SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ જે જે પદાર્થ સંયમમાં ઉપકાર માટે વર્તે છે તે તે ઉપકરણ કહેવાય છે. અને તે ધર્મનું સાધન છે. તેનાથી અન્ય પદાર્થો જે છે. તે અધિકરણ છે. એમ અરિહંત તીર્થકર પરમાત્મા કહે છે.” ઉપકારક એવું જે કરણ (એટલે સાધન) તે ઉપકરણ કહેવાય છે. અને પ્રાણીઓના ઘાત માટે જે વસ્તુ અધિકાર કરાય (વપરાય) તે અધિકરણ કહેવાય છે. આ રીતે વસ્ત્ર સંયમમાં ઉપકારક હોવાથી પરિગ્રહ રૂપ કેમ મનાય ? अथ प्रतिलेखनं तावत् संयमप्रतिपालनार्थं भगवतोपदिष्टम्, वस्त्रं तु किमर्थमिति ?, तदपि संयमप्रतिपालनार्थमेवेति ब्रूमः, अभिभूयन्ते हि प्रायेणाऽल्पसत्त्वतया विवृताङ्गोपाङ्गसंदर्शनजनितचित्तभेदैः पुरुषैरङ्गना अकृतप्रावरणा घोटिका इव घोटकैः ॥ ननु यासामतितुच्छसत्त्वानां प्राणिमात्रेणाऽप्यभिभवः, ता: कथं सकलत्रैलोक्याभिभावककर्मराशिप्रक्षयलक्षणं मोक्षं महासत्त्वप्रसाध्यं प्रसाधयन्तीति चेत् ?। तदयुक्तम्, यतो नात्र शरीरसामर्थ्यमतिरिक्तं यस्य भवति तस्यैव निर्वाणोपार्जनगोचरेण सत्त्वेन भवितव्यमिति नियमः समस्ति, अन्यथा पङ्गवामनात्यन्तरोगिणः पुमांसोऽपि स्त्रीभिरभिभूयमाना दृश्यन्ते इति तेऽपि तुच्छशरीरसत्त्वाः कथं तथाविधसिद्धिनिबन्धनसत्त्वभाजो भवेयुः ? । यथा तु तेषां शरीरसामर्थ्यासत्त्वेऽपि मोक्षसाधनसामर्थ्यमविरुद्धम्, तथा स्त्रीणामपि सत्यपि वस्त्रे मोक्षाभ्युपगमे ॥ દિગંબર જૈન–પ્રતિલેખન (પડિલેહણનું સાધન-મોરપીંછી) તો ભગવંતોએ સંયમના પાલન માટે ઉપદેશેલું છે. સંયમપાલન માટે રાખવાનું જણાવેલું છે. પરંતુ વસ્ત્ર શા માટે રાખવું ? - શ્વેતાંબર જૈનતે વસ્ત્ર પણ સંયમ પાલન માટે જ રાખવું જરૂરી છે. એમ અમારું કહેવું છે. કારણકે ખુલ્લાં એવાં સ્ત્રીનાં અંગો અને ઉપાંગોને દેખવાથી ઉત્પન્ન થયો છે ચિત્તમાં વિકાર જેને એવા પુરુષો વડે વસ્ત્ર નહી ધારણ કરેલી સ્ત્રીઓ, ઘણું કરીને અલ્પસત્ત્વવાળી હોવાના કારણે ઘોડા વડે જેમ ઘોડી આક્રમણનો ભોગ બને છે. તેમ આ સ્ત્રીઓ પણ આક્રમણનો ભોગ બને છે. સંયમ પાલનમાં અસમર્થ બને છે. તેથી પ્રતિલેખનની જેમ વસ્ત્ર પણ સંયમમાં ઉપકાર કરનારું જ છે. દિગંબર જૈન– જે સ્ત્રીઓ આવા પ્રકારની અતિશય તુચ્છ સત્ત્વવાળી છે કે જે પ્રાણી માત્ર વડે (વિકારી પુરુષો વડે) પરાભવ પામે છે. તે સ્ત્રીઓ ત્રણે લોકના સઘળા જીવોનો પરાભવ કરવામાં સમર્થ એવા કર્મરાશિના ક્ષયને અને પ્રબળ પુરુષાર્થથી સાધ્ય એવા મોક્ષતત્ત્વને કેમ સાધી શકશે ? જો વિકારી પુરુષોનો ભોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy