________________
८८
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
હોવાથી કોઇનો પણ તેમાં પક્ષપાત ન હોવાથી પ્રતિવાદીને પણ સ્વીકારવી જ પડે છે. તેથી વાદીએ પ્રમાણ જણાવ્યું અને પ્રતિવાદીને પ્રમાણયુક્ત હોવાથી હેતુ સ્વીકારવો જ પડ્યો, તેથી બન્નેને પણ આ હેતુ સહેતુ જ સિદ્ધ થયો. અસિદ્ધ રહ્યો જ નહીં. માટે ઉભયાસિદ્ધ હેત્વાભાસ છે. પરંતુ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ નથી.
અહી કદાચ જૈનો પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે આવું કહે કે યાવન્ન પર પ્રતિક પ્રતિવાદી વડે વાદીનો હેતુ અસિદ્ધ છે એમ કહેવાયું, ત્યારબાદ જ્યાં સુધી વાદી દ્વારા પર એવા પ્રતિવાદી પ્રત્યે પ્રમાણ આપવા પૂર્વક એ હેતુ સહેતુ છે એમ સિદ્ધ કરાતું નથી. ત્યાં સુધી તો (અલ્પકાલ પૂરતો તો) તે હેતુ તે પ્રતિકતે પ્રતિવાદીને આશ્રયી અન્યતરાસિદ્ધ થાય જ છે. આવો અલ્પકાલીન અન્યતરાસિદ્ધ લઈને કદાચ જૈનો બચાવ કરે તો તે યોગ્ય નથી. કારણકે તે અસિદ્ધત્વ ગૌણ થયું. તુચ્છ થયું. જ્યાં સુધી પ્રમાણ જણાવે નહી ત્યાં સુધી ભલે તમે તેને અસિદ્ધ હેતુ કહો. પરંતુ વાદી પ્રમાણ જણાવવાનો જ છે. અને તે હેતુ અસિદ્ધને બદલે સિદ્ધ થવાનો જ છે. એનો અર્થ એ કે તે હેતુ સિદ્ધ જ છે (સહેતુ જ છે.) માત્ર પ્રમાણ નથી જણાવ્યું. ત્યાં સુધી તેની સત્તા જણાતી નથી. તેથી પ્રતિવાદી અથવા સભાના લોકો તેને અસિદ્ધ માની લે છે, પરંતુ તે વાસ્તવિક પણ નથી. અને દીર્ઘકાળ તે અસિદ્ધતા રહેવાની પણ નથી. માટે ગૌણ છે. જેમ રત્નાદિ પદાર્થ તત્ત્વસ્વરૂપે (રત્નસ્વરૂપે) કદાચ ન ઓળખાયો હોય તો તેટલા કાળ પૂરતો પણ આ કાચનો ટુકડો જ છે એમ તદાભાસ (રત્નાભાસ) થઈ જાય, પરંતુ કાળાન્તરે સત્ય સમજાઈ જવાથી અને આ અજ્ઞાન દીર્ઘકાળ ન રહેતું હોવાથી આ રત્નાભાસતા એ મુખ્યપણે કહેવાતી નથી.
વળી પ્રતિવાદી દ્વારા વાદીનો હેતુ અસિદ્ધ છે. એમ જેવું કહેવાયું. ત્યારે જ વાદીને ભલે અસિદ્ધ તરીકે માન્ય ન હોય તો પણ પ્રતિવાદીને આ હેતુ અસિદ્ધ હોવાથી અમાન્ય ઠર્યો. આ પ્રમાણે તે હેતુ અન્યતરાસિદ્ધ થયો. તે હેતુ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થવાથી જ (અનુમાન રજુ કરનાર) વાદી નિગૃહીત થઈ જ જાય છે. એટલે કે પરાભવ પામી જ જાય છે. અને રાજ્યસભામાં એકવાર નિગૃહીત થયેલાનો (પરાભવ પામલાનો) ફરીથી અનિગ્રહ (વિજય) થાય તે યોગ્ય નથી. કારણ કે પછીથી પોતાના હેતુને સહેતુ તરીકે સમર્થન કરવું તે ઉચિત નથી. જ્યારે વાદીનો પરાભવ થયો ત્યારે જ ત્યાં વાદવિવાદનો અંત જ આવી ગયો ગણાય. વાદી અથવા પ્રતિવાદી બેમાંથી કોઈપણ એક પરાભવ પામે એટલે ત્યાં જ વાદ સમાપ્ત થાય છે. માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી.
अत्रोच्यते- यदा वादी सम्यग्घेतुत्वं प्रतिपद्यमानोऽपि तत्समर्थनन्यायविस्म
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org