SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩) પરિચ્છેદ-૭ સૂત્ર-પ૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ ઇચ્છાથી જ જાય છે. વિષ મિશ્રિત મધને ચાટવા કરતાં તેનો ત્યાગ કરવો તે વધુ સુખકારી છે. માટે જાય છે. તેમ અહીં સમજવું. વળી હે તૈયાયિક ! જેમ પ્રાણીઓને સંસારાવસ્થામાં સુખ ઇષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. તેમ મુકતાવસ્થામાં દુઃખની જ નિવૃત્તિ ઈષ્ટ છે. પણ સુખની નિવૃત્તિ ઇષ્ટ નથી. જ્યાં જ્યાં સુખની નિવૃત્તિ હોય (સુખાભાવ હોય) ત્યાં ત્યાં ઇષ્ટતા બુદ્ધિ પંડિત પુરુષોને થતી નથી. તેથી જો તારો માનેલો (નવ ગુણોના ક્ષયવાળો એટલે કે સુખાભાવવાળો) મોક્ષ હોય તો પંડિત પુરુષો તેમાં પ્રવૃત્તિ કરશે નહીં. અને પંડિત પુરુષો મોક્ષ માટે પ્રવૃત્તિ તો કરે જ છે. પ્રવૃત્તિ કરતા સર્વત્ર જણાય જ છે. તેથી મોક્ષ એ સુખના સંવેદન સ્વભાવવાળો (એટલે કે કેવળ એકલા સુખમાત્રને અનુભવવા સ્વરૂપ) જ છે. આ વાત સિદ્ધ થઇ. અન્યથા જો આવો મોક્ષ ન હોત તો પ્રેક્ષાવાનું પુરુષોની પ્રવૃત્તિનું વિષયપણું સંભવે નહીં. अथ सुखसंवेदनैकस्वभावो यदि मोक्षः स्यात् , तदा तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत् , न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः, तस्य बन्धनात्मकत्वात् । तदयुक्तम् । यो हि सुखसाधनेषु शब्दादिष्वभिष्वङ्गः स . रागो बन्धनात्मकः, तस्य विषयार्जनरक्षणादिप्रवृत्तिद्वारेण संसारहेतुत्वात् । अनन्ते तु सुखे यद्यपि रागस्तथाऽप्यसौ सर्वविषयार्जनादिनिवृत्तिमोक्षोपायप्रवृत्त्योरेव हेतुः, अन्यथा तस्य सुखस्य प्राप्तुमशक्यत्वात् । न हि तद् विषयसाध्यम् , नापि तत् क्षीयते, येन विषयसुखार्थमिव पुनः पुनस्तदर्थं हिंसादिष्वपि प्रवर्तेत । तन्न बन्धहेतुर्मुमुक्षोरस्ति रागः, स्पृहामात्ररूपो-ऽपि चासौ परां कोटिमारूढस्यास्य निवर्तते, “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात् , अन्यथा दुःखनिवृत्त्यात्मकेऽपि मोक्षे प्रयतमानस्य दुःख-द्वेषकषायकालुष्यं किं न स्यात् ? । अथ नास्त्येव मुमुक्षोढेषः । राग-द्वेषौ हि संसार-कारणमिति तौ मुमुक्षुर्मुञ्चति, द्वेष्टि च दुःखम् , कथमिदं सङ्गच्छेत ? इति चेत् । तदितरत्राऽपि तुल्यम् । इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मा मोक्षः, न बुद्धयादिविशेषगुणोच्छेदरूप इति । નૈયાયિક- હે જૈન ! સુખના અનુભવના સ્વભાવવાળો મોક્ષ છે એમ જો માનીશું તો તેવા સુખસ્વભાવવાળા મોક્ષ પ્રત્યે રાગ થશે. તેવા રાગ વડે મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરનારો મુમુક્ષુ જીવ મોક્ષને મેળવી શકશે નહીં. કારણકે રાગી જીવોને મોક્ષ થતો નથી એમ મોક્ષવિદ્ પુરુષો કહે છે. કારણકે તે રાગ એ મોટા બંધન રૂ૫ છે. મોક્ષને સુખાત્મક માનવાથી રાગ થાય છે. રાગ થવાથી મુમુક્ષુ જીવ મોક્ષ મેળવી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy