SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પરિચ્છેદ ૬-૩૩,૩૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ વાત સર્વ-જન-વિદિત છે. પરંતુ જે વસ્તુનો પૂર્વકાળમાં કોઇપણ વખત અનુભવ ન કર્યો હોય (એટલે કે પ્રમાણપૂર્વક યથાર્થ ઉપલંભ ન કર્યો હોય) અને ભ્રમમાત્રથી અનુભવ કર્યો હોય તેનું કાલાન્તરે સ્મરણ થઇ આવે તે સ્મરણાભાસ કહેવાય છે. જેમકે- જે સાચા-યથાર્થ મુનિઓ ન હોય, પરંતુ માત્ર મુનિવેષધારી જ મુનિ હોય, અને તેમાં મુનિપણાનો ખોટો અનુભવ કર્યો હોય. ત્યાર બાદ કાળાન્તરે પ્રસંગવશાત્ તે મુનિમંડળનું સ્મરણ થઈ આવે. તેને સ્મરણાભાસ કહેવાય છે. પિત્તળમાં સોનાનો ભ્રમ થયા પછી કાલાન્તરે સુવર્ણનું સ્મરણ થાય, ઝાંઝવાના જળમાં જલબુદ્ધિ થયા બાદ કાલાન્તરે જલનું સ્મરણ થાય. ઇત્યાદિ ઉદાહરણો સ્મરણાભાસનાં જાણવાં. સર્વથા જેનો “મનનુભૂતિ' એ પદનો અર્થ પ્રમાણપૂર્વક ઉપલંભ કરેલો નહીં પરંતુ અપ્રમાણતા પૂર્વક ભ્રમાત્મક પણે ઉપલંભ કરેલો એવો અર્થ કરવો. તેથી જ ટીકામાં “પ્રમા-માત્ર ITનુપનધ્યેઃ' એમ લખ્યું છે. | ૬-૩૧-૩૨I/ प्रत्यभिज्ञाभासं प्ररूपयन्ति तुल्ये पदार्थे स एवायमिति, एकस्मिंश्च तेन तुल्य इत्यादिज्ञानं પ્રત્યfમજ્ઞમસન્ + ૬-૩રૂ टीका-प्रत्यभिज्ञानं हि तिर्यगूर्ध्वतासामान्यादिगोचरमुपवर्णितं, तत्र तिर्यक्सामान्यालिङ्गिते भावे स एवायमिति, ऊर्ध्वतासामान्यस्वभावे चैकस्मिन् द्रव्ये तेन तुल्य इति ज्ञानम्, आदिशब्दादेवंजातीयकमन्यदपि ज्ञानं प्रत्यभिज्ञानाમાણમિતિ દ્-રૂરૂ I उदाहरन्तिયમર્તવનીતવત્ / ૬-૩૪ टीका-यमलकजातयोरेकस्याः स्त्रिया एकदिनोत्पन्नयोः पुत्रयोर्मध्यादेकत्र द्वितीयेन तुल्योऽयमिति जिज्ञासिते स एवायमिति, अपरत्र स एवायमिति बुभुत्सिते तेन तुल्योऽयमिति च ज्ञानं प्रत्यभिज्ञाभासम् ॥६-३४॥ સ્મરણાભાસ” સમજાવીને હવે પરોક્ષપ્રમાણનો બીજો ભેદ જે પ્રત્યભિજ્ઞા છે. તેનો આભાસ સમજાવે છે સૂત્રાર્થ– તુલ્ય એવાં પદાર્થમાં ““આ તે જ છે” એમ માનવું. તથા એક જ પદાર્થમાં “આ તેની તુલ્ય છે.” એમ માનવું. તે બન્ને પ્રત્યભિજ્ઞાભાસ કહેવાય છે. જેમકે- બે બાળકોનું સાથે જન્મેલું યુગલ. II૬-૩૩-૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy