________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-પપ
૨૪૭
ઉપાદાનકારણ અને આ નિમિત્તકારણ આવો વિભાગ તાદાભ્યસંબંધ માન્યા વિના સંભવશે નહીં.
બૌદ્ધ-હે જૈન ! જે સંતાનનું જનક હોય તે ઉપાદાન કહેવાય. આવો નિયમ છે. તેથી માટી એ જેવું ઘટ-સંતાનનું જનક છે તેવું દંડ-ચક્રાદિ ઘટ-સંતાનનું જનક નથી. માટે માટી એ ઉપાદાન કહેવાય પરંતુ દંડ-ચક્રાદિ એ ઉપાદાન ન કહેવાય. તેવી જ રીતે તન્તુ એ પટ-સંતાનનું જેવું જનક છે તેવું તુરી-વેમાદિ નથી. માટે તખ્તને ઉપાદાન કહેવાશે. પણ તુરી-વેમાદિને નહી કહેવાય. એમ અમે વિભાગ કરીશું.
જૈન – હે બૌદ્ધ ! તમારી આ વાત પણ યુક્તિયુક્ત નથી. કારણકે ઇતરેતરાશ્રય (અર્થાત્ અન્યોન્યાશ્રય) દોષ આવે છે તે આ પ્રમાણે- માટીમાં ઘટસંતાનની જનકતા છે માટે સંતાન માનો છો કે ઘટમાં ઉપાદાન કારણથી જન્યતા છે, માટે સંતાન માનો છો ? સારાંશ કે ઉપાદાનકારણ એ સંતાનનું જનક બને તો જ ઉપાદાનકારણ બને, અને સંતાન એ ઉપાદાનકારણથી જન્ય બને તો જ સંતાન બને. આ બન્નેમાં પહેલું કોણ થશે ! આ બન્ને કથંચિત્ અભેદભાવ (તાદાસ્યભાવ) માન્યા વિના પરસ્પર આશ્રિત હોવાથી અન્યોન્યાશ્રય દોષ યુક્ત છે. અર્થાત્ અત્યન્ત-ભિન્નત્વ માનેલું હોવાથી જન્ય-જનકભાવ પણ ઘટતો નથી. તેથી કથંચિત અભેદ ભાવ (તાદામ્ય ભાવ) માન્યા વિના કેવી રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ ઘટાવશો.
लोके तु समानजातीयानां कार्यकारणभावे सन्तानव्यवहारः । तद्यथा-ब्राह्मणसन्तान इति, तत्प्रसिद्ध्या चास्माभिरपि शब्दप्रदीपादिषु सन्तानव्यवहारः क्रियते, तवापि यद्येवमभिप्रेतः सन्तानस्तदा कथं न शिष्याचार्यबुद्धीनामेकसन्तानत्वम् ?। न ह्यासां समानजातीयत्वम् , कार्यकारणभावो वा नास्ति, ततः शिष्यस्य चिरव्यवहिता अपि बुद्धयः पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे यथा स्मृति भवति तथोपाध्यायबुद्धयोऽपि जन्मप्रभृत्युत्पन्ना: पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे स्मृतिर्भवेत् ॥
હે બૌદ્ધ ! લોકમાં અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ સમાન-જાતિવાળા હોય ત્યાં કાર્ય-કારણભાવ હોતે છતે સંતાન શબ્દનો વ્યવહાર થાય છે. જેમકે આ બ્રાહ્મણનું સંતાન છે. ત્યાં બ્રાહ્મણ-પિતા અને બ્રાહ્મણ-પુત્ર આ બન્ને અત્યંત ભિન્ન છે. પરંતુ બ્રાહ્મણત્વ-ધર્મની અપેક્ષાએ સમાન-જાતિ હોવાથી અને કાર્ય-કારણભાવ છે માટે આ બ્રાહ્મણ-સંતાન છે. આ ક્ષત્રિય-સંતાન છે. એવો વ્યવહાર લોકમાં થાય છે. અને તેવી પ્રસિદ્ધિને અનુસાર અમે જૈનો પણ આ શબ્દ-સંતાન છે આ પ્રદીપ-સંતાન છે એવો સંતાનશબ્દનો વ્યવહાર શબ્દ અને પ્રદીપાદિમાં કરીએ છીએ. વક્તાના મુખથી શ્રોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org