्येकप्रयत्ननिर्वर्त्ये एव परपक्षप्रतिक्षेपस्वपक्षसिद्धी । कदाचिद् भिन्नप्रयत्ननिर्वर्त्ये एते संभवतः, तत्र चायमेव क्रमः -प्रथमं परपक्षप्रतिक्षेपः, तदनु स्वपक्षसिद्धिरिति । यथा - नित्यः शब्दश्चाक्षुषत्वात्, प्रमेयत्वाद् वा, इत्युक्तेऽसिद्धत्वानैकान्तिकत्वाभ्यां परपक्षं प्रतिक्षिपेत् अनित्यः शब्दः कृतकत्वात्, इत्यादिना च प्रमाणेन स्वपक्षं साधयेत् ॥
૪૧૭
"
વાદી દ્વારા કહેવાયેલા અનુમાનમાં પ્રતિવાદી દ્વારા વિરુદ્ધતા દોષનું ઉદ્ભાવન કરવા સ્વરૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આમ બન્ને કાર્યો જેમ થઇ જાય છે. તેમ વાદીના અનુમાનમાં પ્રતિવાદી દ્વારા જો પ્રત્યક્ષ પ્રમાણ વડે પક્ષની બાધા દોષનું ઉદ્દ્ભાવન કરવામાં આવે (એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી હેતુ બાધિત હેત્વાભાસ છે આમ સાબિત કરવામાં આવે) તો પણ એક જ પ્રયત્નમાત્રથી પરપક્ષખંડન અને સ્વપક્ષસિદ્ધિ થવા રૂપ બે કાર્યો થઇ જાય છે.
૫૩
સારાંશ કે પ્રતિવાદી વડે વાદીના અનુમાનમાં વિરુદ્ધતા અથવા બાધિતતા જો જણાવાય તો પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આ બન્ને કાર્યો એક પ્રયત્ન માત્રથી જ સિદ્ધ થઇ જાય છે. પરંતુ અસિદ્ધતા જો જણાવાય તો પરપક્ષનું (વાદીનું) ખંડન માત્ર થાય છે. પણ સ્વપક્ષની (પ્રતિવાદીના પક્ષની) સિદ્ધિ થતી નથી. તે સિદ્ધ કરવા માટે પ્રતિવાદીએ સાધનવચન જણાવવું જ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org