________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પપ
૨૧૧ માણસનું હોવું, મેઘગર્જારવ શ્રવણથી આકાશમાં વાદળવાળું હોવું. ઇત્યાદિ લોક પ્રસિદ્ધ એવાં જે જે અનુમાનો છે. અર્થાત્ લોકોની બુદ્ધિમાં ઇન્દ્રિયજન્ય બોધ કરાવવાની યાત્રાનું નિર્વહણ કરવામાં સમર્થ એવાં જે જે લૌકિક અનુમાન છે. તેને અમે પ્રમાણ માનીએ છીએ. પરંતુ સ્વર્ગ (દેવલોક-નરકાદિ) અને અપૂર્વ (મુક્તિ) આદિ ઇન્દ્રિયોથી અગમ્ય એવા અતીન્દ્રિયભાવોને સમજાવનારાં અલૌકિક અનુમાનોનો જ અમે તિરસ્કાર કરીએ છીએ. એટલે કે જે અનુમાનો દ્વારા સિદ્ધ થતું સાધ્ય ત્યાં જઈને ઇન્દ્રિયોથી જોઇએ તો પ્રત્યક્ષ જાણી શકાય એવાં જે જે અનુમાનો છે તે લૌકિક અનુમાનો કહેવાય છે. તે અમે માનીએ છીએ. પરંતુ જે જે અનુમાનો દ્વારા સિદ્ધ કરાતાં સાધ્ય ત્યાં જઈને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતાં નથી. સાક્ષાત્ સાધ્ય જાણી શકાતું કે જોઈ શકાતું નથી તે તે અનુમાનો લોકોત્તર અનુમાનો કહેવાય છે. તેવા સ્વર્ગ-અપૂર્વ આદિ તત્ત્વોને સમજાવનારાં માત્ર લોકોત્તર અનુમાનોને જ અમે (ચાર્વાકો) માનતા નથી. એટલે સર્વથા અનુમાન પ્રમાણ અમે માનતા નથી એમ નથી. પરંતુ લૌકિક અનુમાન માનીએ છીએ અને લોકોત્તર અનુમાન માનતા નથી. આવો બચાવ હે ચાર્વાક ! જે તમે કરો તો કાયાના આકારે પરિણામ પામનારા ભૂતોના કારણભૂત (પૂર્વકાલવર્તી કાષ્ઠ-પિષ્ટ આદિમાં સિદ્ધ કરાતી મદશક્તિની જેમ, જે ચૈતન્યશક્તિની સત્તાને સિદ્ધ કરનારું અનુમાન તમારા વડે કરાશે તે પણ પાછળથી ઇન્દ્રિય-ભોગ્ય વિષયવાળું ન હોવાથી અલૌકિક જ (લોકોત્તર જ) અનુમાન બનશે. તેથી કાયાકારે પરિણામ પામવામાં કારણભૂત એવા અકાયાકારવાળા ભૂતોમાં “ચૈતન્ય સત્ છે” આ અનુમાન તમે અલૌકિક હોવાથી કરી શકશો નહીં અને માની શકશો નહીં. અને તેથી જ
જ્યારે ભૂતો કાયાકારે બને છે. ત્યારે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એમ કહી શકશો નહીં. અને જો આ વાત લોકોત્તર અનુમાન હોવા છતાં પણ માન્ય રાખશો તો સ્વર્ગ અને અપૂર્વ (મુક્તિ) આદિને સાધનારાં લોકોત્તર અનુમાનોને પણ લૌકિક છે એમ સમજીને તમારે માન્ય રાખવાં પડશે.
સારાંશ એ છે કે લૌકિક અનુમાનોને તમે માન્ય રાખો છો અને લોકોત્તર અનુમાનોને તમે અમાન્ય રાખો છો. આ વાત બરાબર છે ? હવે કાયાકારે પરિણામ પામવામાં હેતુભૂત એવાં અકાયાકારભૂતોમાં ચૈતન્ય છે. એવું સમજાવનારાં જે જે અનુમાન છે. તેને જો લોકોત્તર માનશો તો ચૈતન્યની અભિવ્યક્તિ જે તમે માનો છો તે ઘટશે નહીં. કારણકે લોકોત્તર અનુમાનો તમને અમાન્ય છે. અને તમે જો તે અનુમાનોને લૌકિક છે એમ કહીને માન્ય રાખશો તો સ્વર્ગ-અપૂર્વાદિના પ્રસાધક અનુમાનોને પણ લૌકિક જ છે એમ સમજીને માન્ય રાખવાની આપત્તિ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org