________________
૨૩૦
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ નથી) તે આ પ્રમાણે-“હું સુખી છું હું દુઃખી છું” આવા પ્રકારનો અહંપ્રત્યય જ ચૈતન્યતત્ત્વમય એવા આત્મા નામના તત્ત્વને સિદ્ધ કરે છે. હું સુખી છું, હું દુઃખી છું. આવા પ્રકારનો જે અહં પ્રત્યય થાય છે. તે ભ્રમનો જ ભાઈ છે, અર્થાત્ ભ્રમાત્મક જ છે. મિથ્યા છે. એમ ન સમજવું. કારણ કે તેવા પ્રકારના જ્ઞાનમાં કોઇપણ પ્રકારનો વિસંવાદ રૂપ (અપવાદ એટલે) દોષ નથી. અર્થાત્ આ જ્ઞાન વિસંવાદ રૂપ દોષથી રહિત છે. અવિસંવાદી જ્ઞાન છે. તેથી યથાર્થ છે.
તથા આ “અહંપ્રત્યય” એ અનુમાનાદિ ઇતર પ્રમાણરૂપ પણ નથી (અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણ જ છે, કારણકે અનુમાનાદિ જે જે ઇતર પ્રમાણો છે, તેમાં લિંગાદિ (લિંગ-વ્યાપ્તિ પરામર્શ તથા આગમ પ્રમાણમાં આપ્તવાક્ય આદિ) જે જે કારણોના સમૂહનો ઉપનિપાત હોવો જોઇએ તેના વિના જ આ અહંપ્રત્યય થાય છે. અનુમાન કરવામાં લિંગ, અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ, અન્વયવ્યતિરેક ઉદાહરણ, ઉપનય, નિગમન, ઇત્યાદિ જે કારણ-સામગ્રી જોઈએ. આગમપ્રમાણમાં આપ્તવાક્યાદિ જે કારણ-સામગ્રી જોઇએ તે અહંપ્રત્યયમાં નથી. તેથી તે અહંપ્રત્યય રૂપ બોધ અનુમાનાદિ પ્રમાણ રૂપ નથી. પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે.
વળી પ્રત્યક્ષ પ્રમાણનું સ્પષ્ટ પ્રત્યક્ષ “સ્પષ્ટ બોધ થવો” એવું જે લક્ષણ છે. તે અહીં અહંપ્રત્યયમાં યથાર્થ અનુભવાય છે. તેથી સ્પષ્ટ પ્રતિભાસ (સ્પષ્ટબોધ) થવા સ્વરૂપ હોવાના કારણે પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણવાળો આ અહંપ્રત્યયનો અન્તર્મુખાકારપણે (હૃદયની અંદર જ અનુભવાત્મક સ્વરૂપે) સ્કુરાયમાન થતો બોધ જ આત્મા નામના તત્ત્વની ઉદ્ઘોષણા (સિદ્ધિ) કરે છે.
ननु मूर्तिमात्रमन्त्रणप्रवण एवैष प्रत्ययः, स्थूलोऽहं, कृशोऽहमित्यादिप्रत्ययवत् , न खल्वेषोऽप्यात्मालम्बनः, तस्य स्थूलतादिधर्माधारत्वाभावादिति चेत्, तत्किमिदानीमुन्दुरवृन्दं विद्यत इति मन्दिरमादीपनीयम् । न हि नीलः स्फटिक इत्यादि वेदनं सत्यं न सम्भवतीत्येतावता शुक्लः स्फटिक इत्यपि मा भूत् । स्थूलोऽहमित्याद्यपि हि ज्ञानं स्थूलशरीरवानहमित्येवं शरीरोपाधिकमुत्पद्यमानमात्मालम्बनतया सत्यमेव, यदि तु भेदं तिरस्कुर्वदुत्पद्यते तदा भ्रान्तमेव, नीलः स्फटिक इत्यादिज्ञानवत् । अस्ति च भेदेनापि प्रतिपत्तिः स्थूलं कृशं वा मम शरीरमिति ॥
ચાર્વાક હે જૈનો ! આ “અહંપ્રત્યય” તો મૂર્તિ માત્રને જ (શરીર માત્રને જ) જણાવવામાં તત્પર છે. એટલે કે અહંપ્રત્યયથી તો શરીર જ જણાય છે, આત્મા જણાતો નથી. કારણકે હું સ્કૂલ છે. હું કૃશ છું આવા પ્રકારનો બોધ જેમ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org