________________
૩૪૦ - પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ કહો તો ચરમશરીરી જીવોની સાથે વ્યભિચાર આવશે. કારણકે ચરમશરીરી જીવોમાં તે જ ભવમાં સપ્તમનરક પૃથ્વીગમનનો અભાવ છે. છતાં મુનિગમનનો અભાવ નથી. તેવી જ રીતે સ્ત્રીઓમાં પણ તે જ ભવમાં સમપૃથ્વી ગમનનો અભાવ હોવા છતાં પણ મુક્તિગમનનો અભાવ ન પણ હોય. એવું કાં ન બને ?
બીજો પક્ષ કહો તો ત્યાં તમારો આશય આ પ્રમાણે સમજાય છે–સ્ત્રીઓમાં સાતમી નરકપૃથ્વીના ગમનને યોગ્ય તીવ્રતર અશુભ પરિણામ આવવામાં સામર્થ્યનો અભાવ હોવાથી પુરુષોથી હીનત્વ છે. તેમ મુક્તિગમનને યોગ્ય ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવવામાં પણ સામર્થ્યનો અભાવ હોવાથી પુરુષોથી હીનત્વ છે. ચરમશરીરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે મુનિઓમાં તો ઉભયસ્થાનોમાં (સાતમી નરક અને મુક્તિ એમ બન્નેમાં) પણ જવાનું સામર્થ્ય હોવાથી કોઈપણ એકબાજુ અપકર્ષ નથી. સારાંશ કે જે પુરુષો ચરમશરીરી હોય છે. એટલે કે તભવમોક્ષગામી હોય છે. તેઓ તે જ ભવે મોક્ષે જવાના હોવાથી સાતમી નરકમાં જતા નથી. પરંતુ સામર્થ્ય બન્ને બાજુ જવાનું સામાન્યથી તેઓમાં હોય છે. તેવું સામર્થ્ય સ્ત્રીઓમાં નથી. નીચે જવાનું સામર્થ્ય જેનામાં ઘણું ન હોય, તેનામાં ઉપર જવાનું સામર્થ્ય પણ ઉત્કૃષ્ટ ન હોય.
આમ જ કહો તો તે અયુક્ત છે તમારો મનમાં માની લીધેલો “આ ન હોય તો તે પણ ન હોય” આવો અવિનાભાવસંબંધ (વ્યાપ્તિ) પ્રામાણિક નથી. જ્યાં જ્યાં ઉત્કૃષ્ટ અશુભગતિનું (સાતમી નારકીનું) કર્મ ઉપાર્જન કરવાનું સામર્થ્ય ન હોય, ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ શુભગતિનું (મુક્તિને) ઉપાર્જન કરવાનું સામર્થ્ય પણ ન જ હોય” આવો અવિનાભાવસંબંધ (વ્યાતિ) પ્રામાણિક નથી. અન્યથા= જો આ અવિનાભાવ સાચો જ હોય એટલે નીચ જવામાં ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય હોય ત્યાં જ ઉપર જવામાં ઉત્કૃષ્ટ સામર્થ્ય હોય તો, તેવી જ રીતે ઉપર જવામાં ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય જ્યાં (અભવ્ય અથવા મિથ્યાત્વી આદિમાં) નથી. ત્યાં નીચે જવામાં પણ ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય ન હોવું જોઇએ. પરંતુ તેમ બનતું નથી.
સારાંશ કે જેનામાં નીચે જવામાં ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તેનામાં ઉપર જવામાં પણ ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય આવો અવિનાભાવ નથી. જો આવો અવિનાભાવ સંબંધ માનીએ તો જે જે જીવોમાં ઉત્કૃષ્ટ શુભગતિ (અનુત્તર અને મુક્તિ) ઉપાર્જન કરવાના સામર્થ્યનો અભાવ છે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ અશુભગતિ ઉપાર્જન કરવાનું સામર્થ્ય નથી એવો નિયમ (અવિનાભાવ) પણ હોવો જોઇએ. આ નિયમ કેમ નથી માનતા ? જો સ્ત્રીઓ સાતમી નરકમાં જવાના સામર્થ્યને ધારણ નથી કરતી માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org