SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ વગેરે સંભવી શકે છે. તમે જે પૂર્વે કહેલું કે અન્યવડે જોવાયું હોય તે અન્ય વડે સ્મરણ કરાતું નથી. જેમ ચૈત્રવડે જોવાયું હોય તે મૈત્ર વડે સ્મરણ કરાતું નથી. પરંતુ તમારી આ વાત તદ્દન અસત્ય છે. ચૈત્ર-નૈત્રમાં દ્રવ્ય જ ભિન્ન ભિન્ન હોવાથી એકાન્ત ભેદ છે. તેવો એકાન્ત ભેદ આત્માની અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થામાં નથી. અવસ્થા વડે ભેદ હોવા છતાં પણ દ્રવ્યરૂપે તો તેનો તે જ છે. તેથી આત્મા કથંચિત્ સાવયવ પણ છે અને કથંચિત્ કાર્યરૂપ પણ છે. તથા પૂર્વાવસ્થાનો ત્યાગ અને ઉત્તરાવસ્થાનો સ્વીકાર એ સ્વરૂપ કાર્યત્વ પણ આત્મામાં છે. તેથી જ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાદિ સઘળા વ્યવહારો તથા લેવડ-દેવડના વ્યવહારો પણ સંભવે છે. ૨૯૨ यच्चावाचि - शरीरपरिमाणत्वे चात्मनो मूर्तत्वानुषङ्ग इत्यादि, तत्र किमिदं मूर्तत्वं नाम ? असर्वगतद्रव्यपरिमाणत्वं, रूपादिमत्त्वं वा । तत्र नाद्यः पक्षो दोषपोषाय, सम्मतत्वात्, द्वितीयपक्षस्त्वयुक्तः, व्याप्त्यभावात्, न हि यदसर्वगतं तन्नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति, मनसोऽसर्वगतत्वेऽपि तदसम्भवात् । अतो नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिर्यतो निरात्मकं तत् स्यात् । असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तत्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वाद् रूपादिमत्त्वलक्षणमूर्तत्वोपेतस्यापि हि जलादे र्भस्मादावनुप्रवेशो न निषिध्यते, आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिबध्यत इति महच्चित्रम् ॥ વળી હે નૈયાયિક ! તમે પૂર્વે એમ કહેલું કે “શરીરપરિમાળવે આત્મનો મૂર્તત્યાનુષઙૂ" (ભાગ-ત્રીજા ૨૮૭ પૃષ્ઠમાં પંક્તિ ૧ માં) જો આત્માને શરીરના જેટલા પરિમાણવાળો માનશો તો આત્મામાં મૂર્તત્વની પ્રાપ્તિ થશે. અને મૂર્ત થવાથી શરીરમાં અનુપ્રવેશ થશે નહીં. કારણકે મૂર્તમાં મૂર્તનો પ્રવેશ થઇ શકતો નથી. ઇત્યાદિ જે કંઇ પહેલાં કહ્યું છે. તે પણ અયુક્ત છે. કારણકે અમે તમને પૂછીએ છીએ કે તમે આ “મૂર્તત્વ” કોને કહો છો ? મૂર્તત્વનો અર્થ શું કરો છો? શું મૂર્તત્વ એટલે દ્રવ્યનું અસર્વવ્યાપિ પરિમાણપણું ? કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળાપણું ? જુદા જુદા દર્શનકારોમાં મૂર્તત્વ શબ્દના ઉપરોક્ત બે અર્થો પ્રસિદ્ધ છે. જે સર્વવ્યાપી પરિમાણવાળાં આકાશ, કાલ, દિશા અને આત્મા છે. તે ચારને તમે અમૂર્ત માનો છો. એટલે સર્વગત-પરિમાણત્વ એ અમૂર્તત્વ છે. એવો અર્થ તમે માનતા હશો. અને આત્માને દેહવ્યાપી માનીએ તો સર્વગતપરિમાણત્વ ન રહે એટલે અમૂર્તત્વ ન રહે તેથી મૂર્ત થઇ જશે. એવો મૂર્તત્વનો અર્થ કરો છો કે વર્ણાદિ-વાળાપણું પુદ્ગલ દ્રવ્યમાં જ માત્ર છે. અને તે જ એક મૂર્ત છે એટલે “વર્ણાદિવાળાપણું” તેને મૂર્ત કહો છો ? આ બેમાં મૂર્તત્વનો ક્યો અર્થ તમને માન્ય છે. આત્માને દેહપરિમાણવાળો માનવાથી “અસર્વગતદ્રવ્યપરિમાણત્વ” આ અર્થવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy