________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૬-૪૭
टीका- भावाभावभूमिकत्वाद् भावाभावविषयत्वात्, भूमविषयः ॥ ७-४६-४७॥
વિવેચન– નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ પ્રમાણે જે સાત નય છે. તે સાત નયમાં કયો નય બહુ-વિષયવાળો છે ? અને કયો નય અલ્પ-વિષયવાળો છે? તે હવે સમજાવે છે કે પૂર્વ-પૂર્વનો નય બહુ વિષયવાળો છે. અને પછી પછીનો નય અલ્પ-વિષયવાળો છે. પૂર્વ-પૂર્વ નય વિશાળ અર્થને કહેનાર છે. અને પછી પછીના નય પૂર્વના નય કરતાં પરિમિત અર્થને કહેનારા છે. જેમકે
રત્નાકરાવતારિકા ભાગ-૩
નૈગમ નય અને સંગ્રહનય” આ બે નયોમાં નૈગમનય વિશાળ છે. અને સંગ્રહનય સંક્ષિપ્ત છે. કારણકે જે વસ્તુમાં વસ્તુનો “સદંશ” કંઇક પણ અંશ વિદ્યમાન હોય તો જ સંગ્રહનય તે વસ્તુને તેવી માને છે. જેમકે જીવનો સદંશ “ચૈતન્ય” છે જે જે જીવોમાં ચૈતન્યાત્મક આત્મ-ધર્મ વિદ્યમાન હોય તે જ જીવોને જીવ' કહે છે. પછી તે જીવો ભલે એકેન્દ્રિય હોય, વિક્લેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. તથા ચૈતન્ય વ્યક્ત હોય, કે ભલે અવ્યક્ત હોય, પરંતુ તે જીવોમાં જીવનો સદંશ ચૈતન્ય ધર્મ હોવો જોઇએ. એટલે સર્વે જીવોને જીવ માને, પરંતુ અજીવને જીવ ન માને. જ્યારે નૈગમ નય તો જે પદાર્થોમાં ચૈતન્ય ગુણરૂપ આત્મ-ધર્મ વિદ્યમાન હોય તેવા સર્વે જીવોને, અને જે પદાર્થોમાં ચૈતન્ય ગુણરૂપ આત્મ-ધર્મ અવિમાન છે. માત્ર પ્રાણીના આકારો જ છે. તેવા હાથી ઘોડા-વાઘ-સિંહ-માણસોના પૂતળાને પણ “આ જીવ છે” એમ માને છે. તેવા પ્રકારના પ્રાણીઓના નિર્જીવ આકારોને પણ ભાંગવા-તોડવા-ફોડવામાં હિંસા માને છે. અને પૂજવામાં ભક્તિ માને છે. આ પ્રમાણે નૈગમનય ભાવ અને અભાવ એમ બન્ને વિષયવાળો હોવાથી અને સંગ્રહનય માત્ર ભાવાત્મક અંશના વિષયને ગ્રહણ કરનાર હોવાથી નૈગમનય બહુ-વિષયવાળો છે. અને સંગ્રહનય તેના કરતાં અલ્પ-વિષયવાળો છે.
૧૯૭
મહાવીરસ્વામી પરમાત્માના જીવમાં મરીચિના ભવમાં તીર્થંકરપણાનો સદંશ (જિનનામકર્મની સત્તા) હજી આવેલ નથી તો પણ “આ જીવ તીર્થંકર થશે” એવો ઉલ્લેખ નૈગમનય કરે છે. જ્યારે સંગ્રહનય તો નંદન ઋષિના ભવમાં (એટલે ૨૫મા ભવમાં) તીર્થંકરનામકર્મ બાંધવાના કારણે જ્યારથી તે નામકર્મની સત્તા આવી ત્યારથી “આ જીવ તીર્થંકર થશે” એમ કહે છે આ પ્રમાણે સંગ્રહનય સદંશરૂપ ભાવાત્મક અંશના વિષયવાળો અને નૈગમનય ભાવ-અભાવ એમ ઉભયાત્મક વિષયવાળો છે. તેથી (ટીકાનાં પદો આ રીતે બેસાડવાં કે) નૈમાત્ પર: સંગ્રહ: વિષયો ન, િતદ્િ। સંપ્રાત્ પૂર્વ: નૈનમ: વ હત્યાદુ:-નૈગમનયથી પાછળ આવનારો એવો જે સંગ્રહનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org