________________
૨૮૦
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રનાકરાવતારિકા ભાગ-૩ એક આત્માને અનેક-શરીરોની સાથે અનેક મનનો સંયોગ પણ થશે. અને તેમ થવાથી તે તે શરીરગત મન દ્વારા કરાતાં જે અનેક કાર્યો છે. એ સર્વે આ વિવક્ષિત એક આત્મામાં જ સંક્લના પામશે.
જેમ આકાશ સર્વવ્યાપી છે. તેથી અનેક ઘડાના સંયોગવાળું બને છે. અને એક ઘડામાં જળ, બીજા ઘડામાં ઘી અને ત્રીજા ઘડામાં મદિરા ભરાય છે. તેથી પ્રથમ ઘડાવાળા આકાશમાં જળ, બીજા ઘડાવાળા આકાશમાં ઘી અને ત્રીજા ઘડાવાળા આકાશમાં મદિરા છે. એમ કહેવાય છે. આ રીતે અનેક ઘડાનો સંયોગ, અને તેના દ્વારા જલાદિ ભિન્ન-ભિન્ન પદાર્થો ભરવાનાં અનેક કાર્યો થવાની આકાશમાં પ્રાપ્તિ થાય છે. તે જ રીતે (સ )=એક જ કાળે, એક જ આત્માને યોગીના શરીરનો અને ભોગીના શરીરનો સંયોગ થવાથી એક શરીર દ્વારા યોગદશાનું સેવન અને બીજા શરીર દ્વારા ભોગદશાનું સેવન પણ સિદ્ધ થશે. આ પ્રમાણે એક જ આત્મા, એક જ કાળે, અનેક શરીરોની સાથે, અનેક ઇન્દ્રિયોની સાથે સંયોગવાળો થશે. અને તેના દ્વારા અનેક આત્માઓને કરવાનાં અનેક કાર્યો એક જ આત્મા કરે, એવો અર્થ પ્રતિપાદન કરેલો થશે. જે બરાબર નથી.
તૈયાયિક- જો એકીસાથે અનેકશરીરોમાં આ આત્મા છે. એમ માનીએ તો આત્મામાં સમવાયસંબંધથી રહેનારા સુખ-દુ-ખાદિ ગુણોનો પરસ્પર વિરોધ થવાથી તેની અનુપપત્તિ છે. અર્થાત્ પરસ્પર વિરોધી ગુણો સાથે ઘટે નહી. કારણકે એક જ આત્મા અનેક શરીરોમાં રહેનાર માનીએ તો એક શરીર નિરોગી હોય તો તેનાથી સુખોત્પત્તિ, અને બીજાં શરીર અતિશય રોગવાળું હોય તો તેનાથી દુઃખોત્પત્તિ થાય. પરસ્પર વિરોધી બે ગુણો સમવાય-સંબંધથી એક જ આત્મામાં સંભવે નહીં. માટે અનેક શરીરોનો અને અનેક મનનો સંયોગ એક આત્મામાં થતો નથી. ફક્ત આત્મા સર્વવ્યાપી છે પરંતુ અનેક શરીરવ્યાપી અને અનેક મનના સંયોગવાળો નથી.
જૈન- આકાશ સર્વવ્યાપી છે. છતાં ક્યાંક ભેરી વગાડાતી હોય, ક્યાંક વીણા વગાડાતી હોય, અને ક્યાંક શરણાઈ વગાડાતી હોય, તે ત્રણે વાજીંત્રોનો સંયોગ તથા તેના દ્વારા ઉત્પન્ન થયેલા તત, વિતત, આદિ વિરોધી શબ્દોનો સમવાય-સંબંધ આકાશ નામના એક જ દ્રવ્યમાં એક જ કાળે ઘટે છે. તે પણ તમે માની શકશો નહીં. કારણકે જેમ આત્મામાં સર્વવ્યાપી માનવા છતાં અનેક શરીરોને સંયોગ, અને તેના દ્વારા અનેક મનનો સંયોગ, અને તેના દ્વારા પરસ્પર વિરોધી અનેક સુખ-દુઃખાદિ ગુણોનો સમવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org