________________
૩00
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
નાસ્તિક= હે જૈનો ! “અદૃષ્ટ” જેવું તત્ત્વ સૂક્ષ્મ તર્કોથી વિચારતાં સિદ્ધ થાય છે એમ તમે જે કહો છો તો તે કેવી રીતે સિદ્ધ થાય છે ? તે સમજાવો. અમને (નાસ્તિકોને) તો વિચારણા કરતાં અદષ્ટની વિદ્યમાનતા કોઈપણ રીતે જણાતી નથી. કારણકે- જો અદૃષ્ટ હોય તો તે અનિમિત્તક હોય કે સનિમિત્તક હોય ? જો અનિમિત્તક હોય તો જે તત્ત્વ વિના કારણે થતું હોય, તે કાં તો સદા હોવું જ જોઇએ, જવું જ ન જોઇએ, અથવા સદા ન જ હોવું જોઈએ એમ સદા સત્ત્વ કે અસત્ત્વ માનવાનો પ્રસંગ આવે. તે માટે અનિમિત્તાકવાળો પક્ષ યુકિતક્ષમ નથી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે- “નિત્ય સર્વેમાં વાતો અચાનપેક્ષા" જે કાર્ય અન્યની અપેક્ષા ન રાખે તે કાર્ય નિત્ય હોવું જોઇએ અથવા કદાપિ ન હોવું જોઈએ માટે અનિમિત્તકપક્ષ ઉચિત નથી.
હવે જો હે જૈન ! તમે આ અદૃષ્ટને સનિમિત્તક છે. એમ કહેતા હો તો આ અદેખનું નિમિત્ત શું માનો છો ? જે નિમિત્ત તમે માનો (૧) તે શું બીજું એક અદૃષ્ટ જ છે ? એટલે કે અદૃષ્ટાન્તર જ છે, કે (૨) રાગ-દ્વેષાદિ કષાયથી જન્ય કલુષિતતા છે, ? કે (૩) હિંસા, અસત્ય, ચીર્ય આદિ પાપાદિની ક્રિયા છે ? આ ત્રણ પક્ષોમાંથી ક્યા પક્ષવાળું તમે વિવક્ષિત અષ્ટનું નિમિત્ત કહો છો ? જો પ્રથમપક્ષ કહેશો તો “અનવસ્થા” દોષ સ્પષ્ટ આવશે જ. કારણકે વિવક્ષિત અદેખનું કારણ જો અદૃષ્ટાન્તર હોય, તો તે બીજા અદ્રષ્ટનું કારણ ત્રીજું અદૃષ્ટ, તેનું કારણ ચોથું અદૃષ્ટ, એમ પરંપરા ચાલવાથી કોઈ અંત જ આવશે નહીં. હવે જો બીજો પક્ષ કહો તો ક્યારેય કોઇ પણ જીવને કર્મોનો અભાવ થશે જ નહીં. કારણકે અદષ્ટના કારણભૂત એવા રાગ-દ્વેષાદિ કષાયોની કલુષિતતા સર્વે સંસારી-જીવોને સદા હોય જ છે. તેનો સર્વથા અભાવ શક્ય જ નથી. તેથી કોઈની પણ ક્યારેય મુક્તિ થશે નહીં. હવે જો ત્રીજો પક્ષ કહો તો તે પણ “સૂપપાદ” નથી અર્થાત્ સારી રીતે યુક્તિયુક્તપણે સિદ્ધ થતો નથી. કારણકે પાપના હેતુભૂત માનેલી હિંસાદિ ક્રિયામાં અને પુણ્યના હેતુભૂત માનેલી અરિહંતપૂજા આદિની ધર્મ ક્રિયામાં વ્યભિચાર દેખાય છે. કોઈ જીવો પાપની ક્રિયા કરતા હોય છતાં તે સુખી પણ હોય છે અને કોઈ જીવો પુણ્યની ક્રિયા કરતા હોય, છતાં દુઃખી પણ હોય છે. એવું સંસારમાં સાક્ષાત્ દેખાય છે. જો પુણ્ય અને પાપ જેવું “અદૃષ્ટ” હોય તો પાપના હેતુભૂત હિંસાદિ ક્રિયા કરનારા પાપ જ બાંધે અને તેનાથી દુઃખી જ થવા જોઈએ. પરંતુ (કૃપણ એટલે કે બિચારાં-દીન-દયાપાત્ર એવાં) પશુઓના સમૂહના પ્રાણીનો પ્રહાણ (નાશ) કરનારા, અને માયાજાળ વાળી ઘટના રચવામાં અત્યન્ત ચતુર તથા પિતા, માતા, મિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org