________________
૧૫૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પુરુષોના વચનોથી) જાણેલી વસ્તુના બે અંશો, બહુ અંશો અથવા એક અંશ, જે વિચાર વિશેષથી પ્રયોજન સાધક એવા ગૌણ-મુખ્યપણે જણાય-વિષયરૂપે કરાય તે વિચાર વિશેષ જો ઇતર અંશો તરફ ઉદાસીનતાવાળો હોય તો નય કહેવાય છે. જો તે વિચારવિશેષ ઇતર અંશનો અપલાપ કરનાર હોય છે, તો તદાભાસ=નયાભાસ કહેવાય છે. જે આગળ ઉપર સમજાવાશે.
જેમકે કટક, કેયૂર કે કંકણ આ ત્રણે વસ્તુઓ આકારવિશેષથી અવશ્ય ભિન્નભિન્ન અંશવાળી છે. તેથી તે ત્રણેને આકારવિશેષથી ભિન્ન-ભિન્ન છે એમ જાણે તો તે નય કહેવાય છે, પરંતુ તે ત્યાં સુધી જ નય કહેવાય છે કે જ્યાં સુધી સુવર્ણરૂપે રહેલી અભિન્નતાનો પ્રતિક્ષેપ (અપલાપ) કરવામાં ન આવે. સુવર્ણની અપેક્ષાએ રહેલી અભિન્નતા હાલ અભેદ જાણવા-જણાવવાનું કોઈ પ્રયોજન ન હોવાથી ભલે ગૌણ કરાય, પરંતુ તે અભિન્નતા નિષિદ્ધ થવી ન જોઈએ, તો જ તે નય કહેવાય છે. જો ઇતર અંશનો નિષેધ જ કરવામાં આવે અને વિવક્ષિત એક અંશ જ છે. એમ એકાન્તભાવ પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે તો તે નયાભાસ કહેવાય છે. એકાન્તપણે વસ્તુનું જ સ્વરૂપ કહેવાય છે, તેવું વસ્તુનું સ્વરૂપ છે નહીં અને કહેવાય છે. માટે નયના જેવા દેખાય છે. પરંતુ વાસ્તવિકપણે નય છે નહીં. તેથી નયાભાસ કહેવાય છે. એમ જાણવું. સ્તુતિદ્વાત્રિશત્ નામના અમારા જ બનાવેલા ગ્રંથમાં અમે જ કહ્યું છે કે
હે જિનેશ્વર પ્રભુ ! તમારું આ ચરિત્ર ખરેખર અહો ! આશ્ચર્ય કરનારું છે. આશ્ચર્ય કરનારું છે. પોતપોતાના જુદા જુદા નિયત વિષયોનું જ સમર્થન કરવામાં તત્પર બનેલા એવા આ નયો પોતે જો વિપક્ષની (ઇતર નયની) અપેક્ષા રાખે તો જ તે નયોની તમે સુનયતા કહો છો. અને જો વિપક્ષનો (ઇતર નયનો) તિરસ્કાર કરે તો તે જ નયોની હે પ્રભુ ! તમે દુર્નયતા કહો છો. સંસારમાં એવો નિયમ છે કે વિવિધ એવા પોતાના વિષય= દેશોનું રાજ્યપાલન કરવામાં તન્મય બનેલા પોતાના રાજાઓ (અને સૈનિકો) જો વિપક્ષની (શત્રુરાજાની) અપેક્ષા રાખે, એટલે તેનાથી મિત્રતા રાખે તો તે દુષ્ટ કહેવાય. અને વિપક્ષનો (શત્રુ રાજાનો) પ્રતિક્ષેપ (વિનાશ) કરે, તેની અપેક્ષા ન રાખે તો તે સુરાજા અને સુસૈન્ય કહેવાય છે. જ્યારે તમારે ત્યાં પરની અપેક્ષા રાખે તો સુનય અને પરની અપેક્ષા ન રાખે અને જો તિરસ્કાર કરે તો દુર્નય કહેવાય. આવું તમારું લોકોત્તર ચરિત્ર છે. માટે કો બદો વિત્ર ચિત્ર આશ્ચર્ય છે. આશ્ચર્ય છે.
તથા પંચાશ નામના ગ્રંથમાં પણ અમે કહ્યું છે કે(૧) સ્તુતિહાત્રિશત્ અને પંચાશત્ આ બન્ને ગ્રંથો પણ આ જ ટીકાના કર્તા પૂજય શ્રીરત્નપ્રભાચાર્યશ્રીના જ ,
હોય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org