________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
- ૨૫૩ દોષો તમારા વડે (બૌદ્ધ વડે) અમને (જૈનોને) જે કહેવાયા. તદ્વિમેવ=તે અમને ઇષ્ટ જ છે. કારણકે સ્વાદ્વાદી એવા જૈનોએ (અમે) આત્માનું કથંચિત્ અનિત્યપણું પણ સ્વીકારેલું જ છે. કારણકે તમારી સામે તમારા ખંડન માટે અમે આત્માનું નિત્યપણું જે કહીએ છીએ તે કથંચિત્ જ કહીએ છીએ. એકાતે નિત્યપણું અમે માનતા જ નથી.
વળી આત્માને તમે (જૈનો) જો નિત્ય માનશો તો આત્મત્વનો અને આત્મીયત્વનો આગ્રહ હોવાના કારણે (હું અને મારું એવી આગ્રહ-ગ્રન્થિ હોવાના કારણે) મુક્તિદશાની અપ્રાપ્તિ થશે. વગેરે જે જે દૂષણો તમારા વડે અમને અપાયાં. તે પણ તમારું કહેવું સાચું નથી. કારણકે પ્રારંભમાં મનોહર પરંતુ પર્યન્ત વિરસ (અત્યન્ત દુઃખદાયી) આવું સંસારનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા, તથા પારમાર્થિક (સાચા-યથાર્થ), ઐકાન્તિક અને આત્મત્તિક આનંદના સમૂહના સ્વભાવવાળી મુક્તિનું રહસ્ય (સ્વરૂપ) જે મહાત્માઓએ જાણ્યું છે (જીવનમાં વ્યાપ્ત કર્યું છે.) એવા મહાત્મા પુરુષોને કિપાકના ફળના રસથી યુક્ત એવી ખીરમાં જેમ મમતા હોતી નથી, તેની જેમ પોતાના શરીર ઉપર પણ મમતા હોતી નથી. તો પછી આત્માના નિત્યત્વની માન્યતાના અહં કે મમરૂપ પ્રથ્યાત્મક મમતા તો સંભવે જ શી રીતે ? એટલે કે આવા મહાત્માઓને અહં અને મમ હોતા જ નથી. પરંતુ યથાર્થ તત્ત્વ માનવાનું, જાણવાનું અને આચરવાનું જ્ઞાનમાત્ર જ છે.
नैरात्म्यदर्शने पुनरात्मैव तावन्नास्ति, कः प्रेत्य सुखीभवनार्थं यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते ? । न हि दुःखी देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः ? एकक्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव सार्थं दध्वंसे, सन्तानस्तु न वास्तवः कश्चिदिति प्ररूपितमेव । वास्तवत्वे तस्य निष्प्रत्यूहाऽऽत्मसिद्धिरिति ॥७-५५॥
વળી હે બૌદ્ધ ! આત્માને કથંચિત્ નિત્ય (અને કથંચિત્ અનિત્ય) માનીએ તો કોઇપણ દોષ આવતો નથી. આવી સુંદર વાત નહી સમજીને કેવળ એકલો નિત્ય માનશો તો સુખ-દુઃખાદિ દ્વારા વિકાર નહી ઘટે, માટે નિત્ય માનવાનો અત્યન્ત આગ્રહ આ એક મોહ-રાગ માત્ર જ છે તેથી હું છું અને મારું છે. આવો આગ્રહ મુક્તિનો પ્રતિબંધક છે. તેને છોડો. આમ કહીને આત્માને અનિત્ય જ માનવો જોઈએ અને તેથી “નૈરાગ્યદર્શન” જ મુક્તિ પ્રવેશનું દ્વાર છે. ઇત્યાદિ તમે જે ઉપર ઉપરથી ડાહ્યું ડાહ્યું કહ્યું. ત્યાં અમે તમને કહીએ છીએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org