________________
૪૦૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ (કાવ્યમાં રસનો જે અપકર્ષ કરે તેને દોષ કહેવાય છે. તેવા શબ્દસંબંધી અને અર્થસંબંધી દોષો હોય છે શબ્દસંબંધી દોષો-૧૬ અને અર્થસંબંધી દોષો-૨૩ છે. મમ્મટાચાર્યકૃત કાવ્યપ્રકાશમાં સાતમા ઉલ્લાસમાં શ્લોક-૫૦-૫૧-૫૬-૫૭-૫૮માં અને વિશ્વનાથ કવિરાજકૃત સાહિત્યદર્પણમાં સાતમા પરિચ્છેદમાં શ્લોક નં ૨-૩, ૪ તથા ૯-૧૦-૧૧ માંથી આ વિષય વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવો.).
ननु वादी साधनमभिधाय कण्टकोद्धारं कुर्वीत वा, न वा?, कामचार इत्याचक्ष्महे । तत्राऽकरणे तावद् न गुणो न दोषः । तथाहि-स्वप्रौढेरप्रदर्शनाद् न गुणः, परानुद्भावितस्यैव दूषणस्यानुद्धाराच्च न दोषः, उद्भावितं हि दूषणमनुद्धरन् दुष्येत ॥
પ્રશ્ન- વાદીએ પોતાના પક્ષની સ્થાપના કરીને. તેની સિદ્ધિ માટે “સાધનવચન” કહીને તે સાધનવચનમાં જે જે દોષો (કાંટાઓ) આવતા હોય. (સંભવતા હોય) તે તે દોષોનો (કાંટાઓનો) ઉદ્ધાર વાદીએ પોતે કરવો જોઇએ કે ન કરવો જોઇએ ?
ઉત્તર- “કામ ” આ કંટકોદ્ધાર કરવો કે ન કરવો, આ વાત વાદીની ઇચ્છા ઉપર આધારિત છે. આમ અમારું કહેવું છે. જો વાદી પોતે જ પોતાના હેતુમાં જે જે દોષો (કાંટાઓ) સંભવતા હોય તેનો ઉદ્ધાર ન કરે તો તે વાદીને કંઈ ગુણ (ફાયદો) પણ નથી. અને દોષ પણ નથી. તે આ પ્રમાણે
વાદી પોતે જ પોતાના હેતુમાં “કદાચ કોઈ અહીં મારા હેતુમાં આવા આવા દોષો કલ્પે, તો તે દોષો ખોટા છે. તેનો ઉત્તર આ પ્રમાણે છે.” આમ સ્વયં પોતે જ સંભાવના માત્રથી કલ્પાતા દોષો અને તેના ઉત્તરો ન આપે તો પોતાની સેવા પ્રકારની અતિશય વિશિષ્ટ પ્રતિભા ન દેખાડવાથી “સમર્થ વાદી” તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત થવા રૂપ ગુણ થતો નથી. તેમ જ પોતાના કહેવા અનુમાનમાં સામે ઉભેલા પર એવા પ્રતિવાદી વડે કોઈ દોષો ઉભાવિત જ કરાયા નથી, એટલે કે કોઈ દોષો જણાવાયા જ નથી, તેથી તેવા દોષોનો ઉદ્ધાર ન કરવાથી કંઈ નુકશાન થતું નથી. પરંતુ પ્રતિવાદી વડે જો દોષો ઉદ્ભાવિત કરાય અને વાદી જો તે દોષોનો ઉદ્ધાર ન કરે તો પ્રત્યુત્તર ન આપતો છતો દોષિત બને છે.
સારાંશ કે વાદીએ સાધ્ય સાધવા માટે જે કોઈ અનુમાન કર્યું, તેમાં દોષો સંભવતા હોય કે ન સંભવતા હોય તો પણ પ્રતિવાદી જો કોઈ દોષો ન જણાવે ત્યાં સુધી પોતે સ્વયં મનમાં કલ્પનાઓ કરીને મારા હેતુમાં જો કોઈ આવા આવા દોષો આપે તો તેના આવા આવા ઉત્તરો છે. આમ કંટકોદ્ધાર કરે તો સમર્થ વાદી તરીકેનો નિર્મળ યશ મળવા રૂપ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org