________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪
હવે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા પ્રકારનાં જે પ્રમાણો છે. તે પ્રમાણોનું જે ફળ છે. તે ફળને ભેદથી સમજાવે છે.
સૂત્રાર્થ- તે ફળ બે પ્રકારે છે. એક અનન્તરપણે અને બીજું પરંપરપણે. II ૬-ગા ત્યાં પ્રથમ આદ્યભેદ (અનંતર ફળ) જણાવે છે
સૂત્રાર્થ- “અજ્ઞાનની નિવૃત્તિ થવી'' એ સર્વ પ્રમાણોનું અનંતરપણે ફળ છે. II ૬-૩
ટીકાર્થ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રકારના પ્રમાણોનું ફળ અનન્તરપણે (તુરત જ) અને ૫રં૫૨૫ણે (કાળાન્તરે) એમ બે પ્રકારનું છે. ત્યાં પ્રથમ પરિચ્છેદના સૂત્ર૯માં વિપર્યય, સંશય અને અનધ્યવસાય એમ ત્રણ પ્રકારનું અજ્ઞાન જણાવવામાં આવ્યું છે. જે વસ્તુ જેમ હોય તેનાથી વિપરીતપણે તેને જાણવી તે વિપર્યય કહેવાય. જેમશુક્તિકામાં રજતની બુદ્ધિ, એક ધર્મવાળી વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મવાળાનું જે જ્ઞાન તે સંશય, જેમ-શું આ સર્પ છે કે રજ્જુ ? અને તદન અસ્પષ્ટ જ્ઞાન તે અનધ્યવસાય, જેમ-ચાલતા માણસને થતો તૃણસ્પર્શ. આ ત્રણે અજ્ઞાન છે. કારણકે તેવા પ્રકારના જ્ઞાનથી હિતાહિતની પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. તેથી આવા પ્રકારના વિપર્યય, સંશય અને અનધ્યવસાય સ્વરૂપ જે અજ્ઞાન દશા છે. તે અજ્ઞાનદશાનો પ્રધ્વંસ થવો. અને જે વસ્તુ જેમ છે તે વસ્તુ યથાર્થપણે તેમ જાણવી. એ જ અજ્ઞાન-નિવૃત્તિ રૂપ એટલે કે સ્વ અને પરના વ્યવસાયાત્મક ક્રિયા રૂપ અનંતર ફ્ળ પ્રમાણનું જાણવું. જેમ દીપક પ્રગટે, તે જ સમયે અંધકારનો પ્રધ્વંસ થાય. એટલે અંધકારનો નાશ થવો એ જ દીપકનું અનંતર ફળ છે. તેમ પ્રમાણનું અનંતર ફળ અજ્ઞાનતાનો નાશ અને યથાર્થબોધની ઉત્પત્તિ જ છે. સ્વ એટલે જ્ઞાનનો અને પર એટલે જ્ઞેયનો વ્યવસતિ એટલે યથાર્થ નિર્ણય થવા રૂપ ક્રિયા, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવલ આ પાંચ જ્ઞાનો એ પ્રમાણ છે. તેમાંનું કોઇપણ જ્ઞાન થવાથી અજ્ઞાન જાય અને વસ્તુતત્ત્વનો નિર્ણય થાય એ જ સાચું પ્રમાણનું “અનંતરપણે” ફળ છે. II ૬-૨/૩ ॥
अथापरप्रकारं प्रकाशयन्ति
पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥ ६-४ ॥
टीका - औदासीन्यं साक्षात्समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाविरहान्माध्यस्थ्यमुपेक्षेत्यर्थः । कुत इति चेद् उच्यते, सिद्धप्रयोजनत्वात् केवलिनां सर्वत्रौदासीन्यमेव भवति, हेयस्य संसारतत्कारणस्य हानादुपादेयस्य मोक्षतत्कारणस्योपादानात् सिद्धप्रयोजनत्वं नासिद्धं भगवताम् ॥ ६-४॥
Jain Education International
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org