________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૯
થયેલા (એટલે કે મૃત્યુ પામેલા) યોધાની સાથે જીવન્ત યોધાનું યુદ્ધ જોવાયું પણ નથી અને સંભળાયું પણ નથી. જેમ મૃત્યુ પામેલા યોધાની સાથે યુદ્ધ ન હોય તેમ હારેલા વાદીની સાથે વાદ ન હોય. તો હવે પ્રતિવાદીએ સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનવચન શા માટે બોલવું જોઇએ ?
ઉત્તર- કોઈ એક સ્થાનમાં રાજ્યાભિષેક માટે લોકો વડે સ્વીકાર કરાયેલા (માન્ય રખાયેલા) જુદા જુદા બે રાજકુમારો પરસ્પર જિગીષ હોતે છતે જો કોઈ એક રાજકુમાર બીજા રાજકુમારને હણી નાખે. તો પણ માન્ય રખાયેલા બીજા રાજકુમારનો શું ત્યાં રાજ્યાભિષેક નથી કરાતો ? અર્થાત્ કરાય જ છે. કારણકે પોતાનો રાજ્યાભિષેક થાય એટલા માટે જ આ રાજકુમારે અન્ય રાજકુમારની હત્યા કરી છે. તો અહીં જેમ બીજા રાજકુમારની હત્યા કરવા માત્રથી વિવક્ષિત રાજકુમાર રાજા ગણાતો નથી. પરંતુ પછીથી તેનો રાજ્યાભિષેક કરવો જ પડે છે. તેમાં પ્રતિવાદી દ્વારા વાદીનો પરાભવ (ખંડન) કરાવા છતાં પછીથી પ્રતિવાદીએ પોતાના પક્ષનું ખંડન કરવાનું તો બાકી રહે જ છે. અને મંડન કરે તો જ વિજયલક્ષ્મી વરે છે. આ બાબતમાં દિગંબરાચાર્ય શ્રી અલંકે પણ કહ્યું છે કે
વાદીની વાતમાં વિરુદ્ધતાનું ઉભાવન કરીને પ્રતિવાદી વાદીને અવશ્ય જિતે છે. તો પણ અસિદ્ધતા આદિ અન્ય હેત્વાભાસોનું વાદીના અનુમાનમાં ઉભાવન કરીને પોતાના પક્ષની સિદ્ધિની અપેક્ષા પ્રતિવાદી અવશ્ય રાખે છે.”
પરપક્ષને (વાદીના પક્ષને) દૂષિત કરતા એવા પ્રતિવાદીએ વાદીના અનુમાનમાં જ્યાં સુધી દોષનો વિષય (સ્થાન) જણાય ત્યાં સુધી તે કહેવો જોઈએ. કારણકે દોષના વિષયભૂત સ્થાન જણાવ્યા વિના દોષ જણાવવો અશક્ય છે. જેમકે “શબ્દઃ નિત્ય: વૃદ્ધત્વીત્' આવું અનુમાન ધારો કે વાદીએ કર્યું. ત્યાં પ્રતિવાદી આમ કહે કે અહીં વિરુદ્ધ દોષ છે” તો ન ચાલે. પરંતુ આ હેતુ સાધ્યના અભાવ એવા અનિત્યની સાથે વ્યાપક છે. અર્થાત્ સાધ્યાભાવ માત્રમાં વ્યાપક છે માટે વિરુદ્ધ છે. આમ દોષનું સ્થાન-આધાર બતાવીને દોષ કહેવો જોઈએ. આ જ વાત બરાબર છે. અન્યથા નહીં. વળી સર્વે દોષના વિષયો (દોષનાં સર્વે સ્થાનો-પ્રકારો) એક જ કાળે એકી સાથે કહી શકાતાં નથી. જિહા ક્રમવર્તી હોવાથી ક્રમે ક્રમે જ દોષવચનો કહેવાનાં હોય છે. તેથી દોષોનો મનમાં નિર્ણય કરીને ફરી ફરી દોષનો પ્રસ્તુત વિષય બતાવવો પડે છે. કારણકે દોષનું સ્થાન ન જણાવ્યું છતે નિરાધાર દોષ કહેવો શક્ય નથી. તેથી કરીને દોષના આધારભૂત વિષયનું (સ્થાનનું) બે- (ત્રણ-ચાર)વાર પણ અનુવાદન કરવું પડે છે. આ કારણથી પ્રથમ જે સંપૂર્ણનો અનુવાદ કર્યો હોય છે. તે નિરર્થક બની જાય છે. તે બે વાર અનુવાદ આ પ્રમાણે છે
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org