________________
૨૬
પરિચ્છેદ ૬-૨૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
આ પ્રમાણે (૧) સ્વરૂપ (૨) સંખ્યા (૩) વિષય અને (૪) ફલ એમ ચાર પ્રકારે પ્રમાણનું યથાર્થ (સાચું) સ્વરૂપ સમજાવીને હવે હેયનું જ્ઞાન હોય તો જ હેયનો ત્યાગ કરીને ઉપાદેયનો સમ્યપ્રકારે સ્વીકાર કરી શકાય એટલા માટે તે પ્રમાણના સ્વરૂપાભાસાદિ ચાર આભાસોને પણ જણાવે છે
સૂત્રાર્થ-પ્રમાણના સ્વરૂપાદિ ચારથી જે જે વિપરીત છે. તે તે તદાભાસ કહેવાય છે. I ૬-૨૩ |
ટીકાર્થ-(૧) પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું સ્વરૂપ (લક્ષણ) જણાવ્યું છે સ્વ-પર વ્યવસાયી એવું જે જ્ઞાન તે પ્રમાણ. (૨) બીજા, ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં પ્રમાણની સંખ્યા જણાવી છે. તે પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ છે. તથા તેના સાંવ્યવહારિક-પારમાર્થિક-વિલ-સલ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-અનુમાન અને આગમ આદિ અનેક ભેદો છે. આ સંખ્યા જણાવી છે. (૩) પાંચમા પરિચ્છેદમાં તે પ્રમાણથી જાણવા લાયક શેય એટલે કે વિષય જણાવ્યો છે. સામાન્ય અને વિશેષાદિ અનેકત્તાત્મક વસ્તુ જે છે. તે પ્રમાણનો વિષય છે ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યગ્સામાન્ય તથા ગુણ અને પર્યાય તેના ભેદો છે. (૪) આ છઠ્ઠા પરિચ્છેદમાં અજ્ઞાન-નિવૃત્તિ, ઔદાસીન્ય અને હાનોપાદાનાદિબુદ્ધિ એ અનંતર અને પરંપરા રૂપ ફળ જણાવેલ છે.
આ પ્રમાણે પૂર્વે આવી ગયેલા ૧ થી ૬ સુધીના પરિચ્છેદોમાં પ્રતિપાદન કરેલા પ્રમાણ સંબંધી સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળ એમ સ્વરૂપાદિ ચારથી વિપરીત (પોતપોતાની માન્યતા મુજબ, ગમે તેમ, યુક્તિ, આગમ અને અનુભવ વિરુદ્ધ) જે કોઇ અપર સ્વરૂપાદિ માનવામાં આવે છે તે સ્વરૂપાભાસાદિ કહેવાય છે. ઉપરછલી રીતે સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળ જેવું માત્ર દેખાય. પણ વાસ્તવિકપણે સાચું તેવું હોય નહીં તે તે તદાભાસ કહેવાય છે. એટલે કે સ્વરૂપાભાસ-સંખ્યાભાસ-વિષયાભાસ અને ફલાભાસ કહેવાય છે.
હવે આ મિથ્યા સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળનું હેય તરીકે જ્ઞાન જો ન મેળવ્યું હોય તો મિથ્યા સ્વરૂપ શું ? અને સમ્ય સ્વરૂપ શું ? એ જ્ઞાન થઈ જ ન શકે, અને તેવા જ્ઞાન વિના સમ્યક્ સ્વરૂપાદિનું ગ્રહણ થઇ ન શકે તેથી સાચાનું જ ઉપાદાન થાય, અને ખોટાથી બચી જવાય તેટલા માટે ખોટાને પણ જાણવું જરૂરી છે. સાચી અને ખોટી નોટો ભેગી થયેલી હોય ત્યારે જો ખોટી નોટોને આ નોટ ખોટી છે. એ તરીકે ઓળખતાં ન આવડે તો સાચી નોટોનું જ માત્ર ગ્રહણ કેમ થઈ શકે ? અને તેના વિના સુખ પ્રાપ્તિ પણ કેમ થાય ? તેથી સાચી નોટોનું જ માત્ર ગ્રહણ થાય, એટલા માટે સાચી નોટોની જેમ ખોટી નોટો પણ જાણવી પડે છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org