________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨ થી ૫
પ્રશ્ન- સામાન્ય અને વિશેષ આવા પણ બે ભાવો દ્રવ્યથી અને પર્યાયથી ભિન્નપણે વર્તે છે. તેથી જેમ દ્રવ્ય અને પર્યાયના વિષયને સમજાવનારા આશયવિશેષને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે નયો કહો છો. તેમ સામાન્ય અને વિશેષને સમજાવનારા આશયવિશેષને પણ બે નય કહેવા પ્રાપ્ત થાય છે. અર્થાત્ સામાન્ય અને વિશેષના વિષયવાળા પણ બે નયો કહેવા જોઇએ. તે કેમ કહેતા નથી ?
ઉત્તર- ઉપરોક્ત આ પ્રશ્ન ઉપદ્રવથી (દોષથી) મુક્ત નથી, અર્થાત્ દોષિત છે. કારણકે પદાર્થમાં સામાન્ય અને વિશેષ ધર્મ અવશ્ય છે જ. પરંતુ દ્રવ્ય અને પર્યાયથી વ્યતિરિક્તિપણે (ભિન્નપણે) લોકમાં અને લોકોત્તરમાર્ગમાં પ્રસિદ્ધ નથી. તે આ પ્રમાણે-પૂર્વે સામાન્ય બે પ્રકારે કહ્યું છે. પાંચમા પરિચ્છેદના ત્રીજાસૂત્રમાં ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યક્સામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય કહેલું છે.
૧૬૫
તે બેમાં જે ઊર્ધ્વતાસામાન્ય છે તે તો કાળ-ક્રમવર્તી પર્યાયોમાં દ્રવ્યની એક્તારૂપ હોવાથી દ્રવ્યરૂપ જ છે. તેથી ઊર્ધ્વતાસામાન્ય તો દ્રવ્યમાં જ અંતર્ગત થતું હોવાથી દ્રવ્યાર્થિક નયમાં સમાય છે.
પાંચમા પરિચ્છેદના ચોથા સૂત્રમાં કહેલું તિર્યસામાન્ય પણ અનેકવ્યક્તિવૃત્તિ હોવાથી સામાન્યરૂપ છે. પરંતુ પ્રતિવ્યક્તિઓમાં રહેલી જે સદેશ પરિણતિ છે. તે સદશપરિણતિ લક્ષણવાળું આ સામાન્ય તે તે વ્યક્તિના વ્યંજન-પર્યાય સ્વરૂપ જ છે. કારણકે પ્રાવચનિક પુરુષો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકારના પર્યાયો સમજાવે છે. જે એક સમય જેવા સૂક્ષ્મકાલ ભાવી અને વચનથી અગોચર પર્યાયો હોય છે તે અર્થ પર્યાય કહેવાય છે. પરંતુ જે સ્થૂલ હોય છે. કંઇક કાલાન્તર સ્થાયી (થોડોક લાંબો કાળ રહેનારા) હોય છે તથા શબ્દો દ્વારા સંકેતના વિષયવાળા (શબ્દોથી સમજાવી શકાય તેવા) હોય છે તે સર્વે વ્યંજનપર્યાયો કહેવાય છે. એમ આગમના જાણકાર મહાત્માઓ શાસ્ત્રોમાં જણાવે છે.
તેથી અનેક વ્યક્તિમાં રહેનારી એવી ગોત્વ-ઘટત્વ-પટત્વ આદિ જાતિ અનેક વ્યક્તિઓમાં વર્તતી હોવાથી જેમ તિર્યક્સામાન્ય કહેવાય છે. તેમ આ ઘટત્વ-પટત્વાદિ ધર્મો તે તે વ્યક્તિઓના સ્થૂલ કાલાન્તર સ્થાયી અને શબ્દ-વાચ્ય એવા પર્યાય વિશેષ હોવાથી વ્યંજન-પર્યાયમાં જ અંતર્ભૂત થાય છે. તથા વિશેષ પણ વિસર્દશતા સ્વરૂપે (વિલક્ષણતા સ્વરૂપે) પદાર્થનું રૂપાન્તર થવા રૂપે પર્યાયાત્મક જ છે. તેથી તિર્યક્સામાન્ય એ વ્યંજન-પર્યાયમાં અંતર્ગત થાય છે. અને વિશેષ એ વિવક્ષા વશથી અર્થ-પર્યાયમાં અંતર્ગત થાય છે આ રીતે સામાન્ય અને વિશેષ પણ દ્રવ્ય અને પર્યાયમાં સમાઇ જતા હોવાથી આ બે નયથી અધિક નય માનવાની કોઇ જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org