________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
૨૮૩
-
--
ઘટ નથી ત્યાં મૂકવામાં આવે તો પૂર્વાનમાં ઘટાકાશપણે આકાશનો નાશ, અને ઉત્તરસ્થાનમાં ઘટાકાશપણે આકાશની ઉત્પત્તિ થઈ શકે છે. તેમ આત્મા સર્વવ્યાપી અને એક માનવાથી દેવદત્તવાળા સ્થાનમાં આત્માનો નાશ, અને જિનદત્તવાળા સ્થાનમાં આત્માનો ઉત્પાદ થઇ શકે છે. માટે જન્મ-મરણની પ્રતિનિયત વ્યવસ્થા એક આત્મતત્ત્વ માન્ય છતે પણ ઘટાકાશાહિદની જેમ થઈ શકે છે.
જ્યારે એકસ્થાનથી ઘટ લઈને અન્ય સ્થાને મૂકવામાં આવે ત્યારે ઉત્તરસ્થાનવાળા આકાશમાં ઘટોત્પત્તિ થવા છતાં આકાશદ્રવ્યમાં ઘટોત્પત્તિ માત્ર જ છે. એમ નથી. ત્યાં પૂર્વ સ્થાનવાળા આકાશમાં વિનાશ પણ છે. એવી રીતે પૂર્વસ્થાનવાળા આકાશમાં વિનાશ છે. એટલે આકાશદ્રવ્યમાં વિનાશ માત્ર જ છે. એમ પણ નથી. ઉત્તરસ્થાનવાળા આકાશમાં ઉત્પાદ પણ ઉપલબ્ધ થાય જ છે. તથા આકાશદ્રવ્ય આકાશરૂપે સ્થિતિવાળું હોવા છતાં પણ માત્ર સ્થિતિ જ તેમાં છે, એમ પણ નથી. કારણકે આકાશરૂપે સ્થિતિ હોવા છતાં પૂર્વ-ઉત્તર સ્થાનમાં ઘટના વિયોગ અને સંયોગરૂપે વિનાશ અને ઉત્પાદ પણ પ્રગટ દેખાય જ છે. તે જ રીતે આકાશની જેમ આત્મા સર્વવ્યાપી અને એક જ માત્ર છે અને સરોગી દેહવાળા સ્થાનમાં દુઃખનું સંવેદના અને નિરોગી દેહવાળા સ્થાનમાં સુખનું સંવેદન જેમ સંભવી શકે છે. તેવી જ રીતે દેવદત્તપણે મૃત્યુ અને જિનદત્તપણે ઉત્પાદ પણ ઘટી શકશે. આમ થવાથી આત્માનું બહુત્વ (અનેક ભેદો) ઘટશે નહીં અને નૈયાયિકોના મતે તો આત્મા સર્વવ્યાપી છે. પરંતુ અનેક આત્માઓ છે એવું જે માનવામાં આવ્યું છે. તે ઉડી જશે.
નૈયાયિક- આકાશની જેમ જો આત્મા એક જ છે એમ માનીએ તો તે આત્માને કર્મોનો બંધ થયે છતે મોક્ષ ઘટે નહીં. અને મોક્ષ છે એમ માનીએ તો કર્મનો બંધ ઘટે નહીં. કારણકે આત્મા એક જ છે. તો પરસ્પર વિરોધી એવા બંધ અને મોક્ષ એક જ આત્માને કેમ થઈ શકે ? માટે બંધ-મોક્ષ હોવાથી આત્માનું બહુત સિદ્ધ થશે.
જૈનન- હે નૈયાયિક ! તમારી આ વાત પણ બરાબર નથી. જો બંધ-મોક્ષ વિરોધી હોવાથી એક આત્મામાં ન ઘટતા હોય તો સર્વવ્યાપી એવા એક આકાશમાં એકસ્થાનમાં ઘટનો બંધ (ઘટનો સંયોગ) થયે છતે અવસ્થાનમાં થતો ઘટાન્તરનો જે મોક્ષ (વિયોગ) દેખાય છે. તેનો પણ અભાવ માનવાનો જ પ્રસંગ આવશે, અને એવી જ રીતે એક સ્થાનમાં ઘટના વિશ્લેષ (વિયોગ) થયે છતે અન્યસ્થાનમાં ઘટાન્ડરનો પણ વિશ્લેષ જ (વિયોગ જ) માત્ર થવો જોઈએ. જે એકી સાથે એક જ આકાશમાં એકસ્થાને સંયોગ અને બીજા સ્થાને વિયોગ, તથા એક ઘટના વિશ્લેષ અને ઘટાન્તરનો અવિશ્લેષ આમ જે દેખાય છે. તે ન દેખાવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org