________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૪
ટીકાર્થ-આ ચોથા ભેદમાં લોકનિરાકૃતપદમાં જે લોકશબ્દ છે. તેનો અર્થ લોકપ્રતીતિ કરવો. અર્થાત્ લોકોની પ્રતીતિથી (અનુભવથી) જે સાધ્યનો નિષેધ સિદ્ધ હોય છતાં સાધ્ય સાધીએ તે લોકપ્રતીતિથી નિરાકૃત એવા સાધ્યધર્મવાળો પક્ષાભાસ કહેવાય છે. કારણકે સર્વ લોકની પ્રતીતિ આવી જ હોય છે કે જે પ્રમાણ છે. એ પારમાર્થિક છે. અને પારમાર્થિક એવા તે પ્રમાણ વડે કરાતો તત્ત્વાતત્ત્વનો જે વિવેક તે પ્રમેય પણ પારમાર્થિક જ કરાય છે. એટલે કે પ્રમાણ-પ્રમેયનો વ્યવહાર પારમાર્થિક જ છે. એવી સર્વ લોકપ્રતીતિ છે છતાં પ્રમાણ-પ્રમેયનો વ્યવહાર પારમાર્થિક નથી. આવું જે બોલવું કે સાધવું તે પક્ષ લોકપ્રતીતિથી નિરાકૃત હોવાથી પક્ષાભાસ છે. પ્રશ્ન-અહીં તમે જે લોકપ્રતીતિ કહો છો શું પ્રમાણ ભૂત છે કે– અપ્રમાણભૂત છે ? જો આ લોકપ્રતીતિ અપ્રમાણભૂત હોય તો અપ્રમાણ એવી તે લોકપ્રતીતિ વડે કોઇનો પણ બાધ કરવો કેમ શક્ય ગણાય ? અપ્રમાણભૂત જ્ઞાન અકિંચિત્કર જ હોય છે. હવે જો તમે લોકપ્રતીતિને પ્રમાણભૂત કહો તો શું પૂર્વોક્ત પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોથી અતિરિક્ત (ભિન્ન) પ્રમાણ છે કે તેનાથી અન્યતર (એટલે કે પ્રત્યક્ષ-પરોક્ષમાંનું કોઈ પ્રમાણ) સ્વરૂપ છે? ત્યાં પ્રથમ પક્ષ (પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોથી અતિરિક્ત પ્રમાણ છે એમ કહેવું તે) તો ઉચિત નથી જ. કારણકે પ્રત્યક્ષાદિથી અતિરિક્ત પ્રમાણોનો અસંભવ જ છે. અન્યથા=જો એમ ન માનીએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણો છે. એવું જે કથન દ્વિતીયાદિ પરિચ્છેદોમાં કર્યું છે. તે સઘળું અસમંજસતાને (અસત્યપણાને) જ પામે. જો અધિક પ્રમાણો હોત તો ગ્રંથકારે ત્યાં જ લખ્યાં હોત. હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે પ્રત્યક્ષ-પરોક્ષ એવા પ્રમાણસ્વરૂપ જ લોકપ્રતીતિ છે. તો આ લોકપ્રતીતિ નિરાકૃતવાળો ભેદ પ્રત્યક્ષનિરાકૃત અથવા પરોક્ષ-નિરાકૃત (અનુમાન નિરાકૃત) આદિ પક્ષાભાસોમાં જ લોકપ્રતીતિ નિરાકૃતનો અંતર્ભાવ થઇ જ જાય છે. તો જુદો ભેદ કરવાની જરૂર શું ? આ પ્રસ્તુત પક્ષાભાસ જુદો ન કહેવો જોઇએ.
અન્ય-આ
ઉત્તર- તમારો પ્રશ્ન સાચો છે. આ લોકપ્રતીતિ પ્રમાણભૂત પણ છે. અને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ સ્વરૂપ જ છે. તેથી તેનો પ્રત્યક્ષ-અનુમાનાદિ પક્ષાભાસોમાં સમાવેશ અવશ્ય થઈ જ જાય છે. તો પણ જ્યાં લોકનો અનુભવ વધારે સ્પષ્ટપણે (અતિશય અધિકપણે) પ્રતિભાસિત થાય છે. ત્યાં આ ભેદનો શિષ્યોની બુદ્ધિનો વિકાસ વધારે કરવા માટે ભિન્નપણે ઉલ્લેખ કર્યો છે. આ જ પ્રમાણે બીજાં ઉદાહરણો પણ સમજી લેવાં. જેમકે “માણસના માથાની ખોપરી વિગેરે શારીરિક ભાગ પવિત્ર છે. પ્રાણીનું અંગ હોવાથી, જેમ શંખ પવિત્ર છે તેમ. તથા શુક્તિ (છીપ) પવિત્ર છે તેમ. અહીં લોક અનુભવ જ પ્રમાણ છે કે માથાની ખોપરીવાળાં અંગો અપવિત્ર જ છે. તેથી પવિત્ર
Jain Education International
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org