________________
૧૬
પરિચ્છેદ ૬-૧૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
જ પ્રમાણમાં સારૂપ્યતા અને અધિગતિતા એમ ઉભયાત્મકતા હોઈ શકે છે. સારાંશ કે પ્રમાણ એવા જ્ઞાનમાં અસારૂપ્યતા (અર્થના આકારના અભાવ)ની વ્યાવૃત્તિ હોવાથી (એટલે કે અર્થનો આકાર નથી એમ નહીં તેથી) સારૂપ્યતા (અર્થાકારતા) છે. તથા અનધિગતિની (એટલે બોધના અભાવની) વ્યાવૃત્તિ હોવાથી અધિગતિ (બોધ) રૂપ પણ છે. એમ એક જ વસ્તુ ઇતરની વ્યાવૃત્તિથી ઉભય રૂપ હોઇ શકે છે. તેથી એક જ પ્રમાણ જ્ઞાનને વ્યાવૃત્તિના ભેદથી પ્રમાણ રૂપ અને ફળરૂપ એમ ઉભયરૂપ માની શકાય છે. માટે સર્વથા અભેદ માનવામાં પણ કાર્યકારણ ભાવ ઘટી શકે છે.
જૈન- આ પ્રમાણે કહેવું નહીં. સ્વભાવભેદ માન્યા વિના અન્યની વ્યાવૃત્તિ માત્રથી ભેદ ઘટી શકતો નથી. માટીના બનેલા ઘટમાં અઘટની વ્યાવૃત્તિથી ઘટપણું અને અમૃની વ્યાવૃત્તિથી મૃપણું જે સમજાવવામાં આવ્યું છે. તે પણ એકમાં હોવા છતાં સ્વભાવભેદને કારણે છે.
મૃદુ એ કારણરૂપ છે અને ઘટ એ કાર્યરૂપ છે. મૃદુ એ વ્યાપક ધર્મ છે અને ઘટ એ વ્યાપ્યધર્મ છે. આ પ્રમાણે સ્વભાવભેદ હોવાથી ત્યાં પણ કથંચિત્ ભેદ છે જ. સર્વથા અભેદ નથી જ. ઘટનો નાશ થવા છતાં મૃનો નાશ થતો નથી. આ રીતે પણ સ્વભાવભેદ છે. તેવી રીતે અસારૂપ્યની વ્યાવૃત્તિ તે સારૂપ્ય સ્વરૂપ પ્રમાણ અને અનધિગતિની વ્યાવૃત્તિ રૂ૫ અધિગતિ તે ફલ એમ માનશો તો પણ તે બન્નેમાં સ્વભાવભેદ તો માનવો જ પડશે. એક કારણ અને એક કાર્ય. અને એમ માનતાં કથંચિ ભેદ તો આવ્યો જ. તથા વળી આ રીતે અન્યની વ્યાવૃત્તિમાત્રથી જ જો વસ્તુ સ્વરૂપ કહીએ તો વિવક્ષિત એવો એક ઘટ, અઘટ (પટાદિ) થી વ્યાવૃત્ત હોવાથી જ જો ઘટ કહેવાતો હોય, તો તે વિવક્ષિત ઘટ, ઘટાન્તરથી (એટલે કે અન્ય ઘટથી) પણ વ્યાવૃત્ત છે માટે અઘટ પણ બનવો જોઈએ. અને માટીનો હોવા છતાં તે વિવક્ષિત મૃદુ તેમાં છે. તેના સિવાયની મૃદન્તરથી વ્યાવૃત્ત પણ છે માટે અમૃ પણ બનવો જોઈએ. પરંતુ અઘટ કે અમૃદુ બનતો નથી. તેવી જ રીતે પ્રમાણને અસારૂપ્યથી અને અનધિગતિથી વ્યાવૃત્ત માનીને જ જો સારૂપ્યતા અને અધિગતિતા કહેવાતી હોય તો તે જ પ્રમાણ ઈતર પ્રમાણોથી (પ્રમાણાન્તરથી) વ્યાવૃત્ત હોવાથી અપ્રમાણ પણ કેમ ન કહેવાય ? તથા ઈતર અધિગતિથી (એટલે કે અધિગત્યારથી-બીજા બોધથી) પણ વ્યાવૃત્ત છે, માટે અબોધ પણ કેમ ન કહેવાય ? આવી અનિષ્ટ આપત્તિ આવશે. તેથી વસ્તુનું સ્વરૂપ વ્યાવૃત્તિમાત્રથી જ નથી. પરંતુ સ્વ-સ્વરૂપથી પણ છે. હવે જો સ્વ-સ્વરૂપથી પ્રમાણ અને ફળ એક જ હોય, (સર્વથા અભિન્ન જ હોય) તો સાધ્ય-સાધનભાવ, કાર્ય-કારણભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org