________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૨૫ पादानलक्षणं तनोश्चैतन्यं प्रति नास्त्येव, उपादानभावाभिमतशरीरप्राक्तनाकारपरित्यागाभावेऽपि प्रादुर्भवन्नानाप्रकारप्रकर्षरूपचैतन्यविकारोपलम्भादिति न चैतन्यं प्रति उपादानभावोऽपि वपुषः सूपपादः ॥
તથા બાળક આદિમાં શરીરની વૃદ્ધિ થયે છતે જે આ ચૈતન્યની વૃદ્ધિ દેખાય છે. ત્યાં પણ ચૈતન્ય પ્રત્યે શરીર સહકારિકરણ છે. પરંતુ ઉપાદાનકારણ નથી. જેમ અલ્પ જળથી અંકુરાની વૃદ્ધિ અલ્પ થાય છે અને બહુ જળથી અંકુરાની વૃદ્ધિ બહુ થાય છે. ત્યાં અંકુરાની વૃદ્ધિમાં જળ એ સહકારિકારણ છે. ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ તો બીજ છે. તેમ અહીં ચૈતન્યની વૃદ્ધિમાં શરીર એ સહકારિતારણ છે. કારણકે જો શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ હોય, તો ચૈતન્યમાં શરીરની વૃદ્ધિને અનુસરવાપણું નિયમ હોવું જોઈએ. અને એમ સંસારમાં દેખાતું નથી. કારણકે તેવો અનુભવ થતો નથી. જેનું શરીર વધે તેનું ચૈતન્ય વધે જ, અને જેનું શરીર ઘટે તેનું ચૈતન્ય ઘટે જ એવું સંસારમાં દેખાતું નથી. જો એમ જ હોય તો જાડા અને ઉંચા માણસો જ બહુ બુદ્ધિવાળા અને પાતળા તથા ઠીંગણા માણસો અલ્પ બુદ્ધિવાળા દેખાવા જોઈએ. પરંતુ આવો અનુભવ થતો નથી. માટે શરીર એ ચૈતન્યનું સહકારિતારણ માત્ર છે.
વળી “જે પૂર્વના આકારનો પરિત્યાગ કરવા દ્વારા, પોતાના મૂલસ્વરૂપને નહીં ત્યજતું છતું જે દ્રવ્ય ઉત્તર આકારને ગ્રહણ કરે” તે ઉપાદાનકારણ કહેવાય. જેમકે કડા-કુંડલ પ્રત્યે કંચન. અહીં કંચન પૂર્વકાર એવા કડાપણાનો ત્યાગ કરવા દ્વારા અને પોતાના મૂળ સ્વરૂપભૂત કંચનપણાનો ત્યાગ નહી કરતું છતું ઉત્તરાકાર એવા કુંડલપણાને ધારણ કરે છે. માટે કડા-કુંડલપણું એ ઉપાદેય છે. અને કંચન એ ઉપાદાનકારણ છે. તેવી રીતે પણ ઉપાદાનનું જે આ લક્ષણ છે. તે ચૈતન્ય પ્રગટ કરવામાં શરીરની અંદર સંભવતું જ નથી. કારણકે ઉપાદાનકારણ તરીકે માનેલા શરીરના પૂર્વ આકારનો ત્યાગ ન થવા છતાં પણ (એટલે કે શરીર એવું ને એવું જ રહેવા છતાં) તે શરીરમાં જ પ્રગટ થતા વિવિધ પ્રકારના વૃદ્ધિ પામેલા ચૈતન્યના વિકારો આ સંસારમાં પ્રગટપણે દેખાય જ છે. ઘણા માણસોના શરીરનો બાંધો ૩૫૪૦ વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ પામે છે ત્યારબાદ ૪૦ વર્ષથી ૬૫-૭૦ વર્ષની ઉંમર સુધી શરીરનો બાંધો તેવો ને તેવો જ રહે છે. હાનિ કે વૃદ્ધિ પામતો દેખાતો નથી. છતાં સંસારમાં તે જ વ્યક્તિને જુદા જુદા વિષયોના અનેક પ્રકારના અનુભવો થવા રૂપ જ્ઞાનની વૃદ્ધિ થતી જગતમાં સાક્ષાત્ દેખાય જ છે. તેથી ચૈતન્ય પ્રત્યે શરીરનો ઉપાદાનભાવ કહેવો એ વાત સૂપપાદ=સારા વિચારરૂપ (અર્થાત્ યુક્તિયુક્ત) નથી.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org