________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
વાળી હોવાથી મુક્તિપદના અવિકલ કારણવાળી પણ છે. કોઇ કોઇ સ્ત્રીઓમાં વિશિષ્ટ ગુણવત્તા આવ્યે છતે પ્રવ્રજ્યા અને મુક્તિની અવિક્લકારણતા આવવાનો સંભવ હોવાથી સ્ત્રીજાતિ પ્રવ્રજ્યા અને મુક્તિની અવિકલકારણતાની અધિકારી ન કહેવાય, પણ અધિકારી કહેવાય. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે—
“મનુષ્યની સ્ત્રીજાતિ, મુક્તિપદના અવિકલકારણવાળી છે. કોઇ એક સ્ત્રી અવિકલ કારણવાળી હોવાથી, પુરુષની જેમ” આ અનુમાનથી સ્ત્રીજાતિ મુક્તિપદના અવિકલકારણવાળી સમજાવી. આ અનુમાનના હેતુને કોઇ અસિદ્ધ ન કરે એટલે બીજા અનુમાનથી હેતુની સિદ્ધિ કરે છે કે “કોઇ એક સ્ત્રી, મુક્તિપદના અવિક્સકારણવાળી છે જ. પ્રવ્રજ્યાના અધિકારવાળી હોવાથી, પુરુષની જેમ. આ રીતે સ્ત્રીજાતિમાં અવિકલકારણવત્ત્વ અને પ્રવ્રજ્યાધિકારિત્વ જણાવ્યું.
૩૪૯
પ્રશ્ન- ઉપરોક્ત બન્ને અનુમાનોમાં “પ્રવ્રજ્યા અધિકારિત્વ” હેતુથી વ્યક્તિમાં, અને વ્યક્તિથી જાતિમાં અવિકલકારણતા તમે સિદ્ધ કરો છો. પરંતુ કોઇ સ્ત્રીવ્યક્તિમાં કે જાતિમાં “પ્રવ્રજ્યાધિકારિત્વ” છે કે નહીં, તેમાં શું પ્રમાણ ?' પ્રવ્રજ્યાધિકારિત્વ' એવો આ હેતુ સ્ત્રી વ્યક્તિમાં કે સ્ત્રી જાતિમાં અવિધમાન હોય અને તેના કારણે અસિદ્ધહેત્વાભાસ થાય, એવું કેમ ન મનાય ?
ઉત્તર-ન ચૈતસિદ્ધ સાધનમ્=અમે કહેલો ‘‘પ્રવ્રખ્યાધિારિત્વ’ હેતુ સ્ત્રીવ્યક્તિમાં કે સ્ત્રીજાતિમાં અસિદ્ધ નથી. અર્થાત્ સિદ્ધ છે. સ્ત્રીઓમાં પ્રવ્રજ્યાધિકારિત્વ સંભવે છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે-“સગર્ભા અને નાના બાળકવાળી સ્ત્રીને પ્રવ્રજ્યા આપવી કલ્પતી નથી” આ પદનો અર્થ એવો નિકળે છે કે—જે સ્ત્રીઓ અગર્ભા છે અને નાના બાળકો વિનાની છે. બાળકોના જન્મની કે ઉછે૨વાની જવાબદારીઓમાંથી મુક્ત છે. તે સ્ત્રીઓ પ્રવ્રજ્યા પંથની અધિકારિણી છે. આ પાઠથી તેઓને પ્રવ્રજ્યાનું અધિકારીપણું પ્રતિપાદન કરેલું છે. જ્યારે જ્યારે વિશેષમાં નિષેધ કરાય ત્યારે ત્યારે શેષમાં વિધાનની સાથે અવિનાભાવ હોય છે. જેમકે સમ્યગ્દષ્ટિને નરક-તિર્યંચનું આયુષ્ય ન બંધાય એટલે શેષ મિથ્યાત્વી આદિને બંધાય એમ સમજી લેવું. તેમ અહીં પણ સગર્ભા આદિના નિષેધથી અગર્ભા આદિમાં પ્રવ્રજ્યાનું વિધાન સમજી જ લેવું.
વર્તમાનકાળે પણ કર્યું છે શિરોલુંચન (માથા ઉપર લોચ) જેઓએ એવી અને ધારણ કર્યાં છે મોરપિચ્છિકા તથા કમંડલ આદિ સાધુપણાનાં લિંગ જેઓએ એવી સ્ત્રીઓ દેખાય છે. માટે તે સ્ત્રીઓમાં પ્રવ્રજ્યાધિકારિત્વની સિદ્ધિ કેમ ન થાય ? કે જેથી મુક્તિ ન થાય એમ બોલી શકાય ? અર્થાત્ પ્રવ્રજ્યાધિકારિત્વ પણ છે. અને મુક્તિપદની પ્રાપ્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org