________________
૩૫ર
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ વિરુદ્ધ એવા બે ધર્મો જ્યારે જ્યારે જણાય છે. ત્યારે ત્યારે જણાતા એવા તે બે વિરુદ્ધ ધર્મો વાદને સર્જે છે. જેમકે–આત્મા-આકાશ આદિ પદાર્થોમાં એક વ્યક્તિને (નૈયાયિકાદિને) “આ સર્વે વસ્તુઓ નિત્ય જ છે” આમ જણાય છે. ત્યારે તે જ કાળે બીજી વ્યક્તિને (જૈન) “આ સર્વે વસ્તુઓ કથંચિ નિત્ય છે” આમ જણાય છે. આ પ્રમાણે એક જ પદાર્થમાં એક જ કાળે પરસ્પર વિરુદ્ધ ધર્મો પોતાની માનેલી માન્યતા પ્રમાણે જણાય છે. ત્યારે તે બે વ્યક્તિઓ વચ્ચે વાદ શરૂ થાય છે. પરસ્પર વિરુદ્ધ જણાતા બે ધર્મો જ વાદને સર્જે છે. પરંતુ ઇતર (અવિરુદ્ધ) જણાતા બે ધર્મો વાદ સર્જતા નથી. જેમકે “દ્રવ્ય પર્યાયવાળું છે અને ગુણવાળું પણ છે” અહીં એક જ અધિકરણ એવા દ્રવ્યમાં એક જ કાળે પર્યાય પણ વર્તે છે અને ગુણો પણ વર્તે છે. તેથી એકાધિકરણ છે. પરંતુ પરસ્પર વિરુદ્ધ નથી. કારણકે પર્યાયો હોતે છતે ગુણો દ્રવ્યમાં રહી શકે છે. અને ગુણો હોતે છતે પર્યાયો પણ દ્રવ્યમાં રહી શકે છે.
પરસ્પર વિરોધી બે ધર્મોનો વિરોધ પણ એક અધિકરણમાં અને એક કાળમાં હોય છે. ભિન્ન અધિકરણમાં અને ભિન્ન કાળમાં વિરોધી ધર્મોનો પણ વિરોધ હોતો નથી. જેમકે–બુદ્ધિ અનિત્ય છે અને આત્મા નિત્ય છે. અહીં અનિત્યત્વ બુદ્ધિમાં અને નિત્યત્વ આત્મામાં હોવાથી ભિન્ન અધિકરણ થવાના કારણે પરસ્પર વિરોધી હોવા છતાં એક કાલે હોઈ શકે છે. એવી જ રીતે કોઈપણ વિવક્ષિત એક દ્રવ્ય (જેમકે ઘટ દ્રવ્ય) પહેલાં નિષ્ક્રિય (જલાધારાદિ રહિત) હતું. તે જ (ઘટ) દ્રવ્ય કાળાન્તરે સક્રિય (જલાધારાદિ ક્રિયાયુક્ત) હોય તેમ પણ બને છે. કારણકે ભિન્ન-ભિન્ન કાળે એક દ્રવ્યમાં પરસ્પર વિરોધી બે ધર્મો પ્રમાણથી પ્રતીત થાય છે. તેમાં કંઇ વિરોધ આવતો નથી. આ રીતે એક જ અધિકરણમાં એક જ કાળે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પરસ્પર વિરોધી દેખાતા એવા બે ધર્મોને એક જ દ્રવ્યમાં એક જ કાળે સાથે માનવા. તે વિરુદ્ધ ધર્મ કહેવાય છે.
अयमेव हि विरोधो यत्प्रमाणेनाऽनुपलम्भनं नाम, अन्यथाऽपि तस्याभ्युपगमे सर्वत्र तदनुषङ्गप्रसङ्गात्, इति विरुद्धत्वान्यथानुपपत्तेरेकाधिकरणत्वैककालत्वयोरवगतौ यद् न्यायभाष्ये-"वस्तुधर्मावेकाधिकरणौ विरुद्धावेक कालावनवसितौ'' इति तयोरुपादानम्, तत् पुनरुक्तम्, अपुष्टार्थं वा ॥
જ્યાં જે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અનુપલભ્યમાન હોય (જણાતું ન હોય). એ જ વિરોધ કહેવાય છે. જેમ સાકર પ્રત્યક્ષપ્રમાણથી મીઠી જણાય છે. કડવી જણાતી નથી. છતાં તે કડવી છે. આમ માનવું કે વિરોધનું લક્ષણ છે. છતાં મથાપિ વિરોધના આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org