________________
પરિચ્છેદ ૬-૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ પાંચ જ્ઞાનો રૂપ પ્રમાણનું “અનંતર પણે” જે ફળ હતું તે કહીને હવે તે પાંચે જ્ઞાન રૂપ પ્રમાણનું બીજા પ્રકારનું “પરંપરાએ ફળ” જે છે તે પ્રકાશિત કરે છે. તેમાં પ્રથમ કેવલજ્ઞાન રૂપ સકલ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે. તેનું જ માત્ર પરંપરપણે ફળ જણાવે છે. (મતિ આદિ શેષ ચાર જ્ઞાનોનું પરંપરપણે ફળ પાંચમા સૂત્રમાં જણાવશે.)
સૂત્રાર્થ- પરંપરપણે કેવળજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. ૬-૪
ટીકાર્થ- ઉદાસીનતા એટલે મધ્યસ્થતા, મધ્યસ્થતા એટલે ઉપેક્ષા, ઉપેક્ષા એટલે પ્રીતિ પણ ન થવી અને અપ્રીતિ પણ ન થવી. અંજાવાપણું પણ નહીં અને વિરોધીપણું પણ નહી. તટસ્થતા એ ઉદાસીનતા કહેવાય છે.
કેવલજ્ઞાન પામેલા તીર્થકર કેવલી ભગવન્તોને અને સામાન્ય અર્થાત્ અતીર્થકર કેવલી ભગવન્તોને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારથી અજ્ઞાનદશાની સંપૂર્ણપણે નિવૃત્તિ એ જેમ અનંતરપણે ફળ છે. તેમ સર્વ પદાર્થોના ત્રણે કાળના સર્વ ભાવો જાણતા હોવા છતાં-સાક્ષાત્ જ્ઞાનથી અનુભવતા હોવા છતાં પ્રીતિ-અપ્રીતિ ન થવી. માધ્ધથ્યપણે વર્તવું તે પરંપરાએ ફળ છે.
- પ્રશ્ન- સમસ્ત પદાર્થોના સર્વ ભાવો સાક્ષાત્ અનુભવવા છતાં કેવલી ભગવત્તો તેના પાન અને ગ્રહણ તરફ કેમ ખેંચાતા નથી ?
ઉત્તર- હાન અને ઉપાદાનની ઇચ્છાનો વિરહ હોવાથી તે તરફ ખેંચાતા નથી. મોહનીય કર્મ સર્વથા ક્ષીણ હોવાથી ઇચ્છાનો જ વિરહ છે. તેથી હાનની (ત્યાગની) કે ઉપાદાનની (ગ્રહણની) ઇચ્છા જ થતી નથી. માટે ઔદાસીન્ય જ હોય છે.
પ્રશ્ન- કેવલી ભગવન્તોને સર્વત્ર ઔદાસીન્ય જ કેમ હોય છે ?
ઉત્તર- સિદ્ધ પ્રયોજનવાળા હોવાથી કેવલી ભગવન્તો સર્વત્ર ઔદાસીન્યવાળા જ હોય છે. તેઓને જે પ્રયોજન સાધવું હતું તે પ્રયોજન સિદ્ધ થઈ ચૂક્યું છે તેથી ઔદાસીજવાળા છે.
પ્રશ્ન- કેવલી ભગવન્તોને શું પ્રયોજન સાધવાનું હતું ? કે જે પ્રયોજન સિદ્ધ થવાથી તેઓમાં ઉદાસીનતા આવી છે ?
ઉત્તર- જન્મ-જરા-અને મરણ સ્વરૂપ આ સંસાર, તથા તેના કારણભૂત વિષય અને કષાયો એ તજવાનું પ્રયોજન હતું. અને શુદ્ધ આત્મસ્વરૂપાત્મક મુક્તિ અને તેના કારણભૂત રત્નત્રયીની સાધના એ મેળવવાનું પ્રયોજન હતું. પરંતુ હેય એવા સંસાર અને સંસારના કારણોનું હાન (ત્યાગ) થઈ ચૂકેલ હોવાથી, તથા ઉપાદેય એવી મુક્તિ અને મુક્તિનાં કારણોનું ઉપાદાન (ગ્રહણ) પ્રાપ્ત થઈ ચૂક્યું હોવાથી સાધવાનું કંઇ પણ બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org