________________
૨૨૦
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
એકજ વ્યાધિ બે-ચાર વ્યક્તિઓને થઈ હોય, છતાં તે જ વ્યાધિવડે કોઈ વ્યક્તિ (ઔષધાદિ કરવા છતાં પણ) મૃત્યુ પામે છે. અને બીજી વ્યક્તિઓ મૃત્યુ નથી પણ પામતી. આવું જગતમાં સાક્ષાત્ દેખાય છે. જો દોષમાત્ર જ કેવળ વિકારને કરનાર હોત તો ઔષધોના (ચિકિત્સાના) પ્રયોગથી દોષ દૂર કરી શકાય તેમ હોવાથી દોષજન્ય વિકાર પણ નિવારી જ શકાય. તેથી મરણ પણ અટકાવી જ શકાવું જોઈએ. પરંતુ એમ બનતું નથી. તેથી “મૃત્યુ” એ દોષજન્ય અસાધ્ય વિકાર માત્ર જ નથી. પરંતુ “મૃત્યુ”ની પાછળ આયુષ્યના ક્ષય સ્વરૂપ કર્મોની પરવશતા એ જ સાચું કારણ છે. આ પ્રમાણે માનવું એ જ મુસૂત્ર—ઉત્તમ વિચાર (નિર્દોષ વિચાર) છે.
આ પ્રમાણે-“મૃત્યુ” નામના વિકારમાં કેવળ દોષરૂપ એક કારણ જ ન હોય અને કર્માધિપતિત્વ કારણ હોય તો સરળ રીતે સમજાય તેમ છે કે ર ચૈતઆ કર્માધિપતિત્વ પરલોકથી આવનારા આત્મતત્ત્વ વિના સંભવે નહીં. એટલે ચાર ભૂતથી અતિરિક્ત આત્મતત્ત્વ માન્યા વિના ચાલશે નહીં. આ રીતે આત્મતત્ત્વ છે. એમ જ માનવું જોઇએ. તે આ પ્રમાણે– તિર્થ આ ચૈતન્યની ઉત્પત્તિમાં શરીર એ સહકારિકારણ છે કે ઉપાદાન કારણ છે ? જો પ્રથમપક્ષ કહેશો તો, એટલે કે શરીર એ ચૈતન્યની ઉત્પત્તિમાં સહકારિતારણ છે એમ માનશો તો ચૈતન્યનું ઉપાદાન કારણ કોણ? એ પ્રશ્ન તો ઉભો જ રહેશે. કારણકે જે આ શરીર છે તે તો પૃથ્વી આદિ ચાર ભૂતો જ છે. કારણકે તે ચાર ભૂતો જ દેહાકારે પરિણામ પામેલા છે. તવ્યતિ
પર તે દેહ વિના એટલે કે ચાર ભૂતો વિના તત્ત્વોત્તરમાવા=ભિન્ન એવો બીજો કોઈ પદાર્થ (આત્મા જેવો) તમારા મતે છે જ નહી, એટલે કે ચાર ભૂતોની બનેલી કાયાકાતાને જો સહકારિકારણ માનો તો ચાર ભૂતોની બનેલી કાયાકારતા વિના બીજું કોઇ ઉપાદાન કારણ હોવું જોઇએ, કે જેને આ સહકારિકારણ સહકાર આપે. અને તમારા મતે આ ચાર કારણ વિના તત્ત્વાન્તર તો કોઈ છે જ નહી કે જે ઉપાદાનકારણ બની શકે અને કાયાકારતા તેનું સહકારિકારણ બને.
વાનપાના અને ઉપાદાનકારણ વિના કોઇપણ કાર્યની ઉત્પત્તિ આ સંસારમાં ઉપલબ્ધ થતી નથી. જેમકે દંડ-ચક્રાદિ સહકારિ કારણો હોવા છતાં પણ માટી નામના ઉપાદાન કારણ વિના ઘટ-કાર્યની ઉત્પત્તિ થતી નથી. તુરી-વેમાદિ સહકારિકારણ હોવા છતાં પણ તનુ નામના ઉપાદાન કારણ વિના પટ-કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી. તેવી જ રીતે ચૈતન્યની ઉત્પત્તિ ઉપાદાનકારણ એવા આત્મા વિના કેવળ એકલા કાયાકાતા રૂપ સહકારિકારણ માત્રથી થઈ શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org