________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
૨ ૨૧
ચાર્વાક- ઉપાદાન કારણ ભૂત આત્મતત્ત્વ વિના જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ માનીએ તો શું દોષ આવે ? કારણ કે શબ્દ અને વિજળી વગેરે કેટલાક પદાર્થો એવા છે કે જે અનુપાદાને પણ જન્મે છે. વક્તા વડે જે શબ્દોચ્ચારણ થાય છે. અને શ્રોતા સુધી જે જાય છે. તે શબ્દરૂપે પરિણામ પામનારૂં કોઈ દ્રવ્ય દૃષ્ટિગોચર થતું જ નથી. તેથી વિના ઉપાદાને જેમ શબ્દ ઉત્પન્ન થયો તથા આકાશમાં થતી વિજળીમાં કોઈ ઉપાદાન કારણ દેખાતું નથી. એટલે અનુપાદાને જેમ વિજળી નામનું કાર્ય થાય છે. તેમ ચૈતન્યની ઉત્પત્તિ પણ ઉપાદાન કારણ વિના જ થાય છે. એમ માનીએ તો ચાર ભૂતોથી અતિરિક્ત આત્મા માનવાની આવશ્યકતા રહેતી નથી.
જૈન- વિદ્યાવીનાજો કે શબ્દ અને વિજળીમાં પણ તે તે ભાવે શબ્દપણે અને વિજળીપણે પરિણામ પામનારું ભાષાવર્ગણા અને ઔદારિકવર્ગણારૂપ પુગલદ્રવ્ય ઉપાદાનકારણ છે જ. છતાં માની લો કે આ શબ્દ અને વિજળી આદિ પદાર્થો અનુપાદાને થાય છે. તો પણ તેની અનુપાદાનપણે ઉત્પત્તિ માને છતે પૃથ્વી આદિ ચાર ભૂતતત્ત્વોમાં તેનો અંતર્ભાવ થશે નહીં. કારણકે તે ચારે ભૂતતત્ત્વો ઉપાદાન-કારણરૂપ છે. અને શબ્દ-વિજળી આદિ કેટલાક પદાર્થો તમારા કહેવા મુજબ અનુપાદાનરૂપ છે. તેથી તે શબ્દ અને વિજળી આદિનો તેમાં સમાવેશ થશે નહીં. આ કારણથી તમારી કરેલી ચાર ભૂતતત્ત્વો જ છે. આવી તત્ત્વ વ્યવસ્થા વિલુપ્ત થશે. (તૂટી જશે) તથા તમે દેહને સહકારિકારણ માન્યું છે. માટે તેનાથી અધિક (એટલે કે દેહથી ભિન્ન) એવું કોઈ ઉપાદાનકારણ ચૈતન્યનું માનશો તો નિર્વિને આત્મતત્ત્વની સિદ્ધિ થઈ જ જાય છે. તે આ પ્રમાણે
ચાર ભૂતોની બનેલી કાયાકાતા સ્વરૂપ સહકારિકરણવાળા એવા આત્મા નામના ઉપાદાનકારણમાંથી તેવા પ્રકારના ચૈતન્ય સ્વરૂપ પર્યાયાત્મક કાર્યની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. આ રીતે શરીરને જો સહકારિકારણ માનશો તો ઉપાદાનકારણ સ્વરૂપે આત્મતત્ત્વની અવશ્ય સિદ્ધિ થશે જ. તથા કોઈપણ કાર્યનું ઉપાદાનકારણ હોય તો જ તેને સહકાર આપવા રૂપે બીજાં સહકારી કારણ થાય. વિના ઉપાદાને તો સહકારી કારણ પણ ન સંભવે. તેથી ચૈતન્યના ઉપાદાનકારણ રૂપે આતમતત્ત્વની અવશ્ય સિદ્ધિ થાય જ છે.
नाप्युपादानकारणं कायश्चैतन्योपादेयस्य, परस्परानुयायि विकारवत्त्वं खलूपादानोपादेययोर्लक्षणम्, यथा पटानुयायिनीलिमवत्त्वं तन्तूनाम्, तन्त्वनुयायिनीलिमवत्त्वं च पटस्य, तथाहि-नीलतन्तुपटलपरिघटितमूर्तिः पटो नील एव भवति, शुक्लश्च पटो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org