________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
૩૦૧ અને પુત્રાદિનો દ્રોહ કરનારા એવા પણ કેટલાક જીવોમાં સારી રીતે (પત્ન-) વીંઝાતાં (વા=) મનોહર રામર = ચામરો અને શ્વેત છત્રાદિના (પાત્ર) આધારભૂત એવી પાર્થિવશ્રી (રાજ્યલક્ષ્મી) દેખાય છે. એટલે પાપની ક્રિયામાં વ્યભિચાર દેખાય છે આ વાત સિદ્ધ થઇ, તેવી જ રીતે પુણ્યના હેતુભૂત અરિહંતની પૂજાદિ ધર્મ-ક્રિયા કરનારા અને પુણ્ય જ બાંધનારા જીવો તેનાથી સુખી જ થવા જોઇએ. પરંતુ તીર્થંકર પરમાત્માના ચરણ કમલની પૂજા કરવામાં પરાયણ તથા સર્વે પ્રાણીઓના સમૂહ ઉપર અપાર કરુણાના મહાસાગર એવા કેટલાક જીવોમાં અનેક દુઃખો અને દારિત્ર્યની મુદ્રાનું આક્રાન્તપણું દેખાય છે. એટલે પુણ્યની ક્રિયામાં પણ વ્યભિચાર દેખાય જ છે. આ રીતે કોઇપણ રીતે વિચારણા કરતાં અદૃષ્ટ સંભવતું જ નથી. આ રીતે ચાર્વાક “કર્મનો અભાવ” સમજાવવામાં પ્રથમના ત્રણ પક્ષો રજુ કરે છે. હવે આ ત્રણ પક્ષોનું ખંડન જૈનાચાર્યશ્રી જણાવે છે.
अत्र ब्रूमः पक्षत्रयमप्येतत् कक्षीक्रियत एव । प्राच्याऽदृष्टान्तरवशगो हि प्राणी रागद्वेषादिना प्राणव्यपरोपणादि कुर्वाणः कर्मणा बध्यते । न च प्रथमपक्षेऽनवस्था दौःस्थ्याय, मलक्षयकरत्वाभावाद. बीजारादिसन्तानवत तत्सन्तानस्याऽनादित्वेनेष्टत्वात । द्वितीयेऽपि यदि कस्यापि कर्माभावो न भवेद्, मा भूत् , सिद्धं तावददृष्टम् । मुक्तिवादे तदभावोऽपि प्रसाधयिष्यते । तृतीये तु या हिंसावतोऽपि समृद्धिः, अर्हत्पूजावतोऽपि दारिद्र्याऽऽप्तिः, सा क्रमेण प्रागुपात्तस्य पापानुबन्धिनः पुण्यस्य, पुण्यानुबन्धिनः पापस्य च फलम् । तत्क्रियोपात्तं तु कर्म जन्मान्तरे फलिष्यतीति नाऽत्र नियतकार्यकारण-भावव्यभिचारः ॥
જૈન- મંત્ર જૂ: અમે જૈનો નાસ્તિકોને કહીએ છીએ કે અમે પ્રથમના આ ત્રણે પક્ષો સ્વીકારીએ છીએ. (ચોથા પક્ષની ચર્ચા અંતે કરીશું.) પૂર્વકાળમાં (પૂર્વભવોમાં) બાંધેલા (૧) અદૃષ્ટાન્નર (જુનાં કર્મોના ઉદય)ને વશ થયેલો આ જીવ (૨) રાગદ્વેષ આદિ કાષાયિક અધ્યવસાયોના કારણે (૩) હિંસાદિ પાપસ્થાનકોને કરતો કર્મની સાથે બંધાય છે. આ પ્રમાણે (૧) અદૃષ્ટાન્તર, (૨) રાગદ્વેષાદિકષાયજન્ય કલુષિતતા અને (૩) હિંસાદિ પાપસ્થાનકોનું આસેવન એમ ત્રણે કારણો અમે જૈનો માનીએ છીએ. છતાં કોઈપણ જાતનો દોષ આવતો નથી.
(૧) અદૃષ્ટાન્તર (પૂર્વે બાંધેલ કર્મોના ઉદય) ને કારણ માનવામાં તમે કહેલી અનવસ્થા એ કંઈ દૂષણ આપનારી બનતી નથી. કારણકે જે અનવસ્થા મૂલતત્વનો જ ક્ષય કરનારી બને તે જ દૂષણરૂપ કહેવાય છે. આ અનવસ્થા મૂલતત્ત્વનો ક્ષય કરનારી ન હોવાથી દૂષણરૂપ બનતી નથી. બીજા અને અંકુર આદિની પરંપરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org