________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
છે. બ્રાહ્મી ઔષધી અને ધૃતાદિ એ ભૂતો છે તેનાથી ચૈતન્ય વૃદ્ધિ પામ્યું. માટે ચૈતન્ય એ ભૂતધર્મ છે.
૨૨૮
તથા વર્ષા ઋતુમાં (અતિત્ત્વીયસા એટલે ઘણો લાંબોકાળ, અને નાતિવીયસા-ઘણો લાંબો કાળ નહીં. અર્થાત્) અત્યન્ત અલ્પકાળમાં જ પાણીનાં બિન્દુઓ આદિ દ્વારા દહીના અવયવો જ પોરા આદિ રૂપે (સ્વેદજ અને ઉદ્ભિજ્ર પ્રકારના ચૈતન્યવાળા પણે) હાલતા-ચાલતા ચૈતન્યવાળા પદાર્થો રૂપે ઉત્પન્ન થતા દેખાય છે. એટલે દહીના જે અવયવો પૃથ્વી આદિ ભૂત સ્વરૂપ છે. તેમાંથી જ પોરા આદિ ચૈતન્યગુણવાળા પદાર્થો બને છે. માટે ચૈતન્ય એ ભૂતોનો જ ધર્મ છે અને અમારો આ પક્ષ જ યુક્તિયુક્ત જણાય છે.
જૈન− હે ચાર્વાક ! તારી આ વાત સારી નથી. કારણકે જે આ શરીર છે. તે ચેષ્ટા-ઇન્દ્રિય-અને વિષયગ્રહણના આશ્રયવાળું (આધારવાળું) છે. આ વાત જગત્પ્રસિદ્ધ છે. શરીર દ્વારા જ ગમના-ગમનની ચેષ્ટા થાય છે. શરીરમાં જ યથાસ્થાને ચક્ષુ, ઘ્રાણ આદિ ઇન્દ્રિયો હોય છે. અને શરીરમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા જ વિષય-બોધ કરાય છે. એટલે આ સર્વે ક્રિયાઓનો મૂળ આધાર શરીર છે. અન્ન-પાન આદિ દ્વારા (એટલે ભોજનાદિ દ્વારા) તવનુપ્રજ્ઞા-તે શરીરનો અનુગ્રહ (ઉપકાર-લાભ) થવાથી, તત્વહારીન્દ્રિયાનુપ્રદે-તે શરીરના સહકારવાળી એવી ઇન્દ્રિયોનો અનુગ્રહ (ઉપકાર) થાય છે. તેમ થયે છતે ઇન્દ્રિયો નિર્મળતર થવાથી તેના દ્વારા થનારો વિષયનો બોધ પણ ત્વરિત અને નિર્મળ થાય છે. જે આ વિષય-બોધ થાય છે તે જ ચૈતન્ય છે. તે વિષય-બોધથી બીજું કોઇ ચૈતન્ય નથી. આ રીતે ભોજન-પાણી આદિ સ્વરૂપ પૃથ્વી વગેરે ભૂતોથી શરીરનો અનુગ્રહ થાય છે. અને શરીર તથા ઇન્દ્રયો સબળ થવાના કારણે તેના સહકારથી વિષય-બોધ ત્વરિત થાય છે. આ પ્રમાણે વિષય-બોધ કરવામાં શરીર અને ઇન્દ્રિયો સહકારી કારણ માત્ર છે. અને શરીર તથા ઇન્દ્રિયોને સબળ કરવામાં ભોજન-પાણી સહકારી કારણ છે. પરંતુ ઉપાદાનકારણ નથી. તેથી ભૂતોમાંથી ચૈતન્ય પ્રગટ થતું નથી.
જેમ ભોજન-પાણીનો ઉપયોગ શરીર અને ઇન્દ્રિયોને સબળ અને પ્રસન્ન કરનાર છે. તેવી જ રીતે બ્રાહ્મી આદિ ઔષધિઓનું સેવન અને ધૃતાદિનું સેવન પણ શરીર અને ઇન્દ્રિયોને જ સતેજ કરનારૂં છે. પરંતુ ચૈતન્યને નહીં. ફક્ત સતેજ થયેલા તે શરીર અને ઇન્દ્રિયોના સહકારથી (સહકારી કારણથી) વિષયબોધ ત્વરિત થાય છે. આ વાત પણ ઉપરની જેમ જ સમજી લેવી. આ શરીર એ આત્માનું ભોગાયતન (ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org