SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ a yફ રીડિંગની વેળાએ વદિકુલકિરીટ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી પ્રમાણનયતત્તાલોક નામના ગ્રંથની રચના કરી છે.અને તેના ઉપર જ સ્યાદ્વાદરત્નાકર નામની સ્વોપણ ટીકા પણ રચી છે. જ્યારે તેઓશ્રીના જ શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજાએ સ્યાદ્વાદ રૂપી રત્નાકર = સમુદ્રમાં અવતરણ કરી શ્રી જૈન શાસનના સિદ્ધાન્તરૂપી મૌક્તિકોની પ્રાપ્તિ માટે સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા નામની મહાટીકા રચી છે. શ્રી વાદિદેવસૂરિજી મહારાજા જિનશાસનરૂપી નભોગણમાં બારમી સદીના ઉત્તરાર્ધમાં અને તેરમી સદીના પૂર્વાર્ધમાં સહસ્ત્રકિરણ સમ થઈ ગયા છે. જ્યારે આજે ન્યાયદર્શનમાં પ્રવેશ કરવા શ્રી તર્કસંગ્રહ સિદ્ધાન્તમુક્તાવલિ વ્યાપ્તિપંચક સિદ્ધાન્તલક્ષણી અને વ્યુત્પત્તિવાદ આદિ ગ્રંથોનો અભ્યાસ વધી રહ્યો છે. ત્યારે તે ગ્રંથોમાં દર્શાવેલ પદાર્થો જૈનદર્શન માન્ય છે? યા કયા પદાર્થો જૈનદર્શનથી અસંમત છે. તે જાણવા માટે સ્યાદ્વાદમંજરી, સપ્તપદાર્થ (જૈન) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવો અત્યન્ત જરૂરી છે. સ્વાવાદ રત્નાકરાવતારિકા આવો જ એક મહાગ્રંથ છે. તેના અધ્યયનથી પ્રમાણ, પ્રમેય પ્રમાણફળ, નય, સપ્તભંગી, આત્મા, તેનું સ્વદેહપ્રમાણત્વ, વાદ, વાદી, પ્રતિવાદી, સભાપતિ, સભ્યો વગેરેનું ઘણું વિશેષ સ્વરૂપ જાણવા મળે છે. જેનાથી ઈતરદર્શનો સંબંધી માન્યતાઓની સત્યતા કેટલી ભ્રામક છે તેનો પણ ખ્યાલ આવે છે. આ ગ્રંથનો અનુવાદ મારા હિતમિત્ર ભાઈશ્રી ધીરુભાઈએ સરળ ગુજરાતી ભાષામાં કર્યો છે. જેથી અધ્યયન પિપાસુ આત્માઓને સમજવામાં ખૂબ સુગમતા રહેશે. જો કે ક્યાંક વિષયનો સ્પષ્ટ બોધ કરાવવા માટે એક જ વસ્તુને પુનરુક્તિ દોષને અવગણી ફરી ફરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. જેથી ગ્રંથ ગૌરવ જણાય છે છતાં ગ્રંથનું સાદ્યત્ત અધ્યયન કરનાર ભાગ્યશાળીને આ જ વસ્તુ સમજવામાં ખૂબ ખૂબ સહાયક બનશે. આ ત્રીજા ભાગનું મુફ સંશોધન ખૂબ ધ્યાનપૂર્વક ફરી ફરી કરેલ છે. છતાં અજ્ઞાનતા, અનુપયોગદશા આદિના કારણે ભૂલો રહી જતી હોય છે. આ ગ્રંથમાં પણ આવું બનવાનો સંભવ છે તેથી રહી ગયેલ અલનાઓ બદલ ક્ષમા યાચના સહ તે સુધારવા વિદ્વાન વાચકવર્ગને વિનંતિ. - ૭૦ વર્ષની પાકટ વયે આદરણીય બંધુ શ્રી ધીરુભાઈ ઉત્સાહ સભર અધ્યાપન કાર્ય કરાવવાની સાથે સાથે અભ્યાસોપયોગી દુર્બોધ ગ્રંથોનો સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં સમયનો સદુપયોગ કરી પ્રકાશન કાર્ય કરી રહ્યા છે. અત્યારે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું મુદ્રણકાર્ય ચાલુ જ છે, જેનું પ્રકાશન જ્ઞાનપિપાસુ આત્માઓને અધ્યયનમાં બહૂપયોગી બનશે. આ ગ્રંથના પ્રકાશનમાં થઈ ગયેલી યા રહી ગયેલી ભૂલો મારી પણ છે તેથી શ્રી સંઘસાક્ષીએ તે બદલ ફરી ફરી ક્ષમાયાચી વિરમું છું. . રતિલાલ ચીમનલાલ દોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy