________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
શરીર, પ્રત્યવયવમનુપ્રવિજ્ઞનાભા'' ઇત્યાદિ ટીકા-પાઠોમાં “શરીર અવયવોવાળું છે. અને એક એક અવયવોમાં પ્રવેશ પામતો આ આત્મા પણ સાવયવ થશે. અને તેનાથી આત્મામાં કાર્યત્વ (કૃત્રિમત્ત્વ) આવશે, અને આત્માને કાર્યરૂપ માનીએ તો સજાતીયકારણોના સંયોગથી આત્મા બને છે કે વિજાતીયકારણોના સંયોગથી આત્મા બને છે.' ઇત્યાદિ જે કંઇ કહ્યું. તે પણ કહેવા પૂરતું જ છે. અર્થાત્ યુક્તિ વિનાનું વચનમાત્ર જ છે. તે આ પ્રમાણે
૨૯૦
આ આત્મા (અસંખ્યપ્રદેશોનો બનેલો હોવાથી) કથંચિત્ સાવયવત્વ, અને (પૂર્વાપર પર્યાયરૂપે રૂપાન્તર થતો હોવાથી) કથંચિત્ કાર્યત્વ એમ બન્ને ધર્મો અમે માનીએ જ છીએ. અને આ બન્ને ધર્મો સ્વીકારવા છતાં તમે આપેલા કોઇ દોષો આવતા નથી. તમે જે એમ કહ્યું હતું કે સાવયવી માનવાથી ઘટાદિની જેમ કાર્યત્વ આવશે. અને તેમ થવાથી પૂર્વકાળમાં પ્રસિદ્ધ એવા સમાનજાતિવાળા (આત્મત્વ ધર્મવાળા) અવયવો વડે આરભ્યત્વ આત્મામાં આવશે. પરંતુ એવો કોઇ દોષ આવતો નથી.
પહેલી વાત તો એ છે કે ઘટાદિ કાર્યોમાં પણ પૂર્વકાળમાં પ્રસિદ્ધ એવા કપાલસંયોગાત્મક સમાન જાતિવાળા અવયવો વડે આરભ્યપણું દેખાતું નથી. પરંતુ કુંભાર આદિના પુરુષાર્થથી યુક્ત એવા ધૃપિંડમાંથી પહેલેથી જ નીચેથી પહોળોપહોળો અને ઉપરથી સાંકડો સાંકડો એવો આકાર કરાયે છતે તેવા આકારવાળા આ ઘડાની ઉત્પત્તિ દેખાય છે. અર્થાત્ ઘટ સાવયવ અવશ્ય છે. અને કાર્યરૂપ પણ અવશ્ય છે. પરંતુ સાવયવ અને કાર્યત્વ સ્વરૂપ હોય એટલે સમાનજાતિવાળા અવયવો દ્વારા જ જન્યત્વ હોય એવો નિયમ નથી. ઘટ બનાવવામાં પણ પૂર્વે માટીના કપાલ બનાવવામાં આવતા હોય અને બે ચાર કપાલોનો સંયોગ કરીને ઘટ બનાવાતો હોય એવું સંસારમાં દેખાતું નથી. પરંતુ જે નૃષિંડ છે. તેને જ પાણી દ્વારા મસળી મસળીને કોમળ કરીને કુંભારના પ્રયત્ન વિશેષથી દંડ અને ચક્રવડે ભમાવી ભમાવીને
ગોળ ગોળ આકારે અને નીચેથી ઉપર પહોળાઇ પણે અને પેટના ભાગથી ઉપર સાંકડાપણે માત્ર રૂપાન્તર જ કરાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે.
ભોજન માટે બનાવાતા રોટલા-રોટલી રૂપ કાર્યમાં અવયવ સંયોગ કરાતો જ નથી. માત્ર ગોળ વાળેલા લોયાનું જ વેલણ આદિ સામગ્રીથી રૂપાન્તર જ કરાય છે. અને એ જ કાર્યત્વ છે. કારણકે કોઇપણ દ્રવ્યમાં પૂર્વાકારનો ત્યાગ કરીને ઉત્તર આકારરૂપે પરિણામ પામવું એ જ કાર્યત્વ છે. બધે અવયવ સંયોગાત્મક કાર્ય હોય એવો નિયમ નથી. તેથી પર્યાયાન્તર થવા રૂપ કાર્યત્વ જેમ ઘટમાં છે. તેમ આત્મામાં પણ છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org