________________
૨ ૧૦
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ मानमप्यलौकिकं स्याद् , लौकिकैस्तत्र तस्याननुमीयमानत्वाद् , स्वर्गापूर्वादिप्रसाधकमपि वा तद् लौकिकं भवेत् ॥
ચાર્વાકદર્શનવાળાઓની “આત્માની બાબતમાં” ઉપરોક્ત જે ચર્ચા છે તે આ અતિશય અસ્થિર બુદ્ધિનો વિલાસમાત્ર જ છે. ઉપરછલ્લી બુદ્ધિથી ઉપજાવી કાઢેલો તર્કમાત્ર જ છે. પરંતુ વાસ્તવિક સત્ય નથી. કારણકે આ ચાર ભૂતો કાયાના આકારે પરિણામ પામે ત્યારે તેમાં ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે. આ વાત યુક્તિથી સિદ્ધ થતી નથી. તે આ પ્રમાણે- તલને ઘાણીમાં પીલ્યા પહેલાં તે તલની અંદર તેલ સત્ છે તો પીલવાથી અભિવ્યક્ત થાય છે. તથા ઘટ બન્યા પૂર્વે માટીમાં ઘટ સત્ છે તો ચક્ર-દંડાદિના યોગે તે ઘટ અભિવ્યક્ત થાય છે. તેવી રીતે જે પદાર્થ પૂર્વકાળમાં – હોય, તેની જ ઉત્પાદક કારણોના યોગે અભિવ્યક્તિ થાય છે. કારણકાલમાં જે અસત્ વસ્તુ છે. તે વસ્તુની અભિવ્યક્તિ કદાપિ થતી નથી. તેમ અહિં દેહાકારે પરિણામ પામેલાં આ ચાર ભૂતોમાં તેના પૂર્વકાળમાં ચૈતન્ય સર નથી જ. તો પછી સમુદાય થવા છતાં પણ અભિવ્યક્તિ કેવી રીતે થાય ? સદ્ પણાની સિદ્ધિ કા'તો પ્રત્યક્ષ પ્રમાણથી થાય અથવા અનુમાન પ્રમાણથી થાય. અહીં પૂર્વકાળમાં ચૈતન્યના સત્પણાની સિદ્ધિ કરવામાં તે બન્નેમાંથી એક પણ પ્રમાણ ઘટતું નથી. તે આ પ્રમાણે
દેહાકાર પરિણામ પામવાની દશાના પૂર્વકાળે આ ચારે ભૂતોમાં ચૈતન્યના અસ્તિત્વને સાધનારૂં “પ્રત્યક્ષપ્રમાણ” તો તમારી પાસે નથી જ. કારણકે ઇન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષપ્રમાણ છે. તેનાથી અતીન્દ્રિય અને અભિવ્યક્ત એવા તે ચૈતન્યની સત્તા સિદ્ધ થઈ શકે નહીં. તથા ઈન્દ્રિયવિષયક એવા પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન એવું જે અનૈન્દ્રિયક (અર્થાત્ અતીન્દ્રિય) એવું જે (કેવલજ્ઞાનાદિરૂ૫) પ્રત્યક્ષ પ્રમાણ છે. તે તમારા વડે સ્વીકારાયું જ નથી. સારાંશ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ પ્રમાણ તમે માનતા જ નથી. અને ઇન્દ્રિયપ્રત્યક્ષપ્રમાણ આ અતીન્દ્રિયવિષયમાં ઘટી શકે નહીં. તેથી ચાર ભૂતોમાં ચૈતન્ય સત્ છે એ તમે પ્રત્યક્ષથી સિદ્ધ કરી શકશો નહીં. હવે કદાચ કાયાકારે પરિણામ પામેલા ભૂતોમાં પૂર્વકાળે ચૈતન્ય સત્ છે. આ બાબત સિદ્ધ કરવામાં તમે અનુમાન પ્રમાણ કહો તો તે અનુમાન પ્રમાણ પણ અહીં કામ આવતું નથી. કારણકે પહેલી વાત તો એ છે કે તમે તો તે અનુમાન પ્રમાણ સ્વીકાર્યું જ નથી. આ કારણે તમે અનુમાન પ્રમાણને પ્રમાણ તરીકે ન માનતા હોવાથી સાધ્યસિદ્ધિમાં તેને પ્રમાણ તરીકે કેમ રજુ કરી શકાય?
હવે કદાચ તમે આવો બચાવ કરો કે- ધૂમથી અગ્નિનું હોવું, શબ્દશ્રવણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org